મોદીની ચોથી નેપાળ મુલાકાત: બિમ્સટેક સમિટમાં ભાગ લેવા પહોંચ્યા કાઠમંડુ

નેપાળના સુરક્ષામંત્રી ઈશ્વર પોખરેલે મોદીનું સ્વાગત કર્યું છે
નેપાળના સુરક્ષામંત્રી ઈશ્વર પોખરેલે મોદીનું સ્વાગત કર્યું છે
મોદી કાઠમંડુ પહોંચ્યાં
મોદી કાઠમંડુ પહોંચ્યાં
મોદી કાઠમંડુ પહોંચ્યા
મોદી કાઠમંડુ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના નેપાળ પ્રવાસે છે. આજે સવારે તેઓ કાઠમંડુ પહોંચી ગયા છે. અહીં તેઓ બે ઓફ બંગાલ ફોર મલ્ટીસેક્ટોરલ ટેક્નીકલ એન્ડ ઈકોનોમીક કો-ઓપરેશન (બિમ્સટેક) બેઠકમાં ભાગ લેશે.

divyabhaskar.com

Aug 30, 2018, 09:01 AM IST

કાઠમંડુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના નેપાળ પ્રવાસે છે. આજે સવારે તેઓ કાઠમંડુ પહોંચી ગયા છે. અહીં તેઓ બે ઓફ બંગાલ ફોર મલ્ટીસેક્ટોરલ ટેક્નીકલ એન્ડ ઈકોનોમીક કો-ઓપરેશન (બિમ્સટેક) બેઠકમાં ભાગ લેશે. બિમ્સટેકની આ ચોથી બેઠકમાં વાતચીતનો એજન્ડા સુરક્ષા અને આતંકવાદ હોવાની શક્યતા છે. આંતરિક સંપર્ક અને આર્થિક સહયોગ વધારવા વિશે પણ ચર્ચા થવાની શક્યતા. આ બેઠક ઉપરાંત મોદી બિમ્સટેક નેતાઓ સાથે પણ ચર્ચા કરશે. વડાપ્રધાન બન્યા પછી મોદીનો આ ચોથી વખત નેપાળ પ્રવાસ છે.

બિમ્સટેકની બેઠક 30-31 ઓગસ્ટ થવાની છે. તેના સાત સભ્ય દેશ છે. જેમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઈલેન્ડ, શ્રીલંકા, ભૂટાન અને નેપાળ સામેલ છે. બિમ્સટેકમાં દુનિયાની 22 ટકા વસતી આવે છે અને તેનો જીડીપી 2.8 ટ્રિલિયન ડોલર છે.

નેપાળના વડાપ્રધાન સાથેની મુલાકાત મહત્વની


મોદીએ કહ્યું, નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી સાથે મહત્વની મુલાકાત થશે. આ મુલાકાતમાં મે 2018 પછી દ્વિપક્ષીય સંબંધોમાં કેલી પ્રગતી થઈ તે વિશે ચર્ચા થશે. બિમ્સટેક સમિટમાં જવાનો હેતુ ભારતના પડોશી અને દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો સાતે મજબૂત સંબંધ બનાવવાનો છે. બેઠકમાં બંગાળની ખાડી ક્ષેત્રમાં એકબીજાનો સહયોગ, શાંતિ અને વેપાર વધારવાને પ્રોત્સાહન અપાશે. મોદી અને ઓલી પશુપતિ નાથ મંદિર પરિસરમાં નેપાળ ભારત મૈત્રી ધર્મશાળાનું ઉદ્ધાટન કરશે.

X
નેપાળના સુરક્ષામંત્રી ઈશ્વર પોખરેલે મોદીનું સ્વાગત કર્યું છેનેપાળના સુરક્ષામંત્રી ઈશ્વર પોખરેલે મોદીનું સ્વાગત કર્યું છે
મોદી કાઠમંડુ પહોંચ્યાંમોદી કાઠમંડુ પહોંચ્યાં
મોદી કાઠમંડુ પહોંચ્યામોદી કાઠમંડુ પહોંચ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી