માલદીવ: સરકારનો વિરોધ ચાલુ, વિપક્ષી સાંસદોની કરાઈ ધરપકડ

કેપિટલ ટ્રાવેલ્સ એન્ડ ટૂર્સના સીઈઓ યૂસુફ રિફતનું કહેવું છે કે, ઈમરજન્સીના કારણે માલદીવની હાલત ખરાબ છે

divyabhaskar.com | Updated - Mar 03, 2018, 09:11 AM
માવદીવમાં સરકારનો થઈ રહ્યો છે વિરોધ
માવદીવમાં સરકારનો થઈ રહ્યો છે વિરોધ

માલદીવમાં સરકાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકો પ્રેસિડન્ટ અબ્દુલા યામીન વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ ભેગી થઈને સરકાર પર પ્રેશર વધારી રહી છે કે તોઓ સુપ્રીમ કોર્ટનો 1 ફેબ્રુઆરીએ લેવામાં આવેલો નિર્ણય લાગુ કરે.

માલે: માલદીવમાં સરકાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકો પ્રેસિડન્ટ અબ્દુલા યામીન વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ ભેગી થઈને સરકાર પર પ્રેશર વધારી રહી છે કે તોઓ સુપ્રીમ કોર્ટનો 1 ફેબ્રુઆરીએ લેવામાં આવેલો નિર્ણય લાગુ કરે. નોંધનીય છે કે, માલદીવમાં અંદાજે એક મહિનાથી ઈમરજન્સી ચાલી રહી છે. માલદીવના હાલના પ્રેસિડન્ટ અબ્દુલા યામીને દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરી છે. ફેબ્રુઆરીમાં સેનાએ સંસદને ઘેરી લીધી હતી અને સભ્યોને અંદર દાખલ થતા રોક્યા હતા.

પોલીસે વિપક્ષના સાંસદોની ધરપકડ કરી


- ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે પોલીસે શુક્રવારે ત્રણ સાંસદો અબ્દુલા શાહિદ, અબ્દુલા રિયાઝ અને અબ્દુલા લતીફની ધરપકડ કરી લીધી છે. અત્યાર સુધી વિપક્ષના 6 સાંસદોની ધરપકડ કરી લેવામાં આવી છે.
- અઘાલત પાર્ટીના ડેપ્યૂટી લીડર અલી જહીરે પ્રેસિડન્ટ યામીન પર દેશમાં અશાંતિ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. અલીનું કહેવું છે કે, દરેક આદેશ પ્રેસિડન્ટ તરફથી જ આપવામાં આવે છે. યામીન અને તેમની સરકાર તાનાશાહની જેમ કામ કરી રહી છે.
- પોલીસ પર આરોપ છે કે તેઓ જેલ મોકલવામાં આવેલા રાજકીય નેતાઓના પરિવારને ટાર્ગેટ કરી રહી છે.

નેતાઓના પરિજનો પર મરચું છાંટવામાં આવે છે: સાંસદ


- એક સાંસદ ર્ઈવા અબ્દુલાએ ટ્વિટ કર્યું છે કે, પોલીસ યોજનાબદ્ધ રીતે પોલિટિકલ લીડર્સની પત્નીઓ અને માતાઓને ટાર્ગેટ કરી રહી છે. પૂર્વ પ્રેસિડન્ટ મોહમ્મદ નશીદની મા, કર્નલ નામઝિમની પત્ની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. તેમની નજીક જઈને મરચું છાંટવામાં આવ્યું છે.
- બીજી બાજુ પ્રદર્શનકરનાર લોકો ધરપકડ થયેલા સાંસદોને છોડવામી માગ કરી રહ્યા છે.
- એક અન્ય સાંસદ અલી હુસૈનને ટ્વિટર પર લખ્યું છે કે, પૂર્વ પ્રેસિડન્ટ નશીદની માતા સાંસદોને છોડવાની માગણી કરવા માટે પોસ્ટર લઈને વિરોધ પ્રદર્શન કરી રહી છે. ફારસી પ્રેસિડન્ટ મૌમૂનના દીકરા છે. તેઓ મેસેજ આપી રહ્યા છે કે માલદીવ કોઈ પણ સંજોગોમાં અન્યાય સહન નહીં કરે.

