Home » International News » Latest News » International » Reseach report says Britain queen Elizabeth is direct discendent of Prophet

બ્રિટનની ક્વીન એલિઝાબેથ મોહમ્મદ પેગંબરની છે વંશજ: રિપોર્ટમાં દાવો

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 01:38 PM

મોરક્કોના એક અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ મહારાણી એલિઝાબેથ એક સમયે સ્પેનમાં રાજ કરનારા અરબી બાદશાહોની વંશજ છે

  • Reseach report says Britain queen Elizabeth is direct discendent of Prophet
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    એક નવી શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટેનની ક્વીન એલિઝાબેથ ઈસ્લામના સંસ્થાપક મોહમ્મદ પેગંબરના વંશજ છે. (ફાઇલ)

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ એક નવી શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટેનની ક્વીન એલિઝાબેથ ઈસ્લામના સંસ્થાપક મોહમ્મદ પેગંબરના વંશજ છે. માર્ચ મહિનામાં મોરક્કોના એક અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ મહારાણી એલિઝાબેથ એક સમયે સ્પેનમાં રાજ કરનારા અરબી બાદશાહોની વંશજ છે અને તેથી જ મોહમ્મદ પેગંબરની વંશજ થયા.

    મોરક્કોના એક અખબારે કર્યો દાવો

    - મોરક્કોના અરબી અખબાર અલ-ઔસબા દ્વારા પ્રકાશિત એક રિપોર્ટમાં મહારાણી એલિઝાબેથની દીકરી વિશે દાવો કરવામાં આવ્યો છે કે તેઓ ફાતિમાની 43મી પેઢી સાથે સંબંધ ધરાવે છે.

    - ઉલ્લેખનીય છે કે, આ વિશે પહેલો રિપોર્ટ વર્ષ 1986માં હેરાલ્ડ બી બ્રુક્સ બેકર નામની વંશાવલી એક્સપર્ટે રજૂ કર્યો હતો.

    મહારાણી એલિઝાબેથ કેવી રીતે મોહમ્મદ પેગંબરના વંશજ?

    - આ રિપોર્ટના લખનારા લેખક અબ્દલ હામિદ અલ-અવનીએ દાવો કર્યો છે કે એલિઝાબેથ દ્વિતીય દુનિયાની સૌથી લાંબી વિરાસત ધરાવતી રાણી માનવામાં આવી શકે છે.

    - રિપોર્ટમાં લેખકે એમ પણ દાવો કર્યો છે કે એલિઝાબેથ મોરક્કોના બાદશાહ મોહમ્મદ ચતુર્થ અને જોર્ડનના બાદશાહ અબ્દુલ્લા દ્વિતીયની સંબંધી છે.
    - અખબાર મુજબ, 11મી સદીમાં સેવિલેના શાસક અબુ-અલ-કાસિમ મોહમ્મદ-બિન-અબ્બાદ મોહમ્મદ પેગંબરની દીકરી ફાતિમાના વંશજ હતા.
    - કાસિમ વર્ષ 1023માં અલ-એંડુલુસના સેવિલના શાસક બન્યા હતા.
    - કાસિમની એક દીકરી જાયદા હતી. અબ્બાસી સલ્તનત પર અલ્મોરાવિદ શાસકોના હુમલા સમયે જાયદા ભાગીને સ્પેન ચાલી ગઈ હતી.

    આગળની સ્લાઇડમાં વાંચો, અહેવાલમાં આપવામાં આવ્યો છે આવો તર્ક

  • Reseach report says Britain queen Elizabeth is direct discendent of Prophet
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આ વિશે પહેલો રિપોર્ટ વર્ષ 1986માં હેરાલ્ડ બી બ્રુક્સ બેકર નામની વંશાવલી એક્સપર્ટે રજૂ કર્યો હતો. (ફાઇલ)

    અહેવાલમાં આપવામાં આવ્યો છે આવો તર્ક

     

    સ્પેનમાં જ જાયદાએ પોતાનું નામ બદલીને ઈજાબેલ રાખી લીધું અને રોમન કેથોલિક ધર્મ અપનાવી લીધો હતો.

    - જાયદાએ સ્પેનના રાજા અલફાંસા ષષ્ટમ સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ તેમને એક દીકરી જન્મી જેનું નામ સાંચા રાખવામાં આવ્યું હતું.
    - સાંચાના વંશજ કેમ્બ્રિજના ત્રીજા અર્લ રિચર્ડ હતા જે ઈંગ્લેન્ડના રાજા એડવર્ડ તૃતીયના પૌત્ર હતા.
    - રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોરક્કો, એંડુલૂસિયા અને યૂરોપના રાજાઓમાં મોહમ્મદ પેગંબરનું લોહી દોડી રહ્યું હતું.

     

    આગળની સ્લાઇડમાં વાંચો, ઈતિહાસકારો કરી રહ્યા છે જુદા-જુદા દાવા

  • Reseach report says Britain queen Elizabeth is direct discendent of Prophet
    ક્વીન એલિઝાબેથની વંશાવલી

    ઈતિહાસકારો કરી રહ્યા છે જુદા-જુદા દાવા

     

    - મહત્વપૂર્ણ છે કે, 91 વર્ષીય એલિઝાબેથ રાષ્ટ્રમંડળ દેશોના પ્રમુખ છે.

    - રાષ્ટ્રમંડળ તે દેશોનો સમૂહ છે જે એક સમયે બ્રિટનને આધિન હતા.
    - જોકે એક વાત એ પણ છે કે મહારાણી એલિઝાબેથના વંશજોને લઈને ઈતિહાસકારોના પોત પોતાના દાવા છે પરંતુ હાલ બર્મિઘમ પેલેસ તરફથી તેની પર કોઈ પણ નિવેદન કરવામાં આવ્યું નથી.   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