નોટ્રે ડેમ આગ / ફાયર ક્રૂ પાસે પુરતાં સાધનો નહતા? આગ લાગી તે સમયે તાત્કાલિક પગલાં નહીં લીધા હોવાના આરોપ

Why couldn't it be stopped faster and where were the firemen as blaze took hold

  • સ્થાનિકોનો એવો મત છે કે, ફાયર સર્વિસે જેટલી ઝડપથી કામ કરવું જોઇએ તેટલી ઝડપથી નથી કર્યુ
  • મિનિસ્ટ્રીએ કહ્યું કે, એરક્રાફ્ટથી પાણી છોડવું અશક્ય હતું

divyabhaskar.com

Apr 16, 2019, 05:26 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પેરિસમાં 850 વર્ષ જૂની ધરોહર નોટ્રે ડેમ કેથેડ્રલના મુખ્ય ભાગમાં સોમવારે ભીષણ આગ લાગી ગઇ. ફ્રાન્સના ગૃહ મંત્રાલયે કહ્યું કે, 400 ફાયર ફાઇટર્સે આગને કાબૂમાં લાવવાના પ્રયાસ કર્યા હતા. એક તરફ જ્યાં પેરિસના ટ્વીટર પેજ પર હજારો લોકો ફાયર ટીમને બિરદાવી રહી છે, ત્યાં સ્થાનિક અધિકારીઓએ આગને લઇ કેટલાંક મહત્વના પ્રશ્નો ઉભા કર્યા છે.

શું ફાયર ટીમે ઝડપથી કામ ના કર્યું?

પેરિસના ફાયર ચીફે ગત રાત્રે તેમની ટીમને એવું કહીને બિરદાવી હતી કે, તેઓએ કેથેડ્રલને સંપૂર્ણ રીતે નાશ થઇ જતા બચાવી લીધું છે. કમાન્ડર જીન ક્લાઉડ ગેલેટે કહ્યું કે, ફાયર ફાઇટર્સે નોર્થ ટાવર સુધી આગ ના ફેલાય તેનું પણ ધ્યાન રાખ્યું. નોટ્રે ડેમના રૂફનો ત્રીજો ભાગ બળીને ખાખ થઇ ગયો છે અને એક ફાયર ફાઇટર ઘાયલ થયો છે. ફાયર ક્રૂએ આખી રાત સ્ટ્રક્ચરને વધુ નુકસાન ના થાય તેનું ધ્યાન રાખ્યું છે.
જો કે, સ્થાનિકોનો એવો મત છે કે, ફાયર સર્વિસે જેટલી ઝડપથી કામ કરવું જોઇએ તેટલી ઝડપથી નથી કર્યુ. તેઓની પાસે આટલાં મોટાંપાયે લાગેલી આગને કાબૂમાં કરવાના પુરતાં સાધનો પણ નહતા. આગની જ્વાળા કેથેડ્રલના અંદરના ભાગમાં પહોંચી તેના ઘણાં સમય બાદ ક્રૂએ વોટર જેટ્સ ગોઠવ્યા.

શું ક્રૂ પાસે અપુરતા સાધનો હતા?

