ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Pirates have released 22 Indian nationals taken captive after their oil tanker

  આફ્રિકામાં 22 ભારતીયો સાથે હાઇજેક કરાયેલું જહાજ છોડાવાયું

  divyabhaskar.com | Last Modified - Feb 06, 2018, 01:59 PM IST

  1 ફેબ્રુઆરીના રોજ બેનિન કોસ્ટની પાસે આ જહાજ બાનમાં લેવામાં આવ્યું હતું
  • જાન્યુઆરીમાં બેનિન કોસ્ટ ઉપર જ એમટી બેરેટ નામનું જહાજ ગૂમ થયું હતું, જેને પૈસા (રેન્સમ) આપીને છોડાવવામાં આવ્યું હતું. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જાન્યુઆરીમાં બેનિન કોસ્ટ ઉપર જ એમટી બેરેટ નામનું જહાજ ગૂમ થયું હતું, જેને પૈસા (રેન્સમ) આપીને છોડાવવામાં આવ્યું હતું. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પશ્ચિમ આફ્રિકામાં બેનિન કોસ્ટની પાસે 22 ભારતીયોની સાથે બાનમાં લેવાનમાં આવેલા એક ઓઇલ ટેન્કર જહાજને છોડાવી લેવામાં આવ્યું છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. ઓઇલ ટ્રાન્સપોર્ટ કરનાર આ જહાજ પર 22 ભારતીયો સવાર હતા. તેને 1 ફેબ્રુઆરીના રોજ સમુદ્રી લૂંટારાઓએ હાઇજેક કર્યુ હતું. પહેલાં એવા સમાચાર હતા કે, તે ગૂમ થઇ ગયું હતું.

   પનામામાં રજિસ્ટર્ડ હતું જહાજ

   - મરીન એક્સપ્રેસ નામનું આ જહાજ પનામામાં રજિસ્ટર્ડ હતું. ઇન્ટરનેશનલ મરીન ટાઇમ બ્યુરો અનુસાર, આ ટેન્કરમાં 13,500 ટન ગેસોલીન ભરેલું હતું.

   એક મહિનામાં બીજો કેસ

   - ટેન્કરની કંપનીના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં પણ આવી ઘટના થઇ હતી. જેમાં એમટી બેરેટ નામના જહાજને બેનિન તટથી હાઇજેક કરવામાં આવ્યું હતું. તેમાં પણ અનેક ભારતીયો સવાર હતા, જેને બાદમાં રેન્સમ (પૈસા) આપીને છોડાવવામાં આવ્યું હતું.
   - એન્ગોલ ઇસ્ટર્ન શિપ મેનેજમેન્ટે એક ટ્વીટમાં કહ્યું હતું કે, ગૂમ થયેલા ટેન્કર પર સવાર લોકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, આ વિસ્તાર વિશે વધુ વિગતો...

  • વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પશ્ચિમ આફ્રિકામાં બેનિન કોસ્ટની પાસે 22 ભારતીયોની સાથે બાનમાં લેવાનમાં આવેલા એક ઓઇલ ટેન્કર જહાજને છોડાવી લેવામાં આવ્યું છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. ઓઇલ ટ્રાન્સપોર્ટ કરનાર આ જહાજ પર 22 ભારતીયો સવાર હતા. તેને 1 ફેબ્રુઆરીના રોજ સમુદ્રી લૂંટારાઓએ હાઇજેક કર્યુ હતું. પહેલાં એવા સમાચાર હતા કે, તે ગૂમ થઇ ગયું હતું.

   પનામામાં રજિસ્ટર્ડ હતું જહાજ

   - મરીન એક્સપ્રેસ નામનું આ જહાજ પનામામાં રજિસ્ટર્ડ હતું. ઇન્ટરનેશનલ મરીન ટાઇમ બ્યુરો અનુસાર, આ ટેન્કરમાં 13,500 ટન ગેસોલીન ભરેલું હતું.

   એક મહિનામાં બીજો કેસ

   - ટેન્કરની કંપનીના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં પણ આવી ઘટના થઇ હતી. જેમાં એમટી બેરેટ નામના જહાજને બેનિન તટથી હાઇજેક કરવામાં આવ્યું હતું. તેમાં પણ અનેક ભારતીયો સવાર હતા, જેને બાદમાં રેન્સમ (પૈસા) આપીને છોડાવવામાં આવ્યું હતું.
   - એન્ગોલ ઇસ્ટર્ન શિપ મેનેજમેન્ટે એક ટ્વીટમાં કહ્યું હતું કે, ગૂમ થયેલા ટેન્કર પર સવાર લોકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, આ વિસ્તાર વિશે વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Pirates have released 22 Indian nationals taken captive after their oil tanker
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `