• Home
  • International News
  • Latest News
  • International
  • પ્રિન્સ હેરીના મેગન માર્કલે સાથેના રોયલ લગ્ન સંપન્ન | Prince Harry weds Meghan Markle at St. George’s Chapel

પ્રિન્સ હેરીના મેગન માર્કલે સાથેના રોયલ લગ્ન સંપન્ન

પ્રિન્સ હેરી અને મેગન માર્કલેના લગ્ન શનિવારે વિન્ડસર કેસલમાં સંપન્ન થયા.
પ્રિન્સ હેરી અને મેગન માર્કલેના લગ્ન શનિવારે વિન્ડસર કેસલમાં સંપન્ન થયા.

divyabhaskar.com

May 19, 2018, 04:42 PM IST

નવી દિલ્હીઃ બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ હેરી અને મેગન માર્કલેના લગ્ન શનિવારે વિન્ડસર કેસલમાં સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે સંપન્ન થયા છે. મેગન હવે ડચિસ ઓફ સસેક્સ તરીકે બ્રિટનના રોયલ ફેમિલીની સભ્ય બની છે. 33 વર્ષના પ્રિન્સ હેરી મહારાણી એલિઝાબેથ ટુના પૌત્ર છે જ્યારે 36 વર્ષની મેગન માર્કલે અમેરિકન અભિનેત્રી છે.

આ પહેલા મહારાણી એલિઝાબેથે શાહી દંપતીને નવા સન્માન પદો આપ્યા હતા. હેરીને ડ્યુક ઓફ સસેક્સ, અર્લ ઓફ ડમ્બર્ટન અને બેરોન કિલ્કીલ જેવી ઉપાધિઓ અપાઇ હતી. જ્યારે મેગન મર્કલેને હર રોયલ હાઇનેસ ધ ડચીસ ઓફ સસેક્સ તરીકે ઓળખ અપાઇ હતી.

- મેગનનો વેડિંગ ડ્રેસ પ્રખ્યાત બ્રિટિશ ડિઝાઇનર ક્લેર વેઇટ કેલરે ડિઝાઇન કર્યો હતો.
-લગ્નમાં દુનિયાભરના અનેક જાણીતા ચહેરાની હાજરી રહી હતી. આમંત્રિત સેલિબ્રિટીઝમાં ઓપ્રાહ વિનફ્રે, સેરેના વિલિયમ્સ, ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપ્રા, બેકહામ, હોલીવુડ અભિનેતા જ્યોર્જ ક્લુનીનો સમાવેશ થતો હતો.


- દુનિયાભરના 40 રાજાઓને આમંત્રિત કરાયા હતા. ચર્ચની અંદર મુખ્યત્વે 10 જ રાજાઓએ હાજરી આપી હતી , જેમાં એલિઝાબેથના ફાધર હેનરી આઠમા અને જ્યોર્જ છઠ્ઠા પણ હતા.

લગ્ન પર 787 કરોડ રૂપિયા ખર્ચનો અંદાજ


- હેરી અને મેગનના લગ્ન પાછળ આશરે 84 મિલિયન પાઉન્ડ (787 કરોડ રૂપિયા)નો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. મેરેજનું પ્લાનંગ કરનારી ફર્મ બ્રાઇડબૂકના જણાવ્યા અનુસાર, લગ્નના સમારંભ પર 32 મિલિયન પાઉન્ડ, સિક્યોરિટી પર 30 મિલિયન પાઉન્ડ અને અન્ય 24 મિલિયન પાઉન્ડનો ખર્ચ થયાનો અંદાજ છે.

મેગને પ્રિન્સ ચાર્લ્સને કરી હતી આ દરખાસ્ત


- કેનસિંગ્ટન પેલેસના નિવેદનમાં જણાવ્યું હતું કે મેગન માર્કલેએ લગ્નના દિવસે હાથ પકડીને ચાલવા પ્રિન્સ ચાર્લ્સને દરખાસ્ત કરી હતી.
- ચાર્લ્સે કહ્યું, `પ્રિન્સ ઓફ વેલ્સ આ રીતે શાહી પરિવારમાં તમારું સ્વાગત કરવા તૈયાર છે.'

આગળ વાંચો...શાહી લગ્નમાં ભારતમાંથી આ લોકોની હાજરી

X
પ્રિન્સ હેરી અને મેગન માર્કલેના લગ્ન શનિવારે વિન્ડસર કેસલમાં સંપન્ન થયા.પ્રિન્સ હેરી અને મેગન માર્કલેના લગ્ન શનિવારે વિન્ડસર કેસલમાં સંપન્ન થયા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી