યુરોપ / જર્મનીમાં 36 ઇંચ બરફવર્ષા; અત્યાર સુધી 17નાં મોત, 2000 ફસાયા, 100થી વધુ અકસ્માત

divyabhaskar.com | Updated - Jan 11, 2019, 03:33 PM
આગામી બે દિવસોમાં હજુ 6 ફૂટ (72 ઇંચ) વધુ બરફવર્ષા થશે તેવી આગાહી છે.
આગામી બે દિવસોમાં હજુ 6 ફૂટ (72 ઇંચ) વધુ બરફવર્ષા થશે તેવી આગાહી છે.
X
આગામી બે દિવસોમાં હજુ 6 ફૂટ (72 ઇંચ) વધુ બરફવર્ષા થશે તેવી આગાહી છે.આગામી બે દિવસોમાં હજુ 6 ફૂટ (72 ઇંચ) વધુ બરફવર્ષા થશે તેવી આગાહી છે.

  • ઓસ્ટ્રિયામાં રાતોરાત 3 ફૂટ બરફવર્ષા થતાં હોહેન્ટાઉટેર્ન ટાઉનમાં 2,000થી ફસાયા હતા
  • બાવેરિયામાં સ્થાનિકોને મિલિટરીએ ફૂડ અને અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડી હતી
  • જર્મનીના મોટાંભાગના શહેરોમાં રેડ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુરોપમાં બરફવર્ષાના કારણે અંધાધૂંધી સર્જાઇ છે. હજારો લોકો હિમપ્રપાતના કારણે રોડ પર ફસાઇ ગયા છે. જર્મની અને ઓસ્ટ્રિયામાં હાઇએસ્ટ રેડ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આગામી બે દિવસોમાં હજુ 6 ફૂટ (72 ઇંચ) વધુ બરફવર્ષા થશે તેવી આગાહી છે. ગુરૂવારે ઓસ્ટ્રિયામાં 16 વર્ષના જર્મન-ઓસ્ટ્રેલિયન યુવક સહિત અત્યાર સુધી 17 લોકોનાં મોત થયા છે. ગુરૂવારે રાત્રે અહીં 3 ફૂટ (36 ઇંચ) બરફવર્ષા થઇ હતી. 

 

 

ગલ્ટ્યૂર ટાઉન સાથે હાલ સંપર્ક ખોરવાયો

2,000 લોકો બરફના કારણે ફસાયા
1.ઓસ્ટ્રિયામાં રાતોરાત 3 ફૂટ બરફવર્ષા થતાં હોહેન્ટાઉટેર્ન ટાઉનમાં 2,000થી ફસાયા હતા. આજે શુક્રવારે પણ અહીં 6 ફૂટ બરફવર્ષા થવાની શક્યતાઓ છે. 
2.યુરોપમાં સતત બરફવર્ષાનું મુખ્ય કારણ આર્કટિકમાંથી આવતા હિમવાયુના કારણે છે. જર્મન વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, ક્લાઇમેટ ચેન્જના કારણે હવામાનમાં નોંધપાત્ર ફેરફારો થયા છે, જેના કારણે બરફવર્ષા થઇ રહી છે. 
જર્મનીમાં 100થી વધુ અકસ્માતો
3.સાઉથ જર્મનીના બાવેરિયામાં ગત રાત્રે એકસાથે 100 અકસ્માતના બનાવો બન્યા હતા. રસ્તાઓ પર બરફના કારણે ઠેરઠેર ટ્રાફિક જામ થયા હતા. 
4.બાવેરિયામાં સ્થાનિકોને મિલિટરીએ ફૂડ અને અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડી હતી. 
5.1999માં ઓસ્ટ્રિયાના ગલ્ટ્યૂરમાં થયેલી હિમવર્ષામાં 31 લોકોનાં મોત થયા હતા. ગુરૂવારે અહીં ફરીથી એવી જ સ્થિતિ સર્જાઇ છે. ગલ્ટ્યૂર સાથે હાલ સંપર્ક ખોરવાયો છે.
જર્મનીમાં રેડ વોર્નિંગ જાહેર કરવામાં આવી
6.જર્મનીની મોટાંભાગની ટ્રેન અને ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ સિવાય જર્મનીમાં એરપોર્ટ સિક્યોરિટી સ્ટાફ હડતાળ પર જતાં ટ્રાવેલિંગમાં વધુ મુશ્કેલીઓ ઉભી થઇ છે. 
7.આલ્પ્સમાં મોટાંભાગની રેલવે લાઇન બંધ કરી દેવામાં આવી છે. આ સપ્તાહના અંત સુધી બાવેરિયામાં શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.  
8.ઇસ્ટ જર્મનીમાં તાપમાન -9C નોંધવામાં આવ્યું છે. જર્મનીના મોટાંભાગના શહેરોમાં રેડ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. વાહનચાલકોને હાલ વિન્ટર ઇક્વિપમેન્ટ સાથે રાખવાની સુચના આપવામાં આવી છે.
9.ઓસ્ટ્રિયાના સાલ્ઝબર્ગ સ્ટેટમાં જાન્યુઆરીમાં 22 ઇંચ બરફ પડતો હોય છે, આ આંકડો હાલમાં 51 ઇંચ પર પહોંચી ગયો છે. 
9,000 ઘરોમાં વીજ પુરવઠો ઠપ
10.જર્મની અને ઓસ્ટ્રિયાના 9,000 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. નોર્વેના આર્કટિક સાલ્વાબર્ડ આઇલેન્ડમાં 100થી વધુ લોકો વાવાઝોડાં અને હિમપ્રપાતમાં ફસાયા હતા. તેઓને રેસ્ક્યૂ ઓપરેશનથી બચાવવામાં આવ્યા હતા. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App