1

Divya Bhaskar

Home » International News » Latest News » International » Putin Will become president for fourth time, popularity rises by 15%

પુતિનનું ચોથીવાર રાષ્ટ્રપતિ બનવું નક્કી, લોકપ્રિયતા 15% વધી

Divyabhaskar.com | Last Modified - Mar 16, 2018, 08:52 AM IST

11 કરોડ લોકો મતદાન કરશે, પુટિન સતત બીજી વાર મેદાનમાં ઉતર્યા છે

  • Putin Will become president for fourth time, popularity rises by 15%
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    11 કરોડ લોકો મતદાન કરશે, પુટિન સતત બીજી વાર મેદાનમાં ઉતર્યા છે

    મોસ્કો: રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રવિવારે મતદાન થશે. રશિયાના 11 કરોડ મતદારો તેમના રાષ્ટ્રપતિ ચૂંટશે. હાલના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ 8 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. પુતિન સતત બીજી વાર અને ઓવરઓલ ચોથી વાર ચૂંટણી મેદાનમાં છે. તમામ ચૂંટણીઓમાં તેમને સફળતા મળી છે. આ વખતે પણ પુતિનની જીત નક્કી જણાય છે. પુતિનના સૌથી મોટા ટીકાકાર એલેક્સી નાવાલ્ની ગેરલાયક ઠર્યા બાદ રેસમાંથી બહાર થઇ ગયા છે. નાવાલ્ની મેદાનમાં હોત તો પુતિન માટે આ ચૂંટણી આટલી સરળ ન હોત.

    પોલમાં વિપક્ષીઓથી 10 ગણા વધુ લોકપ્રિય

    ઓપિનિયન પોલમાં પુતિન વિપક્ષીઓથી 10 ગણા વધુ લોકપ્રિય છે. રશિયન પબ્લિક રિસર્ચ સેન્ટરના પોલ મુજબ ચૂંટણી પહેલાં પુતિનની લોકપ્રિયતામાં 15%નો વધારો થયો છે. અંદાજે 70% લોકો પુતિનને ફરી ચૂંટવા મન બનાવી ચૂક્યા છે જ્યારે તેમના મુખ્ય હરીફને 6.7% લોકોનું સમર્થન છે. ડિસેમ્બરમાં પુતિનનું રેટિંગ 53.5% હતું. આ વખતે વોટિંગ પણ 70%થી નીચે રહેવાનું અનુમાન છે.

    પુતિનનો ખુલાસો: મારા દાદા લેનિન અને સ્ટાલિનના રસોઇયા હતા

    પુતિને ચૂંટણી પહેલાં જ એક ડોક્યુમેન્ટ્રીમાં ખુલાસો કર્યો છે કે તેમના દાદા સ્પિરિડોન પુતિન માર્ક્સવાદી નેતા વ્લાદિમીર લેનિન અને જોસેફ સ્ટાલિનના રસોઇયા હતા. પુતિન જણાવે છે કે તેમના પિતાજી પણ ક્યારેક સ્ટાલિનના ઘરે જતા હતા અને આવીને જણાવતા કે તે લોકો કેવી રીતે રહે છે?

    પિતાજી પણ સ્ટાલિનના ઘરે જતા હતા

    પુતિન 2000 અને 2004માં રાષ્ટ્રપતિ બન્યા. રશિયામાં કોઇ વ્યક્તિ સતત બે વખતથી વધુ રાષ્ટ્રપતિ નથી રહી શકતી. તેવામાં 2008માં તેમણે તેમના સહયોગી ડિમિત્રી મેડવેડેવને ઉમેદવાર બનાવ્યા. ડિમિત્રીએ રાષ્ટ્રપતિ બનતાં જ પુતિનને વડાપ્રધાન બનાવ્યા. 2012માં પુતિન ફરી રાષ્ટ્રપતિ બન્યા અને રાષ્ટ્રપતિનો કાર્યકાળ ચારથી વધારીને 6 વર્ષનો કરી દીધો. હવે તેઓ ચોથી વાર મેદાનમાં છે.

    આગળ વાંચો: જાણો રશિયામાં રાષ્ટ્રપતિ કેવી રીતે ચૂંટાય છે...

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • Putin Will become president for fourth time, popularity rises by 15%
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    વ્લાદિમીર પુટિન, અપક્ષ ( 69.7% લોકોની પસંદ) 

    જાણો રશિયામાં રાષ્ટ્રપતિ કેવી રીતે ચૂંટાય છે...


    - રશિયામાં રાષ્ટ્રપતિને  પ્રત્યક્ષ રીતે જનતા ચૂંટી કાઢે છે. બહુપક્ષીય વ્યવસ્થા છે. 14.2 કરોડની વસતી છે. તેમાં આશરે 11 કરોડ મતદારો છે. રાષ્ટ્રપતિ બનવા માટે 50 ટકાથી વધુ વોટ હાંસલ કરવાના હોય છે. જો કોઇ ઉમેદવાર આ  આંકડા સુધી પહોંચી શકતો નથી તો 3 સપ્તાહ બાદ એટલે 8મી એપ્રિલે ફરી ચૂંટણીઓ યોજાશે. અત્યાર સુધી માત્ર 1996માં જ ફરી ચૂંટણીઓ યોજવાની નોબત આવી હતી.
    - અહીં ઉપરાષ્ટ્રપતિનું પદ જ હોતું નથી. જો રાષ્ટ્રપતિ મૃત્યુ પામે કે હોદ્દાએથી હટી જાય તો વડાપ્રધાન નવા રાષ્ટ્રપતિની ચૂંટણીઓ સુધી કાર્યકારી રાષ્ટ્રપતિ રહે છે. 3 મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજવી પડે છે.


    આગળ વાંચો: વ્લાદિમીર પુટિન અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે

  • Putin Will become president for fourth time, popularity rises by 15%
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    પી.ગ્રુડિનિન, કોમ્યુનિસ્ટ પાર્ટી ( 7.1% લોકોની પસંદ)

    વ્લાદિમીર પુટિન અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે


    - પુટિન અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. રશિયામાં અપક્ષ તરીકે ચૂંટણી લડવા માટે ઉમેદવારે 3 લાખ મતદાતાઓના હસ્તાક્ષર જમા કરાવવા પડે છે. રાજકીય પક્ષથી લડનારાઓને 1 લાખ વોટર્સના હસ્તાક્ષર જમા કરાવવાના હોય છે.


    આગળ વાંચો: પુટિન પર ચૂંટણીમાં હેરાફેરીનો આરોપ છે

  • Putin Will become president for fourth time, popularity rises by 15%
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    વી. વોલ્ફોવિચ, LDPR ( 5.6% લોકોની પસંદ)

    પુટિન પર ચૂંટણીમાં હેરાફેરીનો આરોપ છે


    2012માં રાત્રે 8 વાગે મતદાન પૂરું થયું હતું અને બે કલાક બાદ પુટિનને વિજેતા જાહેર કરાયા હતા. પુટિનના ટીકાકારો કહે છે કે તેમણે ઇલેક્શન સિસ્ટમ હેક કરી લીધી છે. અહીં માત્ર દેખાડા માટે લોકશાહી છે. બે કલાકમાં 11 કરોડ વોટની ગણતરી શક્ય જ નથી.

     

    આગળ વાંચો: રશિયાની ચૂંટણીઓ વિશે એ બધું, જે તમે જાણવા માગો છો

  • Putin Will become president for fourth time, popularity rises by 15%
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    જી. યાવલિન્સ્કી, યાબલોકો પાર્ટી ( 1.1% લોકોની પસંદ)

    રશિયાની ચૂંટણીઓ વિશે એ બધું, જે તમે જાણવા માગો છો

     

    - 1963 કરોડ રૂપિયા ચૂંટણીખર્ચ તરીકે ચૂંટણીપંચને અપાયા છે.
    - 14 હજાર જેટલા બેલેટ પ્રોસેસિંગ અને ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ દરેક કેન્દ્ર પર.
    - 42 લાખ રૂપિયાના ખર્ચે રાષ્ટ્રપતિ ચૂંટણીનો લોગો તૈયાર કરાયો છે.

     

    આગળ વાંચો: પુટિનનું બાળપણ ગરીબીમાં પસાર થયું, ઉંદરો પકડીને છોડવાનું કામ કર્યું, આજે 3 લાખ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક

  • Putin Will become president for fourth time, popularity rises by 15%
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    કે. સોબકક, સિવિક પાર્ટી ( 1.1% લોકોની પસંદ)

    પુટિનનું બાળપણ ગરીબીમાં પસાર થયું, ઉંદરો પકડીને છોડવાનું કામ કર્યું, આજે 3 લાખ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક

     

    - પુટિનનું જીવન અત્યંત ગરીબીમાં પસાર થયું. તેમનો પરિવાર સેન્ટ પીટર્સબર્ગના એક એપાર્ટમેન્ટના બ્લોકમાં અન્ય ત્રણ પરિવારોની સાથે રહેતો હતો. પુટિન ઉંદરો પકડીને બહાર છોડવાનું કામ કરતા હતા.

    - પુટિને 18 વર્ષની વયે જૂડો શીખવાનું શરૂ કર્યું કારણ કે પુટિન પોતાની સમાનવયના લોકોને પોતાને અપરિપક્વ માનતા હતા. તેઓ રશિયન માર્શલ આર્ટ સાંબોના માસ્ટર છે.
    - પુટિને લેનિનગ્રાદ સ્ટેટ યુનિવર્સિટીથી 1975માં કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યાર પછી તેઓ  સોવિયેત ગુપ્તચર એજન્સી કેજીબીમાં સામેલ થયા અને ત્યાં 1991 સુધી કામ કર્યું.
    - રશિયામાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો શ્રેય પુટિનને જાય છે. વર્ષ 2014માં આવેલા ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના રિપોર્ટને માનીએ તો રશિયા દુનિયાનો એવો દેશ છે જ્યાં કરપ્શન સૌથી ઓછું છે.
    - બે પુત્રીઓના પિતા પુટિનની બે પુત્રીઓ મારિયા અને ટેકટરીના છે. એપ્રિલ 2014માં પુટિનના તલાક થઇ ગયા. પુટિને પોતાનું વ્યક્તિગત જીવન છુપાવીને રાખ્યું છે.
    - પુટિનની સંપત્તિ વિશે કહેવામાં આવે છે કે તેઓ 3 લાખ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. રશિયન મીડિયા કહે છે કે પુટિન પાસે 20 બંગલા અને મહેલ છે. તેમાં એક બંગલાની કિંમત 5 હજાર કરોડ રૂપિયા છે.

     

    આગળ વાંચો: આર્થિક ઊથલ-પાથલ

  • Putin Will become president for fourth time, popularity rises by 15%
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    બોરિસ ટિટોવ, પાર્ટી ઑફ ગ્રોથ ( 0.3% લોકોની પસંદ)

    આર્થિક ઊથલ-પાથલ

     

    વધી રહેલી મોંઘવારી અને પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ મોટો પડકાર છે. તેના કારણે મંદી જેવી સ્થિતિ છે. દર ત્રણ વર્ષે લઘુત્તમ ભથ્થાંમાં ઘટાડો થયો છે. જોકે, છેલ્લા થોડાક દિવસથી સ્થિતિમાં સુધરી છે. મોંઘવારી સ્થિર છે. ચૂંટણીના ઠીક પહેલા પુટિને પાર્લામેન્ટમાં બિલ પાસ કર્યું છે. તેના હેઠળ દેશ લઘુત્તમ મજૂરી 197 ડોલર પ્રતિ મહિને કરી દેવામાં આવી છે.

  • Putin Will become president for fourth time, popularity rises by 15%
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સુરાયકિન, કોમ્યુનિસ્ટ ( 0.3% લોકોની પસંદ)
  • Putin Will become president for fourth time, popularity rises by 15%
    સર્ગેઇ બાબુરિન, આરએપીયુ ( 0.3% લોકોની પસંદ)

More From International News

Trending