દુર્ઘટના / સાઉથ આફ્રિકામાં બે મેટ્રો ટ્રેનની વચ્ચે ટક્કર; 3નાં મોત, 300થી વધુ ઘાયલ

તમામ ઘાયલોને નજીકની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
તમામ ઘાયલોને નજીકની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
X
તમામ ઘાયલોને નજીકની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.તમામ ઘાયલોને નજીકની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

  • આ રેલવે દુર્ઘટના સાઉથ આફ્રિકાના પ્રિટોરિયામાં માઉન્ટેન વ્યૂ સ્ટેશન પર બની 
  • સ્ટેશન પર પહેલેથી જ એક ટ્રેન ઉભી હતી, જેને બીજી ટ્રેને ટક્કર મારી દીધી 

divyabhaskar.com

Jan 09, 2019, 02:45 PM IST

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં માઉન્ટેન વ્યૂ સ્ટેશન પર મંગળવારે સવારે બે મેટ્રો રેલની વચ્ચે ટક્કર થઇ હતી. ઘટનામાં અત્યાર સુધી 3નાં મોત થયા છે, જ્યારે 300થી વધુ ઘાયલ છે. તશવને ઇમરજન્સી સર્વિસ સ્પોક્સપર્સન ચાર્લ્સ મબાસોએ કહ્યું, ઘટનાસ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. તેમાં અનેક લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. 

 

મૃતકોની સંખ્યા વધવાની આશંકા
1.ટેક્નિકલ ટીમ પણ નાના કેમેરાની સાથે ટ્રેકની આસપાસ સર્ચિંગ કરી રહી છે. મબાસોએ જણાવ્યું કે, ઘાયલોમાં 218 યાત્રીઓ એવા હતા, જેઓને સામાન્ય ઇજા થઇ છે જ્યારે 82ની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને નજીકની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 
2.મેટ્રોરેલ સ્પોક્સપર્સન લિલિયામ મોફોકેંગે કહ્યું કે, સ્ટેશન પર પહેલેથી જ એક ટ્રેન ઉભી હતી, તે સમયે બીજી ટ્રેન એ જ પ્લેટફોર્મ પર આવી અને પહેલેથી જ ઉભેલી ટ્રેનને ટક્કર મારી દીધી. હાલમાં આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. 
3.ત્રણ મહિના પહેલાં પણ કેમ્પટન પાર્કમાં બે મેટ્રો ટ્રેન પરસ્પર ટકરાતા અનેક લોકો ઘાયલ થયા હતા. આ પહેલાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં સેલબીમાં બે ટ્રેનોની વચ્ચે ટક્કરમાં 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી