ટ્રમ્પ-પુતિનનું હનીમૂન પૂર્ણ, સુપર સોનિક મિસાઇલ મામલે આમને-સામને

રશિયાએ એક એવી સુપર સોનિક મિસાઇલ તૈયાર કરી છે, જેને એન્ટી મિસાઇલ સિસ્ટમ પણ નથી પકડી શકતી

divyabhaskar.com | Updated - Mar 01, 2018, 07:38 PM
Putin claims Russia has nuclear arsenal capable of avoiding missile defenses

ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયામાં આગામી 18 તારીખે પ્રેસિડન્ટ ચૂંટણી થવાની છે. અહીંના ઇલેક્શન પોલ અનુસાર, ચૂંટણીમાં હાલના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની જીત લગભગ નક્કી જ છે. આજે ગુરૂવારે ફેડરલ એસેમ્બલીમાં સંબોધન કર્યુ હતું. આ એસેમ્બલી મીટિંગમાં પુતિન જ્યારે ભાષણ આપી રહ્યા હતા, ત્યારે તેમની પાછળ સ્ક્રિન પર સુપર સોનિક મિસાઇલ્સમાં વીડિયો ચાલી રહ્યા હતા. આ ભાષણમાં પુતિને રશિયાની પાસે વિશ્વના કોઇ પણ ખૂણાને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવતી મિસાઇલ છે, તેવો દાવો કર્યો હતો. પુતિને કહ્યું કે, રશિયાએ એક એવી સુપર સોનિક મિસાઇલ તૈયાર કરી છે, જેને એન્ટી મિસાઇલ સિસ્ટમ પણ પકડી નથી શકતી. રશિયાએ આ સુપર સોનિક મિસાઇલનો વીડિયો પણ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પુતિનનું આ નિવેદન યુએસના મિસાઇલ-ડિફેન્સ સિસ્ટમ ડેવલપમેન્ટની જાહેરાત બાદ આવ્યું છે.

વોશિંગ્ટનને આપ્યો આડકતરી રીતે જવાબ


- એક અંદાજ મુજબ પુતિનનો સુપર સોનિક મિસાઇલનો સંદેશ વોશિંગ્ટનના નામે આડકતરો જવાબ હતો. વ્હાઇટ હાઉસે થોડાં દિવસ પહેલાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ડેવલપમેન્ટની વાત કરી હતી. જેને રશિયા પોતાના ન્યૂક્લિયર શસ્ત્રાગાર સામે ચેલેન્જ તરીકે જોઇ રહ્યું છે.
- ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા હાલમાં જ એવી જાહેરાત કરવામાં આવી હતી કે, તેઓ ન્યૂક્લિયર આર્મ ડેવલપ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસની આ જાહેરાતથી યુએસ અને રશિયા વચ્ચેના ભવિષ્યમાં થનારા આર્મ કંટ્રોલ એગ્રીમેન્ટ સામે સવાલો ઉભા થયા હતા.


US રશિયાના ન્યૂક્લિયર પાવરને ગંભીરતાથી નથી લેતું: પુતિન

- પુતિને કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સ કદાચ રશિયાના ન્યુક્લિયર પાવરથી અજાણ છે અથવા તેને ગંભીરતાથી નથી લઇ રહ્યું. આ સિવાય આર્મ કંટ્રોલ માટે રશિયા સાથે વાટાઘાટોના યુએસના પ્રયત્નો નિષ્ફળ ગયા છે.
- પુતિને દાવો કર્યો છે કે, ગયા વર્ષે રશિયાએ ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યુ હતું. આ ક્રૂઝ મિસાઇલમાં ન્યૂક્લિયર-પાવર એન્જિન છે. આ એન્જિન ક્રૂઝ મિસાઇલને કોઇ પણ રેન્જમાં જવા માટે સક્ષમ બનાવે છે.
- આ લેટેસ્ટ મિસાઇલ 600 માઇલની રેન્જ ધરાવતી સામાન્ય મિસાઇલથી તદ્દન અલગ અને વધારે પાવરફૂલ છે. આ મિસાઇલ ગ્રાઉન્ડ પરથી જ ટેકઓફ કરી શકે છે અને કોઇ પણ રેન્જમાં ઘાતક પુરવાર થઇ શકે છે. તેનો આ જ પાવર હાલના મિસાઇલ ડિફેન્સને 'કંગાળ' બનાવી દે છે.
- આ મિસાઇલને અટકાવવાની ક્ષમતા યુરોપ અને એશિયામાં મોજૂદ અમેરિકન શિલ્ડમાં પણ નથી. પુતિને પોતાના ભાષણ દરમિયાન 18 માર્ચના રોજ યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી પૂર્વે નવા હથિયારોની રેન્જ રજૂ કરી હતી.
- આ સિવાય પુતિને માનવરહિત સબમરીનનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. ટેલિવિઝન પર પ્રસારિત સંદંના બંને સદનોની સંયુક્ત બેઠકમાં પુતિને પોતાના બે કલાકના ભાષણમાં દેશવાસીઓને આ બંને નવા હથિયારોના નામનું સુચન કરવાની પણ અપીલ કરી હતી.
- હવે જોવાનું એ રહે છે કે, પુતિનની આ મિસાઇલ જાહેરાત બાદ યુએસ સાથેના સંબંધો પર શું અસર થાય છે. ઉપરાંત વ્હાઇટ હાઉસથી આ બાબતે શું નિવેદન આવશે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, પુતિનની ચેતવણી - રશિયા પર હુમલો કરનાર સામે ન્યૂક્લિયર વેપનનો ઉપયોગ થશે...

