ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Putin Order for Passenger Plane To Be Downed in 2014 Cancelled After False Bomb Scare

  પુતિને 110 પેસેન્જર્સને ઉડાવી દેવાના આપ્યા હતા આદેશ, ડોક્યુમેન્ટરીમાં ખુલાસો

  divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 11:47 AM IST

  રશિયામાં આગામી 18 માર્ચના રોજ પ્રેસિડન્ટ પદની ચૂંટણી છે અને તેમાં પુતિનના જીતવાની શક્યતાઓ છે
  • રશિયામાં આગામી 18 માર્ચના રોજ પ્રેસિડન્ટ પદની ચૂંટણી છે અને તેમાં પુતિનના જીતવાની શક્યતાઓ છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રશિયામાં આગામી 18 માર્ચના રોજ પ્રેસિડન્ટ પદની ચૂંટણી છે અને તેમાં પુતિનના જીતવાની શક્યતાઓ છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને એક ડોક્યુમેન્ટરી ફિલ્મમાં કહ્યું કે, તેઓએ એક પેસેન્જર પ્લેનને ઉડાવી દેવાનો આદેશ આપ્યો હતો, કારણ કે તેમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. ઉપરાંત આ જ સમયે 2014 સોચી વિન્ટર ઓલિમ્પિકમાં હુમલો થવાનો છે તેવા પણ સમાચાર હતા. બે કલાકની આ ડોક્યુમેન્ટરીને ઓનલાઇન રિલીઝ કરવામાં આવી છે. ડોક્યુમેન્ટરીમાં પુતિને કહ્યું કે, રમત શરૂ થતા પહેલાં તેઓને માહિતી આપવામાં આવી હતી કે યુક્રેનથી તુર્કી જતું પ્લેન હાઇજેક થઇ ગયું છે, પરંતુ આ ન્યૂઝ ખોટાં હતા અને પેસેન્જર પ્લેનને ઉડાવવામાં આવ્યું નહીં. ઉલ્લેખનીય છે કે, રશિયામાં આગામી 18 માર્ચના રોજ પ્રેસિડન્ટ પદની ચૂંટણી છે અને તેમાં પુતિનના જીતવાની શક્યતાઓ છે. ચૂંટણીના થોડાં દિવસો પહેલાં જ આ ડોક્યુમેન્ટરી રિલીઝ કરવામાં આવી છે.

   રવિવારે રશિયામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણી

   - ઉલ્લેખનીય છે કે, રશિયામાં આગામી 18 માર્ચના રોજ પ્રેસિડન્ટ પદની ચૂંટણી છે અને તેમાં પુતિનના જીતવાની શક્યતાઓ છે. ચૂંટણીના થોડાં દિવસો પહેલાં જ આ ડોક્યુમેન્ટરી રિલીઝ કરવામાં આવી છે.
   - પુતિનની સામે સાત લોકોએ ઉમેદવારી નોંધાવી છે, પરંતુ કોઇને પણ મજબૂત સમર્થન મળવાની આશા નથી. વળી, મુખ્ય વિપક્ષી નેતા એલેક્સી નવલનીને તો ચૂંટણીમાં ઉભા રહેવા પર જ પ્રતિબંધ લગાવી દીધો છે.
   - પુતિને કહ્યું કે, યુક્રેનથી ઇસ્તાનબુલ જતા એક પ્લેનને હાઇજેક કરીને તેને સોચીમાં ઉતારવાની મને માહિતી આપવામાં આવી હતી.

   મેં આદેશ આપ્યા હતા પ્લેન ઉડાવી દો: પુતિન

   - રિપોર્ટર એન્ડ્રે કંદ્રાશોવનું કહેવું છે કે, તુર્કિશ પેગેસસ એરલાઇન્સ બોઇંગ 737-800 વિમાન, જે હાર્કિવથી ઇસ્તાનબુલ 110 પેસેન્જર્સને લઇ જઇ રહ્યું હતું. તેના પાયલટે જણાવ્યું કે, એક પેસેન્જરની પાસે બોમ્બ હતો અને તેણે વિમાનને સોચીમાં ઉતારવાનું કહ્યું હતું.
   - પુતિન ડોક્યુમેન્ટરીમાં કહે છે કે, સુરક્ષા અધિકારીઓ જણાવ્યું કે, આવી પરિસ્થિતિમાં પ્રક્રિયા હિસાબે પ્લેનને ઉડાવી દેવાનું જ યોગ્ય ગણાશે. પુતિને કહ્યું કે, મેં તેઓને આદેશ આપ્યો કે, પ્રક્રિયાના હિસાબે જ કરો.
   - પછી તેઓ કહે છે કે, થોડી મિનિટો બાદ બીજો ફોન આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે, પ્લેનમાં બોમ્બની ખબર અફવા હતી. પુતિન આ ઘટના બાદ થોડાં સમયમાં જ સોચીમાં ઓલિમ્પિક સમારંભમાં પહોંચ્યા.

   સોશિયલ મીડિયા પર પોસ્ટ થઇ ડોક્યુમેન્ટરી

   - આ ડોક્યુમેન્ટરીનો પહેલો ભાગ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. પોસ્ટ કરનાર એકાઉન્ટમાંથી એક મીડિયા મેનેજર અને ટીકાકાર દમિત્રિ કિસેલ્યોવ અને એક પ્રેસિડન્ટ સમર્થક યુ ટ્યૂબ એકાઉન્ટ છે.

  • પુતિને કહ્યું કે, યુક્રેનથી ઇસ્તાનબુલ જતા એક પ્લેનને હાઇજેક કરીને તેને સોચીમાં ઉતારવાની મને માહિતી આપવામાં આવી હતી. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પુતિને કહ્યું કે, યુક્રેનથી ઇસ્તાનબુલ જતા એક પ્લેનને હાઇજેક કરીને તેને સોચીમાં ઉતારવાની મને માહિતી આપવામાં આવી હતી. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને એક ડોક્યુમેન્ટરી ફિલ્મમાં કહ્યું કે, તેઓએ એક પેસેન્જર પ્લેનને ઉડાવી દેવાનો આદેશ આપ્યો હતો, કારણ કે તેમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. ઉપરાંત આ જ સમયે 2014 સોચી વિન્ટર ઓલિમ્પિકમાં હુમલો થવાનો છે તેવા પણ સમાચાર હતા. બે કલાકની આ ડોક્યુમેન્ટરીને ઓનલાઇન રિલીઝ કરવામાં આવી છે. ડોક્યુમેન્ટરીમાં પુતિને કહ્યું કે, રમત શરૂ થતા પહેલાં તેઓને માહિતી આપવામાં આવી હતી કે યુક્રેનથી તુર્કી જતું પ્લેન હાઇજેક થઇ ગયું છે, પરંતુ આ ન્યૂઝ ખોટાં હતા અને પેસેન્જર પ્લેનને ઉડાવવામાં આવ્યું નહીં. ઉલ્લેખનીય છે કે, રશિયામાં આગામી 18 માર્ચના રોજ પ્રેસિડન્ટ પદની ચૂંટણી છે અને તેમાં પુતિનના જીતવાની શક્યતાઓ છે. ચૂંટણીના થોડાં દિવસો પહેલાં જ આ ડોક્યુમેન્ટરી રિલીઝ કરવામાં આવી છે.

   રવિવારે રશિયામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણી

   - ઉલ્લેખનીય છે કે, રશિયામાં આગામી 18 માર્ચના રોજ પ્રેસિડન્ટ પદની ચૂંટણી છે અને તેમાં પુતિનના જીતવાની શક્યતાઓ છે. ચૂંટણીના થોડાં દિવસો પહેલાં જ આ ડોક્યુમેન્ટરી રિલીઝ કરવામાં આવી છે.
   - પુતિનની સામે સાત લોકોએ ઉમેદવારી નોંધાવી છે, પરંતુ કોઇને પણ મજબૂત સમર્થન મળવાની આશા નથી. વળી, મુખ્ય વિપક્ષી નેતા એલેક્સી નવલનીને તો ચૂંટણીમાં ઉભા રહેવા પર જ પ્રતિબંધ લગાવી દીધો છે.
   - પુતિને કહ્યું કે, યુક્રેનથી ઇસ્તાનબુલ જતા એક પ્લેનને હાઇજેક કરીને તેને સોચીમાં ઉતારવાની મને માહિતી આપવામાં આવી હતી.

   મેં આદેશ આપ્યા હતા પ્લેન ઉડાવી દો: પુતિન

   - રિપોર્ટર એન્ડ્રે કંદ્રાશોવનું કહેવું છે કે, તુર્કિશ પેગેસસ એરલાઇન્સ બોઇંગ 737-800 વિમાન, જે હાર્કિવથી ઇસ્તાનબુલ 110 પેસેન્જર્સને લઇ જઇ રહ્યું હતું. તેના પાયલટે જણાવ્યું કે, એક પેસેન્જરની પાસે બોમ્બ હતો અને તેણે વિમાનને સોચીમાં ઉતારવાનું કહ્યું હતું.
   - પુતિન ડોક્યુમેન્ટરીમાં કહે છે કે, સુરક્ષા અધિકારીઓ જણાવ્યું કે, આવી પરિસ્થિતિમાં પ્રક્રિયા હિસાબે પ્લેનને ઉડાવી દેવાનું જ યોગ્ય ગણાશે. પુતિને કહ્યું કે, મેં તેઓને આદેશ આપ્યો કે, પ્રક્રિયાના હિસાબે જ કરો.
   - પછી તેઓ કહે છે કે, થોડી મિનિટો બાદ બીજો ફોન આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે, પ્લેનમાં બોમ્બની ખબર અફવા હતી. પુતિન આ ઘટના બાદ થોડાં સમયમાં જ સોચીમાં ઓલિમ્પિક સમારંભમાં પહોંચ્યા.

   સોશિયલ મીડિયા પર પોસ્ટ થઇ ડોક્યુમેન્ટરી

   - આ ડોક્યુમેન્ટરીનો પહેલો ભાગ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. પોસ્ટ કરનાર એકાઉન્ટમાંથી એક મીડિયા મેનેજર અને ટીકાકાર દમિત્રિ કિસેલ્યોવ અને એક પ્રેસિડન્ટ સમર્થક યુ ટ્યૂબ એકાઉન્ટ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Putin Order for Passenger Plane To Be Downed in 2014 Cancelled After False Bomb Scare
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `