ચોથી વાર રશિયાના રાષ્ટ્રપતિ બન્યા પુતિન, મળ્યા 76% વોટ

પુતિનની સામે સાત ઉમેદવાર મેદાનમાં હતા, ફરી 6 વર્ષ માટે રાષ્ટ્રપતિ બન્યા પુતિન

divyabhaskar.com | Updated - Mar 19, 2018, 09:12 AM
ચોથીવાર રશિયાના રાષ્ટ્રપતિ બન્યા પુતિન,
ચોથીવાર રશિયાના રાષ્ટ્રપતિ બન્યા પુતિન,

રશિયાનમા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક વાર ફરી 6 વર્ષ માટે રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. રવિવારે થયેલી ચૂંટણીમાં તેમને 76 ટકા વોટ મળ્યા છે. જોકે વિપક્ષે ચૂંટણીમાં ગોટાળા થયા હોવાનો આરોપ લગાવ્યો છે.

મોસ્કો: રશિયાનમા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક વાર ફરી 6 વર્ષ માટે રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. રવિવારે થયેલી ચૂંટણીમાં તેમને 76 ટકા વોટ મળ્યા છે. જોકે વિપક્ષે ચૂંટણીમાં ગોટાળા થયા હોવાનો આરોપ લગાવ્યો છે. પુતિને સમર્થકોને કહ્યું છે કે, પરિણામ અમારા પ્રત્યે લોકોનો વિશ્વાસ અને અપેક્ષાઓ વ્યક્ત કરે છે. નોંધનીય છે કે, પુતિન સામે 7 ડમી ઉમેદવાર મેદાનમાં હતા. પરંતુ તેમના ખાસ પ્રતિસ્પર્ધક ગણાતા અલેક્સી નવાલ્નીને કાયદાકીય કારણોથી ચૂંટણી લડવા દેવામાં આવી નહતી.

ચોથીવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પુતિન


- વ્લાદિમીર પુતિન ચોથી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આ પહેલાં તેઓ 2000-08 અને 2012માં રાષ્ટ્રપતિ તરીકે ચૂટાંયા હતા.
- પુતિને કહ્યું છે કે, અમારા વિચાર દેશ અને બાળકોના ભવિષ્યને મહાન બનાવશે.
- પુતનિ રશિયાના તાનાશાહ રહેલા જોસેફ સ્ટાલિન પછીથી સૌથી વધારે સમય સુધી સાશન કરનાર લીડર બની ચૂક્યા છે.
- આ વખતે અંદાજે 11 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. રશિયા સેન્ટ્રેલ ઈલેક્શન કમીશનના જણાવ્યા પ્રમાણે ચૂંટણીમાં 60 ટકા મતદાન થયુ છે.

પુતિનને કેટલા વોટ મળ્યા


- સેન્ટ્રલ ઈલેક્શન કમિશનના જણાવ્યા પ્રમાણે પુતિનને 76 ટકા વોટ મળ્યા છે.
- પુતિનના સૌથી નજીકના સ્પર્ધક કમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર પાવેલ ગ્રુડિનિનને માત્ર 13.2 ટકા વોટ જ મળ્યા છે.
- નવાલ્નીને ચૂંટણીને ફેક ગણાવી છે અને સમર્થકોને આ ચૂંટણીનું બાયકોટ કરવાનું કહ્યું છે. નવાલ્નીએ સમગ્રદેશમાં ચૂંટણીમાં ગોટાળાની માહિતી મેળવવા માટે 33 હજાર વોલંટિયર મોકલ્યા છે. નવાલ્નીએ એવું પણ કહ્યું છે કે, ચૂંટણીમાં ખૂબ ગોટાળા થયા છે.

પુતિન કઈ રીતે બન્યાં રાષ્ટ્રપતિ


1999


- પુતિને 19 વર્ષ પહેલાં પોતાના ગુરૂ બોરિસ યેલ્તસિનની જગ્યાએ સત્તા પર આવ્યાં. ત્યારે તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યાં હતા.

2000

- પુતિને પહેલી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડી. તે સમયે તેઓને 53% વોટ મેળવી ચૂંટણી જીતી હતી. તેમના પ્રતિદ્વંદ્વી જિગનોવને 29% વોટ જ મળ્યાં હતા.
- પુતિન સરકારના સારા ગુણઃ તેઓને રાજકીય પ્રતિદ્વંદ્વી માનવામાં આવે છે.
- ઉણપઃ મીડિયા પર કડક પ્રતિબંધ લગાવવાની તરફેણ કરતાં રહ્યાં છે.

2004


- પુતિન નિર્દલીય ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા. 71.2% વોટ મેળવી તેઓ રાષ્ટ્રપતિ બન્યાં હતા. પ્રતિદ્વંદ્વી નિકોલોયને માત્ર 13.6% મત મળ્યા હતા.
- પુતિન સરકારના સારા ગુણઃ કોઈ જ નહીં
- ઉણપઃ પુતિને ચૂંટણીની ચર્ચામાં ભાગ ન લીધો. મીડિયા પર નિયંત્રણ ઈચ્છતા હતા.

2012


- પુતિન 63.3% વોટ મેળવીને જીત્યાં હતા. તેમના મુકાબલે કોમ્યુનિસ્ટ જ્યૂગનોવને માત્ર 17.1% મત મળ્યાં હતા.

- પુતિન સરકારના સારા ગુણઃ કોઈ જ નહીં.
- ઉણપઃ પુતિને પોતાના હરીફોને સાફ કરી દીધાં. સત્તા માટે પક્ષપાતી મીડિયા કવરેજ કરાવ્યું. પ્રશાસનિક શક્તિને ખંડિત કરી દીધી.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

60 ટકા થયેલા મતદાનનમાં પુતિનને 76 ટકા વોટ મળ્યા
60 ટકા થયેલા મતદાનનમાં પુતિનને 76 ટકા વોટ મળ્યા
X
ચોથીવાર રશિયાના રાષ્ટ્રપતિ બન્યા પુતિન,ચોથીવાર રશિયાના રાષ્ટ્રપતિ બન્યા પુતિન,
60 ટકા થયેલા મતદાનનમાં પુતિનને 76 ટકા વોટ મળ્યા60 ટકા થયેલા મતદાનનમાં પુતિનને 76 ટકા વોટ મળ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App