• Home
  • International News
  • Latest News
  • International
  • રશિયા યુકેના ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સાઇબર અટેક કરી રહ્યું છે | It is targeting thousands of laptops and phones in UK

પુતિને કર્યો સાઇબર અટેક? યુકે અને યુએસની કરોડો કોમ્યુ. સિસ્ટમ થશે ઠપ્પ

મોસ્કોએ કહ્યું કે, તેઓ યુએસ અને અન્ય દેશોમાં કોઇ પણ પ્રકારે સાઇબર અટેકની તૈયારીઓ નથી કરી રહ્યા

divyabhaskar.com | Updated - Apr 17, 2018, 03:12 PM
રશિયા યુકેના કરોડો સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ફોન, લેપટોપ્સ અને કોમ્પ્યુટર્સ હેક કરવા સહિત બ્રિટનના ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સાઇબર અટેક કરી રહ્યું છે
રશિયા યુકેના કરોડો સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ફોન, લેપટોપ્સ અને કોમ્પ્યુટર્સ હેક કરવા સહિત બ્રિટનના ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સાઇબર અટેક કરી રહ્યું છે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયામાં જોઇન્ટ મિલિટરી સ્ટ્રાઇક્સના જવાબમાં રશિયા સાઇબર અટેકની તૈયારી કરી રહ્યું હોવાનું સીનિયર સિક્યોરિટી એક્સપર્ટે ચેતવણી આપી છે. બ્રિટનના સિક્યોરિટી એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, રશિયા યુકેના કરોડો સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ફોન, લેપટોપ્સ અને કોમ્પ્યુટર્સ હેક કરવા સહિત બ્રિટનના ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સાઇબર અટેક કરી રહ્યું છે. એક્સપર્ટ્સે જણાવ્યું કે, એકવાર મોસ્કોના એજન્ટ્સ આ કોમ્યુનિકેશન સિસ્ટમ પર એક્સેસ મેળવી લેશે ત્યારબાદ તેઓ નક્કી કરશે કે કેવી રીતે હુમલો કરવો છે.

સીરિયા સ્ટ્રાઇક્સ બાદ રજૂ થયો રિપોર્ટ


- સિક્યોરિટી એક્સપર્ટ્સનો આ રિપોર્ટ એવા સમયે રજૂ થયો છે જ્યારે સીરિયા એર સ્ટ્રાઇક્સ બાદ બ્રિટન સાંસદોએ સાઇબર અટેકની ચિંતા વ્યક્ત કરી હતી.
- બ્રિટનના એક્સપર્ટ્સે થેરેસા મેને જોઇન્ટ મિલિટરી સ્ટ્રાઇક્સ બાદ ચેતવણી આપી હતી કે, આ હુમલા બાદ રશિયા બ્રિટનના એનર્જી નેટવર્ક્સ, આર્મ્ડ ફોર્સ, એનર્જી સર્વિસ પર સાઇબર સ્ટ્રાઇક્સ કરી શકે છે.
- બ્રિટિશ પીએમને આ જ પ્રકારની ચેતવણી GCHQ અને એફબીઆઇએ પણ આપી હતી.
- યુકે અને યુએસ ગવર્મેન્ટે આપેલા સામૂહિક નિવેદન અનુસાર, હાલ તેઓની સરકાર સાઇબર-ડિફેન્સની તપાસ કરી રહી છે. જેથી ભવિષ્યમાં આ પ્રકારના કોઇ પણ હુમલાથી બચી શકાય.

- આ ઉપરાંત યુકે ઇન્ટેલિજન્સ ઓફિસર્સને મોસ્કો તરફથી આ પ્રકારની કોઇ પણ ગતિવિધિ પર ચાંપતી નજર રાખવાના અને સમય આવ્યે વળતો હુમલો કરવા માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે.