એવા લોકો જે ટેલિવિઝન પર આ ટ્રેજેડીને જોઇ રહ્યા હતા, તેઓએ પણ સવાલો ઉભા કર્યા છે કે, ફાયર ટીમ પાસે આટલી ઉંચાઇએ લાગેલી આગને પહોંચી વળવા પુરતા સાધનો નહતા. ફ્રાન્સના ગૃહ મંત્રાલયે આ તમામ સવાલો સામે ક્રૂ સર્વિસનો બચાવ કર્યો હતો કે આગના સમાચાર બાદ તેઓએ તાત્કાલિક 400 ટીમ મેમ્બર્સને મોકલી આપ્યા હતા.
મિનિસ્ટ્રીએ કહ્યું કે, એરક્રાફ્ટથી પાણી છોડવું તે અશક્ય હતું કારણ કે, આટલી ઉંચાઇએથી પાણી છોડતાં બિલ્ડિંગ પડી જવાની શક્યતાઓ વધારે હતો. એક ઓનલાઇન સ્ટેટમેન્ટમાં મંત્રીએ કહ્યું કે, આગ પર કાબૂ મેળવવા એક અસાધારણ ડિવાઇસનો પણ ઉપયોગ થયો હતો, જેને ક્રેન દ્વારા ઉપર સુધી લઇ જવામાં આવ્યું હતું.
જો કે, આગની જે તસવીરો સામે આવી રહી છે તેમાં સ્થાનિક લોકોએ સવાલો ઉઠાવ્યા છે કે, શા માટે આગના સ્થળે ચેરી-પિકર્સ ક્રેન મોકલવામાં ના આવ્યા. આ પ્રકારના ક્રેન વધુ ઉંચાઇએ જઇ શકે તેમ હતા અને છતની આસપાસ ગોઠવીને આગને ઝડપથી ફેલાતી અટકાવવી શક્ય બની હોત.
પેરિસ ઓથોરિટીએ સવાલોના જવાબમાં કહ્યું કે, ફાયર ટીમ આ બિલ્ડિંગના ટોચ પર જઇ શકે તે લગભગ અશક્ય છે. ઇમરજન્સી સર્વિસ સૂત્રના જણાવ્યા અનુસાર, આગ ઉંચાઇએ લાગી છે અને અહીં સુધી પહોંચવા માટે સ્ટોન અથવા સ્પાઇરલ સીડીની જરૂર પડે છે. જેનો અર્થ એ થયો કે, આગ ગમે તે ક્ષણે ગુંબજ સુધી ફેલાય તેવી શક્યતાઓ હતી.
કેથેડ્રલની નજીક રહેતા સ્થાનિક મિશેલ ડ્યૂપોન્ટે કહ્યું કે, મોટાંભાગના ઇક્વિપમેન્ટ સાઇટ પર નહતા અને આગ પર સીધું પાણી ફેંકાય તેવી સુવિધાવાળા સાધનોનો અભાવ હતો. અન્ય એક રહીશે કહ્યું કે, આપણી પાસે કેલિફોર્નિયાના ફાયર ફાઇટર્સ હોવા જોઇએ.

શા માટે કેથેડ્રલ પર ઉપરથી પાણી ના ફેંકાયું?

ઓથોરિટીએ કહ્યું કે, આ ઐતિહાસિક બિલ્ડિંગ પર ઉપરથી પાણી ફેંકવાનો આઇડિયા અમલમાં ના મુકી શકાય કારણ કે તેનાથી આ બિલ્ડિંગની મહત્વની ચીજવસ્તુઓ ખરાબ થવાની અને આસપાસના લોકોને ઇજા થવાની સંભાવનાઓ હતી. જો વધારે આગ લાગે તો વોટર બોમ્બર જેટ જેને કેનેડેર કહેવાય છે, તેમાંથી મોટી માત્રામાં પાણી ફેંકાયું હતું. ફ્રેન્ચ ન્યૂઝ સાઇટ અનુસાર, કેનેડેર પ્રોજેક્ટ્સ દ્વારા 1,000 લીટરથી વધુ પાણી ફેંકાય છે. જેના કારણે બિલ્ડિંગની આસપાસના લોકોને ઇજા થવાની સંભાવનાઓ વધી જતી હતી.

શા માટે આગ ઝડપથી ફેલાઇ?

રૂફ સ્ટ્રક્ચર મોટાંભાગે લાકડામાંથી તૈયાર કરવામાં આવ્યું છે. દરેક બીમને ઓક વૃક્ષમાંથી બનાવવામાં આવ્યા છે. જેનો અર્થ એ છે કે, 5,000 ઓક તેને બનાવવામાં લાગ્યા છે. આ બિલ્ડિંગ ફૂટબોલ પીચ કરતાં પણ મોટી છે, જેમાં મોટાંભાગે વૂડન વર્ક કરવામાં આવ્યું છે. લાકડાંનો વધુ ઉપયોગ જ આગને વધુ ફેલાવવાનું કારણ બન્યું. ઓફિશિયલ્સે હજુ સુધી આગ લાગવાના ચોક્કસ કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

આગળ જુઓ, કેથેડ્રલમાં આગ લાગી તે સમય અને આગ બૂઝાવી દીધી ત્યારબાદની તસવીરો...X

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી