• Home
  • International News
  • Latest News
  • International
  • સોચી શહેરમાં પુતિનની સાથે મોદી અનૌપચારિક મુલાકાતમાં ભાગ લેશે | Narendra Modi to meet Vladimir Putin today

મોદી પહોંચ્યા રશિયા, બંને દેશો વચ્ચે અનૌપચારિક પણ મહત્વની વાતચીત

ભારત રશિયાની આ મુલાકાત બાદ એકસાથે અમેરિકા, ચીન અને પાકિસ્તાનને સાધવાની કોશિશ કરશે.

divyabhaskar.com | Updated - May 21, 2018, 12:14 PM
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડન્ટ વચ્ચે અનૌપચારિક મીટિંગની શરૂઆત
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડન્ટ વચ્ચે અનૌપચારિક મીટિંગની શરૂઆત

સોચી (રશિયા): રશિયાના પ્રમુખ પુટિનના આમંત્રણથી વડાપ્રધાન મોદી રશિયા પહોંચી ગયા. તેમની સોચી શહેરમાં પુટિન સાથે પહેલી અનૌપચારિક શિખર વાટાઘાટો થઈ. મોદીએ સૌથી પહેલાં પુટિનને ચોથી વખત રશિયાના પ્રમુખ બનવા માટે અભિનંદન આપ્યા. મોદીએ પુટિનને તેમના પહેલા ભારત પ્રવાસ અને તત્કાલીન પીએમ અટલ બિહારી વાજપેયી સાથેની મુલાકાતની પણ યાદ અપાવી. મોદીએ કહ્યું વર્ષ 2001માં પદભાર સંભાળ્યા બાદથી તમારો ભારત સાથે અતૂટ સંબંધ રહ્યો છે.

પીએમ મોદી અને પ્રમુખ પુટિન વચ્ચે પહેલી અનૌપચારિક બેઠક

પહેલી વખત રશિયાના પ્રમુખ બન્યા બાદ તમે ભારત આવ્યા હતા. તે સમયે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. તે દરમિયાન તમે ભારતને જીવંત લોકતંત્ર ગણાવ્યું હતું. આ અંગે ભારતના લોકો આજે પણ તમને યાદ કરે છે. મોદીએ કહ્યું કે ભારત અને રશિયા ખૂબ જ જૂના મિત્ર છે. આપણો સંબંધ અતૂટ છે. ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી હવે વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર પહોંચી ગઈ છે. મોદીએ રશિયા આવવા આમંત્રિત કરવા માટે પુટિનનો આભાર પણ માન્યો. પીએમ મોદી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવતા પ્રમુખ પુટિને કહ્યું કે તમારો પ્રવાસ દ્વિપક્ષીય સંબંધોમાં નવો પ્રાણ ફૂંકશે.

ભારત-રશિયા આઈએનએસટીસી અને બ્રિક્સમાં સાથે મળીને કામ કરી રહ્યા છે

મોદીએ કહ્યું કે અમે આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ ટ્રાન્સપોર્ટ કોરિડોર (આઈએનએસટીસી) અને બ્રિક્સ પર એક સાથે મળીને કામ કરી રહ્યા છે. મોદીએ શાંઘાઈ સહયોગ સંગઠનમાં સ્થાયી સભ્યપદ અપાવવામાં ભારતની મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ રશિયાનો આભાર વ્યક્ત કર્યો. 8 રાષ્ટ્રોના આ સંગઠનનો આશય સભ્ય દેશોમાં સૈન્ય અને આર્થિક સહયોગ વધારવાનો છે. ભારત અને પાકિસ્તાનનો તેમાં ગત વર્ષે સમાવેશ કરાયો હતો.

આગળ વાંચો: 24 દિવસમાં બીજા રાષ્ટ્રાધ્યક્ષ સાથે અનૌપચારિક વાટાઘાટો

પીએમ મોદી આજે બપોરે પુતિનને મળ્યા
પીએમ મોદી આજે બપોરે પુતિનને મળ્યા

24 દિવસમાં બીજા રાષ્ટ્રાધ્યક્ષ સાથે અનૌપચારિક વાટાઘાટો


આ પીએમ મોદીની કોઈ રાષ્ટ્રાધ્યક્ષ સાથે બીજી અનૌપચારિક વાટાઘાટો છે. તેના 24 દિવસ પહેલાં મોદી બે દિવસના ચીનના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે પ્રમુખ શી જિનપિંગ સાથે પહેલી અનૌપચારિક વાટાઘાટો કરી હતી.

 

આગળ વાંચો: વાટાઘાટના વાતાવરણ માટે અનૌપચારિક મુલાકાત

પ્રેસિડન્ટ બન્યા બાદ પુતિન સાથે નરેન્દ્ર મોદીની મુલાકાત
પ્રેસિડન્ટ બન્યા બાદ પુતિન સાથે નરેન્દ્ર મોદીની મુલાકાત

વાટાઘાટના વાતાવરણ માટે અનૌપચારિક મુલાકાત

 

હકીકતમાં, અનૌપચારિક વાટાઘાટો કોઈ ટ્રીટી અથવા એગ્રીમેન્ટનો ભાગ નથી બનતી. વાતચીત માટે એક મોટો અવકાશ બને છે. હકીકતમાં લાંબા સમયથી ભારત, રશિયાથી કપાયેલું છે. મોદીએ સંતુલન જાળવવા માટે પ્રતિનિધિમંડળ સાથે જવાના બદલે અનૌપચારિક વાટાઘાટો કરવાનું વધુ યોગ્ય લાગ્યું છે. તેમાં મુદ્દા નિશ્ચિત હોતા નથી.

 

આગળ વાંચો: 18 વર્ષથી દર વર્ષે થઈ રહી  છે શિખર વાટાઘાટો

વડાપ્રધાન બન્યા બાદ તેઓની આ ચોથી મુલાકાત છે (ફાઇલ)
વડાપ્રધાન બન્યા બાદ તેઓની આ ચોથી મુલાકાત છે (ફાઇલ)

18 વર્ષથી દર વર્ષે થઈ રહી  છે શિખર વાટાઘાટો

 

ભારત, રશિયાનું સૌથી મોટું શસ્ત્ર ખરીદદાર છે. તે પોતાની જરૂરિયાતનાં 68 ટકા હથિયાર રશિયા પાસેથી લે છે. આ જ કારણ છે કે ભારત અને રશિયાની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત રહી છે. 18 વર્ષથી શિખર વાટાઘાટો થતી રહી છે. તેની શરૂઆત 2000માં નવી દિલ્હીમાં રશિયાના પ્રમુખ પુટિનના પહેલા પ્રવાસથી થઈ હતી.

 

આગળ વાંચો: સીરિયસ એજ્યુકેશનલ સેન્ટર ગયા નરેન્દ્ર મોદી

એશિયાની આ ત્રણ તાકાતમાં ઘટતું અંતર સારાં સંકેત છે. તેના ઉપર આખી દુનિયાની નજર ટકેલી છે.
એશિયાની આ ત્રણ તાકાતમાં ઘટતું અંતર સારાં સંકેત છે. તેના ઉપર આખી દુનિયાની નજર ટકેલી છે.

સીરિયસ એજ્યુકેશનલ સેન્ટર ગયા નરેન્દ્ર મોદી

 

મોદી રશિયાના સીરિયસ એજ્યુકેશનલ સેન્ટર પણ ગયા. અહીં, આર્ટ, સ્પોર્ટ્સ અને નેચરલ સાયન્સથી લઈને ટેકનિકલ ક્રિએટીવીટી પર વિશેષ કામ કરવામાં આવે છે. આ કામ કરવા માટે 100 શિક્ષક અને કોચ કાર્યરત છે. દર મહિને અહીં 600 બાળકો પહોંચે છે, જે 10થી 17 વર્ષની વયના હોય છે. રસના વિષયનું શિક્ષણ અપાય છે.

X
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડન્ટ વચ્ચે અનૌપચારિક મીટિંગની શરૂઆતભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડન્ટ વચ્ચે અનૌપચારિક મીટિંગની શરૂઆત
પીએમ મોદી આજે બપોરે પુતિનને મળ્યાપીએમ મોદી આજે બપોરે પુતિનને મળ્યા
પ્રેસિડન્ટ બન્યા બાદ પુતિન સાથે નરેન્દ્ર મોદીની મુલાકાતપ્રેસિડન્ટ બન્યા બાદ પુતિન સાથે નરેન્દ્ર મોદીની મુલાકાત
વડાપ્રધાન બન્યા બાદ તેઓની આ ચોથી મુલાકાત છે (ફાઇલ)વડાપ્રધાન બન્યા બાદ તેઓની આ ચોથી મુલાકાત છે (ફાઇલ)
એશિયાની આ ત્રણ તાકાતમાં ઘટતું અંતર સારાં સંકેત છે. તેના ઉપર આખી દુનિયાની નજર ટકેલી છે.એશિયાની આ ત્રણ તાકાતમાં ઘટતું અંતર સારાં સંકેત છે. તેના ઉપર આખી દુનિયાની નજર ટકેલી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App