ટ્રમ્પ v/s પુતિન: પરમાણુ કરારમાંથી બહાર થવાની ટ્રમ્પની ધમકી, પુતિને કહ્યું - રશિયા પણ બનાવશે મિસાઇલ્સ

divyabhaskar.com

Dec 06, 2018, 12:32 PM IST
પોમ્પિયોના આઇએનએફ અંગેના નિવેદન બાદ પુતિને કહ્યું કે, પરમાણુ હથિયારો મામલે અમે એ જ કરીશું જે તમે કરશો. (ફાઇલ)
પોમ્પિયોના આઇએનએફ અંગેના નિવેદન બાદ પુતિને કહ્યું કે, પરમાણુ હથિયારો મામલે અમે એ જ કરીશું જે તમે કરશો. (ફાઇલ)

- રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિને કહ્યું કે, અમેરિકા કરારમાંથી બહાર જશે તો અમે પણ પ્રતિબંધિત મિસાઇલ બનાવવાનું શરૂ કરીશું
- અમેરિકાએ રશિયાને ચેતવણી આપી હતી કે, 60 દિવસની અંદર પોતાની મિસાઇલ્સ નષ્ટ કરે તો અમેરિકા પરમાણુ હથિયારોનો ખડકલો કરશે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇન્ટરમીડિયેટ-રેન્જ ન્યૂક્લિયર ફોર્સિસ ટ્રીટીને લઇને રશિયા અને અમેરિકા આમને-સામને આવી ગયા છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને આલોચના કરી છે. પુતિને કહ્યું કે, અમેરિકા પ્રતિબંધિત મિસાઇલોને વિકસિત કરે છે તો રશિયા પણ કરશે. આ પહેલા અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ નાટોની એક બેઠકમાં જાહેરાત કરી હતી કે, રશિયાની છેતરપિંડીના કારણે અમેરિકા 60 દિવસોમાં INF (ઇન્ટરમીડિયેટ-રેન્જ ન્યૂક્લિયર ફોર્સિસ ટ્રીટી) હેઠળ પોતાના દાયિત્વને છોડી દેશે.

અમે એ જ કરીશું જે તમે કરશોઃ પુતિન


- પોમ્પિયોના આઇએનએફ અંગેના નિવેદન બાદ પુતિને કહ્યું કે, અમેરિકન સહયોગીઓનું માનવું છે કે સ્થિતિ બદલાઇ ગઇ છે અને અમેરિકાની પાસે આ પ્રકારના હથિયાર હોવા જોઇએ. અમારી પ્રતિક્રિયા શું હશે? અત્યંત સરળ, આ મામલે અમે એ જ કરીશું જે તમે કરશો.
- અમેરિકાએ એવો દાવો કર્યો હતો કે, મોસ્કો કોલ્ડ વૉર દરમિયાનના મહત્વના પરમાણુ હથિયાર સંધિનું ઉલ્લંઘન કરી રહ્યું છે. રશિયાએ આ તમામ દાવાઓ નકાર્યા હતા.

રશિયાએ કરારનું ઉલ્લંઘન કર્યુઃ ટ્રમ્પ


- પોમ્પિયો પહેલાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, રશિયાએ ઓછા અંતરની એક નવી મિસાઇલ બનાવીને આ સંધિનું ઉલ્લંઘન કર્યુ છે, આ માટે અમેરિકા આ સમજૂતીને માન્ય નહીં રાખે.
- આ પહેલાં સોમવારે ટ્રમ્પે કહ્યું કે, તેઓ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરવા ઇચ્છે છે.
- ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે, રશિયાએ નોવેટર 9M729 મિસાઇલ ગોઠવી છે જે સંધિનું ઉલ્લંઘન છે. INF સંધિ હેઠળ જમીનથી હવામાં પ્રહાર કરતી 500થી 5,500 કિલોમીટર રેન્જની મિસાઇલ્સ પ્રતિબંધિત છે.
- મંગળવારે ટ્રમ્પે કહ્યું હતું કે, જો રશિયા 60 દિવસોમાં પોતાની મિસાઇલ્સ ખતમ નહીં કરે તો અમેરિકા સંધિથી અલગ થશે અને પરમાણુ હથિયારોનો ખડકલો કરી દેશે.


શું છે INF?


- સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રેસિડન્ટ રોનાલ્ડ રીગન અને તત્કાલિન સોવિયેત સંઘના પ્રેસિડન્ટ મિખાઇલ ગોર્વાચોફે ઇન્ટરમીડિયેટ-રેન્જ ન્યૂક્લિયર મિસાઇલોને સમાપ્ત કરવા માટે 8 ડિસેમ્બર, 1987ના રોજ એક સંધિ કરી હતી.
- આ સંધિક હેઠળ બંને દેશોને પોતાની અમુક મિસાઇલોને નષ્ટ કરીને તેની સંખ્યા નિશ્ચિત કરવાની હતી.
- ઉલ્લેખનીય છે કે, આ સંધિ બાદ 1991 સુધી અંદાજિત 2700 મિસાઇલોને નષ્ટ કરવામાં આવી હતી.

X
પોમ્પિયોના આઇએનએફ અંગેના નિવેદન બાદ પુતિને કહ્યું કે, પરમાણુ હથિયારો મામલે અમે એ જ કરીશું જે તમે કરશો. (ફાઇલ)પોમ્પિયોના આઇએનએફ અંગેના નિવેદન બાદ પુતિને કહ્યું કે, પરમાણુ હથિયારો મામલે અમે એ જ કરીશું જે તમે કરશો. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી