સત્તા સંઘર્ષ / વેનેઝૂએલામાં સત્તાવાપસી માટે માદુરોના મરણિયાં પ્રયાસ, ઐતિહાસિક મિલિટરી ડ્રીલની શરૂઆત

માદુરોએ કહ્યું કે, આ ડ્રીલ 15 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.
માદુરોએ કહ્યું કે, આ ડ્રીલ 15 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.
માદુરો પોતે પણ આ તસવીરોમાં સૈનિકોને પ્રોત્સાહન આપતા, વેપન્સનું ઇન્સપેક્શન કરતાં જોતાં મળે છે.
માદુરો પોતે પણ આ તસવીરોમાં સૈનિકોને પ્રોત્સાહન આપતા, વેપન્સનું ઇન્સપેક્શન કરતાં જોતાં મળે છે.
ગોઇદો અને માદુરોના સત્તા સંઘર્ષની વચ્ચે અહીંની મિલિટરી મુખ્ય ખેલાડીની ભૂમિકામાં છે.
ગોઇદો અને માદુરોના સત્તા સંઘર્ષની વચ્ચે અહીંની મિલિટરી મુખ્ય ખેલાડીની ભૂમિકામાં છે.
X
માદુરોએ કહ્યું કે, આ ડ્રીલ 15 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.માદુરોએ કહ્યું કે, આ ડ્રીલ 15 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.
માદુરો પોતે પણ આ તસવીરોમાં સૈનિકોને પ્રોત્સાહન આપતા, વેપન્સનું ઇન્સપેક્શન કરતાં જોતાં મળે છે.માદુરો પોતે પણ આ તસવીરોમાં સૈનિકોને પ્રોત્સાહન આપતા, વેપન્સનું ઇન્સપેક્શન કરતાં જોતાં મળે છે.
ગોઇદો અને માદુરોના સત્તા સંઘર્ષની વચ્ચે અહીંની મિલિટરી મુખ્ય ખેલાડીની ભૂમિકામાં છે.ગોઇદો અને માદુરોના સત્તા સંઘર્ષની વચ્ચે અહીંની મિલિટરી મુખ્ય ખેલાડીની ભૂમિકામાં છે.

  • વેનેઝૂએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરો હાલ સત્તા માટે સંઘર્ષ કરી રહ્યા છે 
  • ઇન્ટરિમ પ્રેસિડન્ટ ખુગાન ગોઇદોને 50થી વધુ દેશોએ માન્યતા આપી દીધી 
  • માદુરોએ વેનેઝૂએલાના નાગરિકો અને સૈન્યને અપીલ કરી છે કે, તેઓ પોતાના સાર્વભૌમત્વ માટે લડત આપવા તૈયાર રહે  

divyabhaskar.com

Feb 12, 2019, 04:50 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્કઃ વેનેઝૂએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોએ દેશના ઇતિહાસની સૌથી મોટી મિલિટરી ડ્રીલ શરૂ કરી દીધી છે. માદુરો લાંબા સમયથી સત્તા માટેની જંગ લડી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા ખુઆન ગોઇદોએ પોતાને ઇન્ટરિમ પ્રેસિડન્ટ જાહેર કર્યા બાદ અંદાજિત 50 દેશોએ ગોઇદોને માન્યતા આપી છે. પરંતુ 56 વર્ષીય માદુરોએ સત્તાપલટને સ્વીકાર કર્યા વગર પ્રજાને અપીલ કરી છે કે, વેનેઝૂએલાના લોકો પોતાના સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતા માટે લડત આપવા માટે તૈયાર રહે. માદુરોએ આજે મિરાન્ડા સ્ટેટના ગુઆઇકીપુર ફોર્ટ પર મિલિટરી એક્સરસાઇઝ કરી હતી. 

પ્રેસિડન્ટ માદુરોએ ટ્વીટર પર તસવીરો પોસ્ટ કરી

1. દેશની સૌથી ઐતિહાસિક ડ્રીલ
માદુરોએ ટ્વીટર પર અનેક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં મિલિટરી એક્સરસાઇઝ કરતાં સૈનિકોનું મોટું ટોળું, ટેન્કસ જોવા મળે છે. માદુરો પોતે પણ આ તસવીરોમાં સૈનિકોને પ્રોત્સાહન આપતા, વેપન્સનું ઇન્સપેક્શન કરતાં જોતાં મળે છે. 
માદુરોએ કહ્યું કે, આ ડ્રીલ 15 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ ડ્રીલ વેનેઝૂએલાના ઇતિહાસ માટે સૌથી મહત્વની છે અને તે ઐતિહાસિક રીતે સૌથી મોટી ડ્રીલ બની રહેશે. 'આપણે વેનેઝૂએલાના સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતા માટે લડત આપવા તૈયાર રહેવું જોઇએ.'
3. ગોઇદોએ સૈન્યને ધમકી આપી
આ જ દિવસે ઇન્ટરિમ પ્રેસિડન્ટ ખુગાન ગોઇદોએ મિલિટરીને માનવીય સહાયતાને અટકાવવા બદલ રોષ વ્યક્ત કર્યો છે. ગોઇદોએ કહ્યું કે, લોકો સુધી સહાયતાને પહોંચવા ના દેવી તે માનવતા વિરૂદ્ધનું કૃત્ય છે. ગોઇદો અને માદુરોના સત્તા સંઘર્ષની વચ્ચે અહીંની મિલિટરી મુખ્ય ખેલાડીની ભૂમિકામાં છે. 
કોલંબિયાના કુકુટા બોર્ડર પર અમેરિકા તરફથી મોકલવામાં આવતી દવાઓ અને ખોરાકને ત્રણ દિવસથી અટકાવીને રાખ્યો છે. વેનેઝૂએલા તરફની બોર્ડર પરથી ડઝનથી વધુ ડોક્ટર્સે સૈન્ય વિરૂદ્ધ પ્રદર્શનો કર્યા હતા.  
5. સૈન્ય હરકતથી ગોઇદો રોષે ભરાયા
વેનેઝૂએલાના ઇન્ટરિમ પ્રેસિડન્ટ અને વિપક્ષના નેતા ખુઆન ગોઇદોએ સૈન્યને ચેતવણી આપી છે કે, તેઓ માનવીય સહાયતાને દેશમાં પ્રવેશ કરતા અટકાવે નહીં. આ માનવતા વિરૂદ્ધનો અપરાધ છે. ઉલ્લેખનીય છે કે, લેટિન અમેરિકન દેશ વેનેઝૂએલામાં સત્તાપલટાની સ્થિતિમાં સૈન્યની ભૂમિકા સૌથી મહત્વની ગણાય છે. નિકોલસ માદુરો અને ગોઇદોની વચ્ચે ચાલી રહેલા સત્તા સંઘર્ષમાં સેનાના આ પગલાંને માદુરોના સમર્થન તરીકે જોવામાં આવી રહ્યું છે. 
હકીકતમાં વેનેઝૂએલા અને કોલંમ્બિયાને જોડતી બોર્ડર પર એક પૂલને અહીંની સેનાએ બંધ કર્યા બાદ અમેરિકા દ્વારા મોકલવામાં આવતી દવાઓ અને ખાદ્ય સામગ્રીઓ અટકી ગઇ છે. 
7. આજે સામૂહિક કૂચનું આયોજન
ગોઇદોએ કહ્યું કે, માનવીય સહાયતામાં અવરોધ ઉભા કરવા માનવતા વિરૂદ્ધનું કાર્ય છે. ગોઇદોએ ભારપૂર્વક કહ્યું કે, આ પ્રકારે પ્રદર્શનકારીઓના મોત માટે પણ સૈન્ય જવાબદાર છે. જાન્યુઆરીથી અત્યાર સુધી મોતને ભેટેલા 40 પ્રદર્શનકારીઓની યાદમાં ગોઇદોએ માસ કૂચની જાહેરાત કરી છે. ગોઇદોએ માદુરોના આદેશનો અસ્વીકાર કરીને સશસ્ત્ર દળોના સભ્યો માટે માફીની રજૂઆત કરી છે. 
8. સત્તામાં રહેવા સૈન્ય સમર્થન જરૂરી
વેનેઝૂએલામાં સત્તામાં રહેવા માટે સૈન્ય સમર્થન જરૂરી હોય છે. થોડાં સમય પહેલાં વિપક્ષના નેતા ખુઆન ગોઇદોએ પોતાનો ઇન્ટરિમ પ્રેસિડન્ટ જાહેર કર્યા હતા. અમેરિકા અને અન્ય દેશોએ પણ ગોઇદોનું સમર્થન કર્યુ હતું. આ પહેલાં ગત વર્ષે નિકોલસ માદુરો પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા હતા. જો કે, વિપક્ષ દળોએ આ ચૂંટણીમાં પ્રપંચના આરોપ લગાવ્યા હતા. રશિયા, મેક્સિકો, તુર્કી અને ઉરૂગ્વેએ પ્રેસિડન્ટ માદુરોને સમર્થન આપ્યું છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી