ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» India has nothing to worry about China-Bangla ties: Sheikh Hasina

  ચીન સાથે બાંગ્લાદેશના સંબંધોની ચિંતા ના કરે ભારતઃ શેખ હસીના

  divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 01:49 PM IST

  ચીન બાંગ્લાદેશને ઓછા વ્યાજ દરો પર 9 બિલિયન ડોલર લોનની ઓફર કરી ચૂક્યું છે.
  • બાંગ્લાદેશના વડાપ્રધાને ભારત પાસે રોહિંગ્યા મુદ્દાનો ઉકેલ લાવવા માટે મદદ માંગી છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાંગ્લાદેશના વડાપ્રધાને ભારત પાસે રોહિંગ્યા મુદ્દાનો ઉકેલ લાવવા માટે મદદ માંગી છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીએ ઢાકા-ચીનના વધતા સંબંધો પર ભારતને ચિંતા નહીં કરવાની સલાહ આપી છે. તેઓએ કહ્યું કે, બીજિંગની સાથે સંબંધો માત્ર દેશના વિકાસ માટે વધારવામાં આવી રહ્યા છે. જે પણ દેશ બાંગ્લાદેશના વિકાસમાં મદદ કરવા ઇચ્છે છે, સરકાર તેમનું સ્વાગત કરે છે. ઉલ્લેખનીય છે કે, ચીન બાંગ્લાદેશની સાથે મિલિટરી સંબંધોને મજબૂત કરવાની વાત કરી ચૂક્યું છે. આ માટે તેણે બાંગ્લાદેશને ખૂબ જ ઓછા વ્યાજદરે 9 બિલિયન ડોલર્સ લોન પર આપવાની વાત કહી હતી.

   પાડોશીઓ સાથે સારાં સંબંધો બનાવવા પર ધ્યાન આપે ભારત

   - ભારતીય પત્રકારો સાથે વાત કરતા હસીનાએ કહ્યું કે, અમને દેશના વિકાસ માટે રોકાણ (ઇન્વેસ્ટમેન્ટ) અને મદદની જરૂર છે અને તેમાં જે પણ અમારી મદદ કરી શકે છે તેઓનું સ્વાગત છે. તેઓએ કહ્યું કે, ભારત, ચીન, જાપાન અને ત્યાં સુધી કે મિડલ ઇસ્ટના દેશ પણ બાંગ્લાદેશના વિકાસમાં સહયોગ વધારવા માટે આગળ આવ્યા છે.
   - હસીનાએ સલાહ આપતા કહ્યું કે, ભારતને ચીન-બાંગ્લાદેશના સંબંધો પર ચિંતા વ્યક્ત કરવાના બદલે પાડોશી દેશો સાથે સારાં સંબંધો રાખવા પર ધ્યાન આપવું જોઇએ. જેથી ક્ષેત્રનો યોગ્ય વિકાસ થઇ શકે.
   - હસીનાએ જણાવ્યું કે, ભારત અને બાંગ્લાદેશના સંબંધો હંમેશાથી શ્રેષ્ઠ જ રહ્યા છે. બંને દેશોના બોર્ડર અને મેરીટાઇમ વિવાદોનો સમજદારીથી ઉકેલ લાવ્યા છે.
   - બાંગ્લાદેશ-ઇન્ડિયા મીડિયા ડાયલોગ માટે નવી દિલ્હી અને કોલકત્તાના કેટલાંક પત્રકારો 3 દિવસ બાંગ્લાદેશની મુલાકાતે છે. હસીનાએ પત્રકારોને મંગળવારે પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા.

   રોહિંગ્યા મામલે માંગી મદદ

   - મ્યાનમારથી નિર્વાસિત રોહિંગ્યા રેફ્યુજીઓને તેમના દેશ પરત મોકલવાના મુદ્દે હસીનાએ ભારત પાસે મદદ માંગી છે. તેઓએ કહ્યું કે, ભારતે મ્યાનમાર પર દબાણ બનાવવું જોઇએ, જેથી તેઓ શક્ય તેટલાં ઝડપથી પોતાના લોકોને પરત બોલાવે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, બાંગ્લાદેશ પર ચીનની નજર...

  • શેખ હસીનાએ કહ્યું કે, ભારત અને બાંગ્લાદેશ બંનેના સંબંધો શ્રેષ્ઠ છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શેખ હસીનાએ કહ્યું કે, ભારત અને બાંગ્લાદેશ બંનેના સંબંધો શ્રેષ્ઠ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: India has nothing to worry about China-Bangla ties: Sheikh Hasina
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `