'એડલ્ટ્સ ઓન્લી': રશિયામાં ઇલેક્શન કેમ્પેઇનમાં ટોપલેસ મોડલ્સના વીડિયો છવાયા

મેક્સિમ મેગેઝીનના એડિટરે આ અશ્લીલ વીડિયો અને ફોટોગ્રાફ્સ કોના ઇશારે પ્રકાશિત કર્યા છે, તે જણાવવાનો ઇન્કાર કર્યો છે.

divyabhaskar.com | Updated - Mar 01, 2018, 12:36 PM
વોટર્સને આ પ્રકારે લાલચ આપવાની રીત રશિયન ગવર્મેન્ટને ખાસ પસંદ નથી આવી. (ફાઇલ)
વોટર્સને આ પ્રકારે લાલચ આપવાની રીત રશિયન ગવર્મેન્ટને ખાસ પસંદ નથી આવી. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાના ધ્વજની સાથે જાણીતી મોડલ ટોપલેસ થઇને પડી છે અને વોટ બ્રોશર્સને વાંચી રહી છે. અન્ય એક જાણીતી યંગ મોડલ લૉન્જરી પહેરીને વોટ આપવા જઇ રહી છે. 'જે પોલિંગ બૂથ વિશે જાણે છે, તે જ પોલિંગ બૂથમાં ટકી શકે છે.' મેન્સ મેક્સિમ મેગેઝીનની રશિયન એડિશનમાં એક પેજમાં આ પ્રકારે સ્પોન્સર્ડ કન્ટેન્ટ છપાયું છે. વધુ એક ઇમેજમાં બ્લેક અંડરવિઅરમાં એક મોડલ મોહક અંદાજમાં બેલોટ પેપરને બોક્સમાં નાખી રહી છે. આ મોડલ સાથે 'વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ એડલ્ટ્સ' સ્લોગન છપાયું છે. ઉલ્લેખનીય છે કે, રશિયામાં આગામી 18 માર્ચે પ્રેસિડન્ટ ઇલેક્શન છે.

રશિયન ઇલેક્શનમાં ગણતરીના દિવસો


- રશિયામાં પ્રેસિડન્ટ ઇલેક્શનને હવે જ્યારે ગણતરીના જ દિવસો રહી ગયા છે, ત્યાં ઓનલાઇન આ પ્રકારના સેક્સુઅલ વીડિયો અને ઇમેજ મતદારોને અપીલ કરવા માટે ફરતા થયા છે.
- 'ઇલેક્શનઃ એડલ્ટ્સ ઓન્લી' નામથી ફરતા થયેલા આ વીડિયો અને બેનરને કોણ સ્પોન્સર કરાવી રહ્યું છે, તે વિશેની માહિતી હજુ બહાર આવી નથી. પરંતુ આ પ્રકારના ટોપલેસ અને તદ્દન નગ્ન હોય તેવી મોડલ્સના ફોટોગ્રાફ્સ, વીડિયો સોશિયલ નેટવર્ક અને યુટ્યૂબ પર ફરતા થયા.
- પ્રેસિડન્ટ ઇલેક્શનના આ પ્રકારના કેમ્પેઇનથી ક્રેમલિન (પ્રેસિડન્ટ ઓફ રશિયન ફેડરેશન હાઉસ)ના સાસંદો નારાજ થયા છે.

પુતિનના સમર્થકોએ આ પ્રકારના અશ્લીલ વીડિયો ફરતા કર્યા હોવાનો અંદાજ


- એક અંદાજ અનુસાર, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના સમર્થકો તેઓની ફરીથી ચૂંટણીમાં જીતાડવા માટે અલગ અલગ પ્રકારના અશ્લીલ, ડરામણાં અને વિવાદાસ્પદ વીડિયોનો સહારો લઇ રહ્યો છે.
- એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેક્સિમ મેગેઝીને આ તમામ વીડિયો અને ફોટોગ્રાફ્સ તૈયાર કર્યા છે. જો કે, રશિયન એડિશનના ચીફ એડિટર એલેક્ઝાન્ડર મેલેન્કોવે કોના ઇશારાથી આ પ્રકારના અશ્લીલ બેનર્સ તૈયાર કર્યા છે, તે જણાવવાની સ્પષ્ટ ના કહી છે.
- હાલ તો એવી સંભાવના છે કે, વ્લાદિમીર એકવાર ફરીથી પ્રેસિડન્ટ ચૂંટણી જીતવામાં સફળ રહેશે. આ પ્રકારની જાહેરાતની ઓથાર હેઠળ ચાલી રહેલા અભિયાનને મેન્સ મેક્સિમ મેગેઝીનની રશિયન એડિશનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, શું છે આ યૌન ઉત્તેજક વીડિયો અને રશિયાના ચૂંટણી કેમ્પેઇન વિશે...

આ પ્રકારની જાહેરાતના ઓથાર હેઠળ ચાલી રહેલા અભિયાનને મેન્સ મેક્સિમ મેગેઝીનની રશિયન એડિશનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
આ પ્રકારની જાહેરાતના ઓથાર હેઠળ ચાલી રહેલા અભિયાનને મેન્સ મેક્સિમ મેગેઝીનની રશિયન એડિશનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

પુતિન પ્રેસિડન્ટ નહીં બન્યા તો...

 
- વધુ એક વીડિયોમાં લોકોને ચેતવણી આપી છે કે, જો પુતિન ફરીથી પ્રેસિડન્ટ ના બન્યા તો નવા પ્રેસિડન્ટના રાજમાં એવા પરિવારોને સમલૈંગિક વર્ગમાં સામેલ થવા માટે અવરોધ આવી શકે છે જેઓને હાલ પાર્ટનર નથી મળી રહ્યા. 
- એક વીડિયામાં યુવકને સપના જોતાં દેખાડવામાં આવ્યો છે, જેમાં તે રોજ સવારે બેડથી ઉઠે ત્યારે તેની પથારીમાં એક ગે પાર્ટનરને જોવે છે. 
- આ પ્રકારના એક વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, જો 65 વર્ષીય પુતિન કમાન્ડર ઇન ચીફના પદેથી હટ્યા તો આવતીકાલે પ્રવાસીઓ પણ રશિયા સૈન્યમાં સામેલ થઇ જશે. 
- વધુ એક વીડિયામાં ગર્ભવતી મહિલા હોસ્પિટલ જવાના બદલે મતદાન કેન્દ્ર પર પહોંચી જાય છે. 
- ચૂંટણી પહેલાં આવી યૌન ઉત્તેજક જાહેરાતોથી વધુમાં વધુ લોકો મતદાન માટે પહોંચે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

 

આગળની સ્લાઇડમાં જાણો, મોડલે કહ્યું, વોટ નહીં, તો સેક્સ નહીં... 

મેક્સિમ મેગેઝીનના ચીફ એડિટર એલેક્ઝાન્ડર મેલેન્કોવે કહ્યું, જીવનમાં કરવામાં આવેલા ઢગલાબંધ કરારોમાંથી આ પણ એક છે
મેક્સિમ મેગેઝીનના ચીફ એડિટર એલેક્ઝાન્ડર મેલેન્કોવે કહ્યું, જીવનમાં કરવામાં આવેલા ઢગલાબંધ કરારોમાંથી આ પણ એક છે

ચીફ એડિટરે નથી જણાવ્યું 


- મેક્સિમ મેગેઝીનના ચીફ એડિટર એલેક્ઝાન્ડર મેલેન્કોવે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, એક અજ્ઞાત ક્લાયન્ટ પાસેથી મળેલા પૈસાના કારણે તેઓની મેગેઝીન ખાસ બિઝનેસ પ્રોડક્ટ હેઠળ પ્રેસિડન્ટ ચૂંટણીને પ્રમોટ કરી રહી હતી. 

- જો કે, મેલેન્કોવે આ ક્લાયન્ટના નામ અંગે કોઇ ખુલાસો કર્યો નહતો. એડિટરે જણાવ્યું કે, 'પહેલી નજરે આ પ્રકારના યૌન ઉત્તેજક કેમ્પેઇન અર્થહીન લાગે છે, પરંતુ જીવનમાં કરવામાં આવેલા ઢગલાબંધ કરારોમાંથી આ પણ એક છે.' 

વ્લાદિમીર પુતિન (ફાઇલ)
વ્લાદિમીર પુતિન (ફાઇલ)

વોટ નહીં તો સેક્સ નહીં! 


- એક વીડિયોમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે, એક સુંદર મહિલા માત્ર એટલા માટે એક વ્યક્તિ સાથે સંબંધ બાંધવાનો ઇન્કાર કરી દે છે, કારણ કે તેણે મતદાન નહોતું કર્યુ. 
- વીડિયોમાં આ સીન કંઇક આ પ્રકારે દર્શાવાયો છે - મહિલા એક વ્યક્તિને કિસ કરીને પૂછે છે કે, શું તે 18 વર્ષનો છે? વ્યક્તિ કહે છે, હા હું વયસ્ક છું. મહિલા ત્યારબાદ પૂછે છે - શું તે આજે મતદાન કર્યુ. જેના જવાબમાં યુવક કહે છે કે, નહીં પરંતુ શા માટે? આ વાત પર મહિલા વ્યક્તિને ધક્કો આપીને એવું કહીને જતી રહે છે કે, - તો પછી તું વયસ્ક નથી. 

રશિયામાં આગામી 18 માર્ચના રોજ પ્રેસિડન્ટ ઇલેક્શન છે. (ફાઇલ)
રશિયામાં આગામી 18 માર્ચના રોજ પ્રેસિડન્ટ ઇલેક્શન છે. (ફાઇલ)
X
વોટર્સને આ પ્રકારે લાલચ આપવાની રીત રશિયન ગવર્મેન્ટને ખાસ પસંદ નથી આવી. (ફાઇલ)વોટર્સને આ પ્રકારે લાલચ આપવાની રીત રશિયન ગવર્મેન્ટને ખાસ પસંદ નથી આવી. (ફાઇલ)
આ પ્રકારની જાહેરાતના ઓથાર હેઠળ ચાલી રહેલા અભિયાનને મેન્સ મેક્સિમ મેગેઝીનની રશિયન એડિશનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.આ પ્રકારની જાહેરાતના ઓથાર હેઠળ ચાલી રહેલા અભિયાનને મેન્સ મેક્સિમ મેગેઝીનની રશિયન એડિશનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
મેક્સિમ મેગેઝીનના ચીફ એડિટર એલેક્ઝાન્ડર મેલેન્કોવે કહ્યું, જીવનમાં કરવામાં આવેલા ઢગલાબંધ કરારોમાંથી આ પણ એક છેમેક્સિમ મેગેઝીનના ચીફ એડિટર એલેક્ઝાન્ડર મેલેન્કોવે કહ્યું, જીવનમાં કરવામાં આવેલા ઢગલાબંધ કરારોમાંથી આ પણ એક છે
વ્લાદિમીર પુતિન (ફાઇલ)વ્લાદિમીર પુતિન (ફાઇલ)
રશિયામાં આગામી 18 માર્ચના રોજ પ્રેસિડન્ટ ઇલેક્શન છે. (ફાઇલ)રશિયામાં આગામી 18 માર્ચના રોજ પ્રેસિડન્ટ ઇલેક્શન છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App