12 વર્ષે સદ્દામ હુસૈનની લાશ કબરમાંથી ગાયબ- બધાનો અલગ અલગ દાવો

કોઈનું માનવું છે કે, સદ્દામનો મૃદેહ સળગાવી દેવામાં આવ્યો છે, જ્યારે કોઈનું કહેવું છે કે, તેની દીકરી તેનો મૃતદેહ જોર્ડન લ

divyabhaskar.com | Updated - Apr 17, 2018, 09:41 AM
સદ્દામ હુસૈનની લાશ કબરમાંથી ગાયબ| Saddam Dead Body disappeared in a mysterious way from grave

ઈરાકી તાનાશાહ સદ્દામ હુસૈનને 2006માં ફાંસીની સજા આપવામાં આવી હતી. ત્યારપછી તેના મૃતદેહની દફનવિધિ માટે તેને બગદાદ મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે ઈરાકથી એવું જાણવા મળ્યું છે કે, સદ્દામની કબરમાંથી તેનો મૃતદેહ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો છે.

બગદાદઃ ઈરાકી તાનાશાહ સુદ્દામ હુસૈનનું નામ કોણ નથી જાણતું. અમેરિકાના નાકમાં દમ લાવનારા સદ્દામને 2006માં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ તેના શબને દફનાવવા માટે ઈરાક મોકલવામાં આવ્યું હતું. પરંતુ ઈરાકથી જ અહેવાલો આવી રહ્યા છે કે સદ્દામની કબરમાંથી તેનું શબ રહસ્યમય રીતે ગુમ થઈ ગયું છે. તેની કોન્ક્રીટની તૂટેલી કબર ખાલી પડી છે અને તેના શબના કોઈ અવશેષ નથી રહ્યા.

સદ્દામને ક્યાં દફનાવવામાં આવ્યો હતો?


- એક એવો તાનાશાહ, જેણે 20 વર્ષ સુધી ઈરાકની સત્તા પર રાજ કર્યું. લોકો તેનું નામ લેતા પણ કાંપતા હતા, આજે તે તાનાશાહની કબર ગાયબ છે.
- રિપોર્ટ મુજબ, પૂર્વ યુએસ પ્રેસિડન્ટ જ્યોર્જ બુશે જાતે જ 30 ડિસેમ્બર 2006ના રોજ તાનાશાહનો મૃતદેહ યુએસ મિલિટરી હેલિકોપ્ટરથી બગદાદ રવાના કર્યો હતો.
- બગદાદથી આ મૃતદેહ અલ-અવજા લઈ જવામાં આવ્યો, જ્યાં તેને દફનાવવા આવ્યો.
- તે મૃતદેહને સવાર થયા પહેલા દફનાવી દીધો. બાદમાં તે સ્થળે તીર્થસ્થળમાં ફેરવાઈ ગયું.
- અહીં દર વર્ષે સદ્દામના સમર્થક તેના જન્મદિવસે એકત્ર થતા હતા. પરંતુ હવે અહીં આવવા માટે સરકારની મંજૂરી લેવી પડે છે.

સદ્દામ હુસૈનને લઈ કોણ ગયું?


- સદ્દામના વંશજ શેખ મનક અલી અલ-નિદાનો દાવો છે કે કોઈએ સદ્દામની કબરને ખોદી અને તેના શબને બાળી દીધી છે.
- કબરની સુરક્ષામાં લાગેલા શિયા પેરામિલિટ્રી ફોર્સનો દાવો છે કે આતંકી સંગઠન ISISએ પોતાના ફાઇટર તહેનાત કર્યા હતા. ઈરાકી આર્મીએ અહીં તેમની પર હવાઈ હુમલા કર્યા તો તે કબર બરબાદ થઈ ગઈ.
- બીજી તરફ, સદ્દામ માટે કામ કરી ચૂકેલા એક ફાઇટરે દાવો કર્યો કે તાનાશાની નિર્વાસિત દીકરી હાલા પોતાના પ્રાઇવેટ જેટથી ઈરાક આવી હતી અને ચૂપચાપ મૃતદેહ લઈને જોર્ડન ચાલી ગઈ.

સીક્રેટ સ્થળે છુપાવ્યું છે શબ


- એક ઈરાકી પ્રોફેસર મુજબ, સદ્દામની દીકરી હાલા ક્યારેય ઈરાક પરત આવી જ નથી. મૂળે, મૃતદેહને એક સીક્રેટ સ્થળે લઈ જવામાં આવ્યો છે.
- કોઈ પણ નથી જાણતું કે તેને કોણ અને ક્યાં લઈને ગયું છે. બીજી તરફ, સ્થાનિકોનું માનવું છે કે સદ્દામ હુસૈન હજુ પણ જીવતો છે. જેને ફાંસી આપવામાં આવી હતી, તે હમશકલ પૈકીનો એક હતો.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

દફનવિધિના 12 વર્ષ પછી સદ્દામ હુસૈનની લાશ કબરમાંથી ગાયબ
દફનવિધિના 12 વર્ષ પછી સદ્દામ હુસૈનની લાશ કબરમાંથી ગાયબ
સદ્દામ હુસૈનને 2006માં ફાંસી આપવામાં આવી હતી
સદ્દામ હુસૈનને 2006માં ફાંસી આપવામાં આવી હતી
X
સદ્દામ હુસૈનની લાશ કબરમાંથી ગાયબ| Saddam Dead Body disappeared in a mysterious way from grave
દફનવિધિના 12 વર્ષ પછી સદ્દામ હુસૈનની લાશ કબરમાંથી ગાયબદફનવિધિના 12 વર્ષ પછી સદ્દામ હુસૈનની લાશ કબરમાંથી ગાયબ
સદ્દામ હુસૈનને 2006માં ફાંસી આપવામાં આવી હતીસદ્દામ હુસૈનને 2006માં ફાંસી આપવામાં આવી હતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App