યુકે, યુએસ દ્વારા ટેક્નિકલ એલર્ટ જાહેર


- રશિયન હેકર્સ કરોડો લોકોના કોમ્પ્યુટર ડિવાઇસ હૅક કરી રહી છે જેથી તેઓ ભવિષ્યમાં સાઇબર અટેક માટે એક ચોક્કસ પ્રકારનું નેટવર્ક તૈયાર કરી શકે.
- અમેરિકા અને યુકે તરફથી આ પ્રકારે પહેલીવાર 'ટેક્નિકલ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સામાન્ય લોકો સહિત મોટાં બિઝનેસ હાઉસને પણ ચોક્કસ પગલાં ઉઠાવવાની તાકીદ કરવામાં આવી છે.
- બ્રિટિશ ઇન્ટેલિજન્સ એજન્સી જીસીએચક્યુના નેશનલ સાઇબર સિક્યોરિટી સેન્ટર (એનસીએસી)ના ચીફ એક્ઝિક્યૂટિવ સિરાન માર્ટિનના જણાવ્યા અનુસાર, રશિયા પાસે દુશ્મનોને પાયમાલ કરવાનું સૌથી સક્ષમ સાઇબર સ્પેસ છે.
- સિરાન માર્ટિનના જણાવ્યા અનુસાર, અમેરિકન સિક્યોરિટી સર્વિસ પર થતાં તમામ હુમલાઓ સ્પષ્ટ રીતે યુકેને પણ અસર કરશે. જેમાં આ બંને દેશોના એનર્જી સેક્ટરનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારના હુમલાનો હેતુ જાસૂસી છે, આ હેકર્સ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના ડેટા ચોરી કરે છે. જે હેઠળ કરોડો મશીનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જેથી કનેક્ટિવિટીને કંટ્રોલ કરી શકાય.

આગળની સ્લાઇડ્સમાં જાણો, રશિયા તરફથી આવા કોઇ સાઇબર અટેક થયાનો ઇન્કાર...

અમેરિકા અને યુકે તરફથી આ પ્રકારે પહેલીવાર 'ટેક્નિકલ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે
અમેરિકા અને યુકે તરફથી આ પ્રકારે પહેલીવાર 'ટેક્નિકલ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે

રશિયા તરફથી આવા કોઇ સાઇબર અટેક થયાનો ઇન્કાર 


- વોશિંગ્ટન અને લંડન તરફથી જોઇન્ટ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે, મોસ્કોના એજન્ટ્સ અમેરિકાના લેક્સ ડેટા સિક્યોરિટી માટે જોખમી સાબિત થશે. 
- જો કે, રશિયા તરફથી આ પ્રકારના આરોપોનો ઇન્કાર કરવામાં આવ્યો છે. મોસ્કોએ કહ્યું કે, તેઓ યુએસ અને અન્ય દેશોમાં કોઇ પણ પ્રકારે સાઇબર અટેકની તૈયારીઓ નથી કરી રહ્યા. 
- ઉલ્લેખનીય છે કે, યુએસ અને રશિયાના સંબંધોમાં મોસ્કોના જાસૂસને બ્રિટનમાં ઝેર આપવાના મામલે અને સીરિયાની જોઇન્ટ મિલિટરી સ્ટ્રાઇક્સ બાદ તણાવ વધી રહ્યો છે. 

 

બ્રિટિશ પીએમને આ જ પ્રકારની ચેતવણી GCHQ અને એફબીઆઇએ પણ આપી હતી.
બ્રિટિશ પીએમને આ જ પ્રકારની ચેતવણી GCHQ અને એફબીઆઇએ પણ આપી હતી.
X
રશિયા યુકેના કરોડો સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ફોન, લેપટોપ્સ અને કોમ્પ્યુટર્સ હેક કરવા સહિત બ્રિટનના ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સાઇબર અટેક કરી રહ્યું છેરશિયા યુકેના કરોડો સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ફોન, લેપટોપ્સ અને કોમ્પ્યુટર્સ હેક કરવા સહિત બ્રિટનના ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સાઇબર અટેક કરી રહ્યું છે
અમેરિકા અને યુકે તરફથી આ પ્રકારે પહેલીવાર 'ટેક્નિકલ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છેઅમેરિકા અને યુકે તરફથી આ પ્રકારે પહેલીવાર 'ટેક્નિકલ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે
બ્રિટિશ પીએમને આ જ પ્રકારની ચેતવણી GCHQ અને એફબીઆઇએ પણ આપી હતી.બ્રિટિશ પીએમને આ જ પ્રકારની ચેતવણી GCHQ અને એફબીઆઇએ પણ આપી હતી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App