રશિયામાં પ્રેસિડન્ટ પદના ઇલેક્શનને બે અઠવાડિયાનો સમય રહી ગયો છે. (ફાઇલ)
રશિયામાં પ્રેસિડન્ટ પદના ઇલેક્શનને બે અઠવાડિયાનો સમય રહી ગયો છે. (ફાઇલ)

પુનિતનની જીત લગભગ નક્કી 


- પુતિનના સ્ટેટ ઓફ ધ નેશન એડ્રેસમાં ડોમેસ્ટિક પોલિટિકલ કોન્ટેક્સની વાત પણ કરી હતી. 
- રશિયામાં પ્રેસિડન્ટ પદના ઇલેક્શનને બે અઠવાડિયાનો સમય રહી ગયો છે. આ ઇલેક્શનમાં હાલના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની જીત નક્કી જ છે. અહીંના સાંસદો 18 માર્ચે પુતિનના પ્રેસિડન્ટ પદના વધુ 6 વર્ષની શરૂઆતની રાહ જોઇ રહ્યા છે. 
- પોતાની સ્પીચમાં પુતિને દેશના આંતરિક મુદ્દાઓ સહિત ડિફેન્સ, બિઝનેસ અને ગ્લોબલ ઇશ્યુનો ઉલ્લેખ કર્યો હતો. રશિયન પ્રેસિડન્ટે કહ્યું કે, સીરિયામાં સેનાનું ઓપરેશન અમારી ક્ષમતાઓનું પ્રદર્શન છે. 
- પુતિને કહ્યું કે, હવે આખું વિશ્વ રશિયાના આધુનિક હથિયારોથી પરિચિત છે. રશિયાના સૈન્યએ છેલ્લાં 6 વર્ષની અંદર 300 નવા સૈન્ય ઉપકરણો સામેલ કર્યા છે. હવે રશિયા નવા હથિયારોના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. 

રશિયાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર સરગેઇ રયાબકોવે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પની ટીકા કરી હતી. (ફાઇલ)
રશિયાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર સરગેઇ રયાબકોવે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પની ટીકા કરી હતી. (ફાઇલ)

રશિયા પરમાણુ હુમલો કરવા સક્ષમ


- રશિયાના પ્રેસિડન્ટે વિશ્વને સંદેશ આપતા કહ્યું કે, રશિયા અથવા તેના સહયોગીઓ વિરૂદ્ધ કોઇ પ્રકારે ન્યૂક્લિયર વેપન (પરમાણુ હથિયાર)નો ઉપયોગ થશે તો મોસ્કો તેને ન્યૂક્લિયર અટેક ગણશે. સાથે જ તેના ઉપર તત્કાળ જવાબી કાર્યવાહી કરવામાં આવશે. 
- થોડાં દિવસ પહેલાં રશિયા તરફથી નિવેદન આવ્યું હતું કે, અમેરિકા ઇરાનને ન્યૂક્લિયન ડીલથી હટીને મોટી ભૂલ કરશે. વળી, યુએસ આ મહત્વપૂર્ણ ડીલને યથાવત રાખવા માટે મહેનત પણ કરશે. 
- રશિયાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર સરગેઇ રયાબકોવે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પની ટીકા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા હાલ ઇરાન પર પરમાણુ પ્રતિબંધ નહીં લગાવે. પરંતુ સમજૂતીમાં ફેરફાર નહીં કરવામાં આવે તો યુએસ આ ડીલથી અલગ થઇ જશે. 

 

X
Putin claims Russia has nuclear arsenal capable of avoiding missile defenses
રશિયામાં પ્રેસિડન્ટ પદના ઇલેક્શનને બે અઠવાડિયાનો સમય રહી ગયો છે. (ફાઇલ)રશિયામાં પ્રેસિડન્ટ પદના ઇલેક્શનને બે અઠવાડિયાનો સમય રહી ગયો છે. (ફાઇલ)
રશિયાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર સરગેઇ રયાબકોવે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પની ટીકા કરી હતી. (ફાઇલ)રશિયાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર સરગેઇ રયાબકોવે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પની ટીકા કરી હતી. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App