માલદીવમાં રાજકીય સંકટ, ભારત ચિંતિત

- માલદીવમાં જોવા મળતા રાજકીય સંકટ અંગે ભારત મધ્યસ્થી કરશે કે નહીં તે અંગે તો સરકારે મગનું નામ મરી નથી પાડ્યું. પરંતુ મળતી માહિતી મુજબ ભારત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરી શકે છે.
- SOP પ્રોસિજરમાં સેનાને તૈયાર રાખવાની વાત સામેલ છે. આ પહેલાં સરકારે નાગરિકોને માલદીવની યાત્રા નહીં કરવાની સલાહ આપી ચુક્યું છે.
- SOP અંતર્ગત સેનાને કોઈપણ સંકટ સમય માટે પૂર્ણ રીતે તૈયાર રાખવામાં આવે છે. ત્યારે દક્ષિણ ભારતના એક મહત્વપૂર્ણ એરબેઝ પર સૈન્ય મૂવમેન્ટ જોવા મળી રહી છે.

ભારત માટે માલદીવની મહત્વતા

- માલદીવ 1200 ટાપુઓથી બનેલો દેશ છે, જે ભારત માટે રણનીતિક રીતે ઘણો જ મહત્વનો છે.
- ભારત અને માલદીવ વચ્ચે વર્ષોથી સાંસ્કૃતિક સંબંધ છે. જો કે 2013માં અબ્દુલ્લા યામીનના રાષ્ટ્રપતિ બન્યાં પછી બંને દેશોના સંબંધોમાં ઉતાર-ચડાવ જોવા મળી રહ્યાં છે.

2012થી માલદીવમાં શરૂ થયું સંકટ

- 2008માં મોહમ્મદ નશીદ પહેલી વાર દેશના રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 2012માં તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ત્યારપછીથી જ માલદીવમાં મુશ્કેલીઓ શરૂ થઈ છે.
- 1 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ સહિત 9 લોકો વિરુદ્ધ એક કેસ કાઢી દેવામાં આવ્યો હતો. કોર્ટે આ નેતાઓને છોડવાનો આદેશ પણ આપ્યો હતો.
- કોર્ટે રાષ્ટ્રપતિ અબ્દુલાની પાર્ટીથી અલગ થયા પછી સસ્પેન્ડ કરવામાં આવેલા 12 ધારાસભ્યોને પણ છોડવાનો આદેશ આપ્યો હતો.
- સરકારે કોર્ટનો આ ઓર્ડર માનવાની ના પાડી દીધી હતી. તેના કારણે સરકાર અને કોર્ટની વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી.
- ઘણાં લોકો રાષ્ટ્રપતિ અબ્દુલાના વિરોધમાં રોડ પર આવી ગયા હતા. વિરોધના કારણે સોમવારે સમગ્ર દેશમાં 15 દિવસ માટે ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

એક મહિનાથી દેશમાં ઈમરજન્સી લાગુ કરાઈ છે
એક મહિનાથી દેશમાં ઈમરજન્સી લાગુ કરાઈ છે
વિપક્ષના છ સાંસદોની ધરપકડ કરવામાં આવી
વિપક્ષના છ સાંસદોની ધરપકડ કરવામાં આવી
X
માવદીવમાં સરકારનો થઈ રહ્યો છે વિરોધમાવદીવમાં સરકારનો થઈ રહ્યો છે વિરોધ
એક મહિનાથી દેશમાં ઈમરજન્સી લાગુ કરાઈ છેએક મહિનાથી દેશમાં ઈમરજન્સી લાગુ કરાઈ છે
વિપક્ષના છ સાંસદોની ધરપકડ કરવામાં આવીવિપક્ષના છ સાંસદોની ધરપકડ કરવામાં આવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App