રશિયાઃ બોગસ મતદાનનો દાવો સાચો? સીસીટીવી ફૂટેજમાં સામે આવી હકીકત

કુસ્તીબાજો, નન અને ઇલેક્શન ઓફિશિયલ્સ સુદ્ધાં વોટ ફિક્સિંગ કરતાં કેમેરામાં ઝડપાયા

divyabhaskar.com | Updated - Mar 19, 2018, 12:28 PM
મોસ્કોના લ્યુબર્ટસી વિસ્તારમાં મતદાન બાદ જે કાગળોનો ઢગલો થયો હતો, તેને ઇલેક્શન ઓફિસરોએ બેલેટ બોક્સમાં નાખ્યો હતો.
મોસ્કોના લ્યુબર્ટસી વિસ્તારમાં મતદાન બાદ જે કાગળોનો ઢગલો થયો હતો, તેને ઇલેક્શન ઓફિસરોએ બેલેટ બોક્સમાં નાખ્યો હતો.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયામાં પુતિનની અભૂતપૂર્વ જીત થઇ છે, તેઓ ચોથી વાર ફરીથી 6 વર્ષ માટે પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઇ આવ્યા છે. ગત રવિવારે યોજાયેલી ચૂંટણીમાં તેઓને 73.9 ટકાથી વધુ વોટ્સ મળ્યા છે, જે ગત ચૂંટણી કરતાં 13 ટકા વધારે છે. જો કે, વિપક્ષે ચૂંટણીમાં બોગસ મતદાન થયું હોવાના આરોપ લગાવ્યા છે. પુતિનને સપોર્ટ કરતી ઓથોરિટીએ અઢળક ફંડ એકઠું કરીને પુતિનની આગામી છ વર્ષ સુધીની જીત નક્કી કરવામાં કોઇ કસર છોડી નથી. પુતિને મોસ્કોમાં મતદાન કર્યુ હતું, મતદાન બાદ પુતિને કહ્યું કે, તેને મળતાં ઓછામાં ઓછા વોટ્સને પણ તેઓ પોતાની જીત તરીકે જોશે. આ તમામ વાતોની વચ્ચે મોસ્કોના મતદાન ક્ષેત્રના બહાર આવેલા વીડિયોમાં ઇલેક્શન ઓફિશિયલ બેલેટ બોક્સની બહાર પડેલાં કાગળોને બેલેટમાં નાખતા ઝડપાઇ ગયા છે.

સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું સત્ય


- મોસ્કોના એક વિસ્તાર લ્યુબર્ટ્સીમાં મતદાન બિલ્ડિંગમાં રાખેલા સીસીટીવી ફૂટેજમાં ઇલેક્શન ઓફિશિયલ્સ બેલેટ બોક્સમાં આસપાસ પડેલાં કાગળો નાખતા ઝડપાયા હતા.
- ત્યારબાદ વધુ એક ઓફિશિયલ મતપત્રના કાગળોને બોક્સમાં નાખતા જોવા મળ્યા. ઇલેક્શન ઓફિશિયલની ડ્યુટી હોય છે કે, તેઓ મતક્ષેત્રમાં પ્રામાણિકતા દાખવે પરંતુ તેનાથી તદ્દન વિરૂદ્ધ તેઓ છેતરપિંડી કરતા ઝડપાયા હતા.
- દાગેસ્તાનમાં રીલિઝ થયેલા વધુ એક સીસીટીવ ફૂટેજમાં એક વ્યક્તિ બેલેટ બોક્સમાં મત નાખતો જોવા મળે છે. આ દરમિયાન મહિલા ઇલેક્શન ઓફિશિયલ અને ગાર્ડ્સ પણ તેની પાછળ ઉભા હતા.
- આ જ વિસ્તારના અન્ય પોલિંગ બૂથમાં કુસ્તીબાજોના એક જૂથે ઘોંઘાટ કર્યો હતો, જેથી પ્રામાણિક મતદાન ચેક કરવા આવેલા ઓફિશિયલ્સને ગેરમાર્ગે દોરી શકાય. આ ઘોંઘાટ દરમિયાન એક વ્યક્તિએ બેલેટ બોક્સમાં વોટ્સ નાખી દીધા હતા.

