1

Divya Bhaskar

Home » International News » Latest News » International » Final message from girl, 12, feared to be among 64 people who died

રશિયામાં આગઃ‘શ્વાસ નથી લઇ શકતી’ મૃત્યાંક 64ને પાર, 41 બાળકો ગુમ

Divyabhaskar.com | Last Modified - Mar 26, 2018, 08:49 PM IST

વીડિયોમાં કેટલાંક લોકો પોતાનો જીવ બચાવવા બારીઓમાંથી કૂદતા જોવા મળી રહ્યા છે.

 • Final message from girl, 12, feared to be among 64 people who died
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  રશિયામાં આગઃ‘શ્વાસ નથી લઇ શકતી’ મૃત્યાંક 64ને પાર, 41 બાળકો ગુમ

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયામાં કેમેરોવો શહેરના એક શોપિંગ સેન્ટરમાં રવિવારે આગ લાગવાના કારણે મૃત્યુઆંક 64 થઇ ગયો છે. હજુ સુધી કેટલાંક શબની ઓળખ નથી થઇ શકી. 41 બાળકો હજુ પણ ગુમ છે. બચાવકાર્યમાં લાગેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, ગુમ થયેલા લોકોની ભાળ મળવાની આશા ઓછી છે. સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આગ સૌથી પહેલાં મોલના ચોથા માળે લાગી. સોશિયલ મીડિયામાં આ ઘટના સાથે જોડાયેલા અનેક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાંક લોકો પોતાનો જીવ બચાવવા બારીઓમાંથી કૂદતા જોવા મળી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, એક બાળકે ફોમ એરિયામાં લાઇટર સળગાવી દેતા આગ લાગી છે.

  64 લોકો જીવતા ભૂંજાયા, 41 બાળકો ગુમ


  - કેમેરોવોના શોપિંગ મોલમાં લાગેલી આગનો મૃત્યુઆંક 64 સુધી પહોંચી ગયો છે. જેમાં મૃતકોમાં સૌથી વધુ સંખ્યા બાળકોની છે.
  - 12 વર્ષની વિક્ટોરિયા પુન્કિનાની આન્ટીએ કહ્યું કે, તે મને અંદરની બૂમો પાડી રહી હતી કે, હું શ્વાસ નથી લઇ શકતી.
  - વધુ એક 11 વર્ષીય બાળક સેર્ગેઇ મોસ્કાલેન્કોએ બારીમાંથી કૂદકો માર્યો હતો, જ્યારે તેનું ફેમિલી મોતને ભેટ્યું છે.
  - લોકલ ગવર્નર અમાન તુલીવે ભોગ બનેલાઓને 11.41 લાખની રકમ આપવાની જાહેરાત કરી છે.
  - આગમાં પ્રાણીસંગ્રહાલયના 200 જેટલાં પ્રાણીઓના મોત થયા હોવાની પણ આશંકા છે.

  ક્યાંથી ભડકી આગ?


  - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગ સૌથી પહેલાં ચોથા માળે આવેલા ચેરી એન્ટરટેઇનમેન્ટ કોમ્પલેક્સમાં લાગી. ઘટનાનો શિકાર બનેલા મોટાંભાગના લોકો સિનેમાહોલમાં હતા.
  - રશિયાના ઇન્વેસ્ટિગેટિવ કમિટી અનુસાર, આગના કારણે બે સિનેમાહોલની છત પડી ગઇ. કાટમાળમાં હજુ પણ અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
  - નજરે જોનારા લોકોએ જણાવ્યું કે, શોપિંગ મોલમાં એક ઝૂ અને કેટલીક રેસ્ટોરાં પણ હતી.


  કેવી રીતે લાગી આગ?


  - પોલીસ હજુ સુધી આગ લાગવાના કારણ વિશે જાણકારી નથી મેળવી શકી. ઘટનાની તપાસ માટે અધિકારીઓને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.
  - એક પ્રાથમિક તપાસ અનુસાર, કોઇ બાળકે ફોમ એરિયામાં લાઇટર સળગાવતા આગ લાગી હોવાનું તારણ છે.

  ધુમાડાના કારણે બચાવકાર્યમાં મુશ્કેલી


  - બચાવકાર્યમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટના 650થી વધુ કર્મચારીઓ ગોઠવવામાં આવ્યા છે.
  - ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ ત્રીજાં માળે બનેલા એક સિનેમાહોલમાં ધૂમાડો અને છત ધસી પડવાના કારણે ત્યાં પહોંચી શક્યા નથી.

  ક્યાં છે કેમોરોવો?


  - કેમોરોવો સાઇબેરિયાનું એક મહત્વનું કોલસા ખાણવાળું શહેર છે. જે મોસ્કોથી અંદાજિત 3600 કિલોમીટરના અંતરે આવેલું છે.
  - ઓસ્ટ્રિયાના ચાન્સેલર સેબસ્ટીન કુર્જે ઘટનાના શિકાર લોકોના પરિવારો અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

  (Latest Gujarati News | Gujarat Samachar) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચો આજનું રાશિફળ, રાષ્ટ્રીય સમાચાર, આંતરરાષ્ટ્રીય સમાચાર, બોલીવુડ સમાચાર અને રમત સમાચાર બધાથી ઝડપી દિવ્ય ભાસ્કર વેબસાઈટ પર.
  (Read News in Gujarati from Divya Bhaskar)
 • Final message from girl, 12, feared to be among 64 people who died
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  એક 11 વર્ષીય બાળક સેર્ગેઇ મોસ્કાલેન્કોએ બારીમાંથી કૂદકો માર્યો હતો, જ્યારે તેનું ફેમિલી મોતને ભેટ્યું છે.
 • Final message from girl, 12, feared to be among 64 people who died
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગ સૌથી પહેલાં ચોથા માળે આવેલા ચેરી એન્ટરટેઇનમેન્ટ કોમ્પલેક્સમાં લાગી.
 • Final message from girl, 12, feared to be among 64 people who died
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  કાટમાળમાં હજુ પણ અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
 • Final message from girl, 12, feared to be among 64 people who died
  એક પ્રાથમિક તપાસ અનુસાર, કોઇ બાળકે ફોમ એરિયામાં લાઇટર સળગાવતા આગ લાગી હોવાનું તારણ છે.

More From International News

Trending