યુકે / પ્રિન્સ ફિલિપે લાઇસન્સ સરેન્ડર કર્યુ, ગત મહિને અકસ્માત થયો હતો

divyabhaskar.com | Updated - Feb 11, 2019, 08:03 PM
પ્રિન્સ ફિલિપ (ફાઇલ)
પ્રિન્સ ફિલિપ (ફાઇલ)
X
પ્રિન્સ ફિલિપ (ફાઇલ)પ્રિન્સ ફિલિપ (ફાઇલ)

  • 18 જાન્યુઆરીના રોજ પ્રિન્સ ફિલિપની લેન્ડ રોવર કાર, અન્ય વાહનો સાથે અથડાઇને પલટી ગઇ હતી 
  • ઘટનામાં ફિલિપને કોઇ ઇજા થઇ નહતી, પરંતુ બીજી કારના બે લોકો જખમી થયા હતા 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતિયના પતિ અને ડ્યૂક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપ (97)એ કાર એક્સિડન્ટના 22 દિવસ બાદ પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ સરેન્ડર કરી દીધું. બકિંઘમ પેલેસ તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ફિલિપે શનિવારે આ નિર્ણય લીધો હતો. ઘટના બાદ પ્રિન્સની ઉંમર અને ડ્રાઇવિંગને લઇને મીડિયામાં ટીકા થઇ રહી હતી. બ્રિટનમાં ડ્રાઇવિંગની ઉંમર નક્કી કરવાને લઇને કોઇ કાયદો નથી, પરંતુ 70 વર્ષની ઉંમર બાદ દર ત્રણ વર્ષે લાઇસન્સ રિન્યૂ કરાવવું પડે છે. 

ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસને ફાઇલ મોકલાવી

1.પોલીસે જણાવ્યું કે, આ ઘટનાની તપાસ સાથે જોડાયેલી ફાઇલ ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસ (CPA)ને મોકલવામાં આવી છે. સીપીએસના પ્રવક્તાએ જણાવ્યું કે, લાઇસન્સ પરત કરવાની વાતને કેસમાં સામેલ કરી લેવામાં આવી છે. હવે તપાસ કરવામાં આવશે કે, આ લાઇસન્સ પર કોઇ દંડ તો નથી. 
18 જાન્યુઆરીના રોજ અકસ્માત થયો
2.ઇસ્ટર્ન ઇંગ્લેન્ડના સેન્ડ્રિંઘમ એસ્ટેટમાં ફિલિપની લેન્ડ રોવર કાર એક અન્ય વાહન સાથે ટકરાઇને પલટી ગઇ હતી. આ દરમિયાન ફિલિપને કોઇ ઇજા થઇ નહતી, પરંતુ બીજી કારમાં સવાર બે લોકોને સામાન્ય ઇજા થઇ હતી. આ દરમિયાન પ્રિન્સ સેન્ડ્રિંઘમ સ્થિત પ્રાઇવેટ કન્ટ્રી રેસિડન્ટમાં જ રોકાયા હતા. પ્રિન્સ ફિલિપ ઘણીવાર પોતાની કાર જાતે જ ડ્રાઇવ કરે છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App