ચૂંટણીમાં વિપક્ષોએ કર્યો બોગસ મતદાનનો દાવો


- વિપક્ષ નેતા એલેક્સી નવાલ્નીએ આ ચૂંટણી ફેક ગણાવી હતી. તેઓએ પોતાના સમર્થકોને ચૂંટણીને બોયકોટ કરવાનું કહ્યું હતું. નવાલ્નીએ દેશભરમાં ચૂંટણીમાં ચાલી રહેલી ગરબડ વિશે જાણકારી મેળવવા માટે 33 હજાર વોલેન્ટિયર્સ પણ મોકલ્યા હતા.
- ચૂંટણી અને મતદાન પર નજર રાખતી સંસ્થા ગોલોસના જણાવ્યા અનુસાર, મતદાનના અનેક સ્થળોએ અનિયમિતતા જોવા મળી હતી. જેમ કે,
1) અનેક બેલેટ બોક્સમાં ચૂંટણી શરૂ થતાં પહેલાં જ વોટિંગ પેપર્સ પડેલા હતા.
2) કેટલાંક મતદાન કેન્દ્રો પર ઓબ્ઝર્વર્સને ઘૂસવા દેવામાં આવ્યા નહીં.
3) મતદાન કેન્દ્રો પર લાગેલા કેમેરાને બલૂન્સ અથવા અન્ય ચીજોથી ઢાંકી દેવામાં આવ્યા.
- જો કે, રશિયાની સેન્ટ્રલ ઇલેક્ટોરલ કમિશનના ચીફ એલા પામફિલોવાએ કહ્યું કે, ચૂંટણી દરમિયાન નોંધપાત્ર કહી શકાય તેવી ગરબડની ફરિયાદ આવી નથી.

જીત બાદ 30,000 લોકોને કર્યુ સંબોધન


- સેન્ટ્રલ ઇલેક્શન કમિશને જેવી જાહેરાત કરી કે, પુતિન આ ચૂંટણીમાં 75.9 વોટ્સથી જીત મેળવી છે. પુતિને કહ્યું કે, આ જીત તેઓએ દેશ માટે કરેલા કાર્યની જીત છે.
- રશિયાની રાજધાનીમાં આવેલા રેડ સ્ક્વેરમાં પુતિને 30 હજાર લોકોને સંબોધન કર્યુ હતું. પુતિને કહ્યું કે, 'ભવિષ્ય વિશે વિચાર કરો, આપણી માતૃભૂમિ માટે વિચાર કરો.'
- પોતાના સંબોધનના અંતે પુતિન અને લોકોએ 'રશિયા, રશિયા'ના નારા લગાવ્યા હતા.
- કોન્ફરસન્માં એક રિપોર્ટરે પુતિનને સવાલ કર્યો હતો કે, શું તેઓ આગામી 2014માં પણ પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણી લડશે? તેના જવાબમાં તેઓએ હસ્યા અને કહ્યું કે, 'બસ વર્ષો ગણતા જાવ, તમને શું લાગે છે કે, હું 100 વર્ષનો થઇ ત્યાં સુધી પાવરમાં રહીશ?

આગળની સ્લાઇડ્સમાં જુઓ, રશિયામાં મતદાન દરમિયાન ઇલેક્શન ઓફિશિયલ્સના સીસીટીવી ફૂટેજ...

અન્ય એક પોલિંગ બૂથમાં કુસ્તીબાજોના એક ગ્રુપે ઓબ્ઝર્વર યોગ્ય રીતે ચેકિંગ ના કરી શકે તે માટે હોબાળો મચાવી દીધો હતો.
અન્ય એક પોલિંગ બૂથમાં કુસ્તીબાજોના એક ગ્રુપે ઓબ્ઝર્વર યોગ્ય રીતે ચેકિંગ ના કરી શકે તે માટે હોબાળો મચાવી દીધો હતો.
ઇલેક્શન ઓફિશિયલ્સ પ્રામાણિક મતદાન માટે જવાબદાર હોય છે, પરંતુ અહીં તેઓ બોગસ વોટિંગ કરતાં ઝડપાયા
ઇલેક્શન ઓફિશિયલ્સ પ્રામાણિક મતદાન માટે જવાબદાર હોય છે, પરંતુ અહીં તેઓ બોગસ વોટિંગ કરતાં ઝડપાયા
વધુ એક ફૂટેજમાં બેલેટ પેપરમાં મત નાખતા પહેલાં એક નનના એક ગ્રુપે ચકાસણી કરી હતી કે, મતદારે પુતિનને જ વોટ આપ્યો છે કે નહીં.
વધુ એક ફૂટેજમાં બેલેટ પેપરમાં મત નાખતા પહેલાં એક નનના એક ગ્રુપે ચકાસણી કરી હતી કે, મતદારે પુતિનને જ વોટ આપ્યો છે કે નહીં.
જીત બાદ પુતિને રાજધાનીના રેડ સ્ક્વેરમાં 30,000 લોકોને સંબોધન કર્યુ હતું.
જીત બાદ પુતિને રાજધાનીના રેડ સ્ક્વેરમાં 30,000 લોકોને સંબોધન કર્યુ હતું.
ઓથોરિટીએ અઢળક ફંડ એકઠું કરીને પુતિનની આગામી છ વર્ષ સુધીની જીત નક્કી કરવામાં કોઇ કસર છોડી નથી
ઓથોરિટીએ અઢળક ફંડ એકઠું કરીને પુતિનની આગામી છ વર્ષ સુધીની જીત નક્કી કરવામાં કોઇ કસર છોડી નથી
રોસ્ટોવ-ઓન-દોન બૂથ પર મતદાન કરતાં રશિયન સોલ્જર્સ
રોસ્ટોવ-ઓન-દોન બૂથ પર મતદાન કરતાં રશિયન સોલ્જર્સ
મોસ્કોના રશિયન એકેડમી ઓફ સાયન્સ હેડક્વાર્ટરમાં મતદાન કરવા પહોંચેલા પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન
મોસ્કોના રશિયન એકેડમી ઓફ સાયન્સ હેડક્વાર્ટરમાં મતદાન કરવા પહોંચેલા પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન
રશિયન ઓપોઝિશન લીડર એલેક્સી નવાલ્નીએ પોતાના સમર્થકોને મત નહીં આપવાની સલાહ આપી હતી. એલેક્સી કાયદાકીય કારણોથી ચૂંટણી લડી શક્યા નહતા.
રશિયન ઓપોઝિશન લીડર એલેક્સી નવાલ્નીએ પોતાના સમર્થકોને મત નહીં આપવાની સલાહ આપી હતી. એલેક્સી કાયદાકીય કારણોથી ચૂંટણી લડી શક્યા નહતા.
વિન્ટર સ્વિમિંગ ક્લબ પોલાર બિયરના મેમ્બર્સે બાર્નોઉલ શહેરમાં મતદાન કર્યુ હતું.
વિન્ટર સ્વિમિંગ ક્લબ પોલાર બિયરના મેમ્બર્સે બાર્નોઉલ શહેરમાં મતદાન કર્યુ હતું.
મોસ્કોના મૅનિઝનીયા સ્ક્વેર પર રશિયાનો રાષ્ટ્રધ્વજ લઇને ઇલેક્શન રિઝલ્ટની રાહ જોતા લોકો
મોસ્કોના મૅનિઝનીયા સ્ક્વેર પર રશિયાનો રાષ્ટ્રધ્વજ લઇને ઇલેક્શન રિઝલ્ટની રાહ જોતા લોકો
બેલેટ બોક્સમાં બોગસ મતદાન પેપર નાખવામાં આવ્યા હોવાની અને બળજબરીપૂર્વક કરવામાં આવેલા મતદાનની ફરિયાદ છતાં પણ પુતિન માટે લોકોનો ઉત્સાહ જોવાલાયક હતો.
બેલેટ બોક્સમાં બોગસ મતદાન પેપર નાખવામાં આવ્યા હોવાની અને બળજબરીપૂર્વક કરવામાં આવેલા મતદાનની ફરિયાદ છતાં પણ પુતિન માટે લોકોનો ઉત્સાહ જોવાલાયક હતો.
X
મોસ્કોના લ્યુબર્ટસી વિસ્તારમાં મતદાન બાદ જે કાગળોનો ઢગલો થયો હતો, તેને ઇલેક્શન ઓફિસરોએ બેલેટ બોક્સમાં નાખ્યો હતો.મોસ્કોના લ્યુબર્ટસી વિસ્તારમાં મતદાન બાદ જે કાગળોનો ઢગલો થયો હતો, તેને ઇલેક્શન ઓફિસરોએ બેલેટ બોક્સમાં નાખ્યો હતો.
અન્ય એક પોલિંગ બૂથમાં કુસ્તીબાજોના એક ગ્રુપે ઓબ્ઝર્વર યોગ્ય રીતે ચેકિંગ ના કરી શકે તે માટે હોબાળો મચાવી દીધો હતો.અન્ય એક પોલિંગ બૂથમાં કુસ્તીબાજોના એક ગ્રુપે ઓબ્ઝર્વર યોગ્ય રીતે ચેકિંગ ના કરી શકે તે માટે હોબાળો મચાવી દીધો હતો.
ઇલેક્શન ઓફિશિયલ્સ પ્રામાણિક મતદાન માટે જવાબદાર હોય છે, પરંતુ અહીં તેઓ બોગસ વોટિંગ કરતાં ઝડપાયાઇલેક્શન ઓફિશિયલ્સ પ્રામાણિક મતદાન માટે જવાબદાર હોય છે, પરંતુ અહીં તેઓ બોગસ વોટિંગ કરતાં ઝડપાયા
વધુ એક ફૂટેજમાં બેલેટ પેપરમાં મત નાખતા પહેલાં એક નનના એક ગ્રુપે ચકાસણી કરી હતી કે, મતદારે પુતિનને જ વોટ આપ્યો છે કે નહીં.વધુ એક ફૂટેજમાં બેલેટ પેપરમાં મત નાખતા પહેલાં એક નનના એક ગ્રુપે ચકાસણી કરી હતી કે, મતદારે પુતિનને જ વોટ આપ્યો છે કે નહીં.
જીત બાદ પુતિને રાજધાનીના રેડ સ્ક્વેરમાં 30,000 લોકોને સંબોધન કર્યુ હતું.જીત બાદ પુતિને રાજધાનીના રેડ સ્ક્વેરમાં 30,000 લોકોને સંબોધન કર્યુ હતું.
ઓથોરિટીએ અઢળક ફંડ એકઠું કરીને પુતિનની આગામી છ વર્ષ સુધીની જીત નક્કી કરવામાં કોઇ કસર છોડી નથીઓથોરિટીએ અઢળક ફંડ એકઠું કરીને પુતિનની આગામી છ વર્ષ સુધીની જીત નક્કી કરવામાં કોઇ કસર છોડી નથી
રોસ્ટોવ-ઓન-દોન બૂથ પર મતદાન કરતાં રશિયન સોલ્જર્સરોસ્ટોવ-ઓન-દોન બૂથ પર મતદાન કરતાં રશિયન સોલ્જર્સ
મોસ્કોના રશિયન એકેડમી ઓફ સાયન્સ હેડક્વાર્ટરમાં મતદાન કરવા પહોંચેલા પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનમોસ્કોના રશિયન એકેડમી ઓફ સાયન્સ હેડક્વાર્ટરમાં મતદાન કરવા પહોંચેલા પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન
રશિયન ઓપોઝિશન લીડર એલેક્સી નવાલ્નીએ પોતાના સમર્થકોને મત નહીં આપવાની સલાહ આપી હતી. એલેક્સી કાયદાકીય કારણોથી ચૂંટણી લડી શક્યા નહતા.રશિયન ઓપોઝિશન લીડર એલેક્સી નવાલ્નીએ પોતાના સમર્થકોને મત નહીં આપવાની સલાહ આપી હતી. એલેક્સી કાયદાકીય કારણોથી ચૂંટણી લડી શક્યા નહતા.
વિન્ટર સ્વિમિંગ ક્લબ પોલાર બિયરના મેમ્બર્સે બાર્નોઉલ શહેરમાં મતદાન કર્યુ હતું.વિન્ટર સ્વિમિંગ ક્લબ પોલાર બિયરના મેમ્બર્સે બાર્નોઉલ શહેરમાં મતદાન કર્યુ હતું.
મોસ્કોના મૅનિઝનીયા સ્ક્વેર પર રશિયાનો રાષ્ટ્રધ્વજ લઇને ઇલેક્શન રિઝલ્ટની રાહ જોતા લોકોમોસ્કોના મૅનિઝનીયા સ્ક્વેર પર રશિયાનો રાષ્ટ્રધ્વજ લઇને ઇલેક્શન રિઝલ્ટની રાહ જોતા લોકો
બેલેટ બોક્સમાં બોગસ મતદાન પેપર નાખવામાં આવ્યા હોવાની અને બળજબરીપૂર્વક કરવામાં આવેલા મતદાનની ફરિયાદ છતાં પણ પુતિન માટે લોકોનો ઉત્સાહ જોવાલાયક હતો.બેલેટ બોક્સમાં બોગસ મતદાન પેપર નાખવામાં આવ્યા હોવાની અને બળજબરીપૂર્વક કરવામાં આવેલા મતદાનની ફરિયાદ છતાં પણ પુતિન માટે લોકોનો ઉત્સાહ જોવાલાયક હતો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App