Home » International News » Latest News » International » માલદીવમાં ચીનની દખલગીરી યુએસ અને ભારત માટે ચિંતાજનકઃ પેન્ટાગોન | Pentagon expresses concern on activities by China as dangerous for US and India

માલદીવમાં જમીન કબજે કરી રહ્યું છે ચીન, ભારત-US માટે ચિંતાનો વિષય: પેન્ટાગોન

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 08:28 PM

ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં આગામી દિવસોમાં તણાવ આવી શકે છે.ચીનની દખલગીરી ભારત માટે ખતરો બની શકે છે.

 • માલદીવમાં ચીનની દખલગીરી યુએસ અને ભારત માટે ચિંતાજનકઃ પેન્ટાગોન | Pentagon expresses concern on activities by China as dangerous for US and India
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  માલદીવના દરિયાઇ માર્ગથી ચીન, જાપાન અને ભારતને એનર્જી સપ્લાય થાય છે.

  વોશિંગ્ટનઃ માલદીવમાં વધતી જતી ચીનની દખલગીરી અંગે અમેરિકાના સંરક્ષણ વિભાગે શનિવારે ચિંતા બતાવી છે. પેન્ટાગોનના સીનિયર અફસર જોઇ ફેલ્ટરે એક ઇન્ટરવ્યુામં કહ્યું કે ચીનની ગતિવિધિઓ અમેરિકાની સાથે ભારત માટે પણ ચિંતાનો વિષય છે. અમેરિકા સ્વતંત્ર ઇન્ડિયા-પેસિફિક નિયમો માટે પ્રતિબદ્ધ છે. હવે જોવાનું છે કે તેને કેવી રીતે હલ કરવું. આ મુદ્દો અમારી અગ્રતામાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે પાછલા થોડા સમયથી માલદીવના પૂર્વ વિદેશ મંત્રી અહમદ નસીમે અમેરિકાની મુલાકાત વખતે ચીન પર જમીન પર કબજો રહી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.

  ભારતની ગંભીરતા પર દર્શાવ્યો શક


  - જોઇ ફેલ્ટરે કહ્યું કે, `માલદીવમાં ચીનની ગતિવિધિઓ એ તમામ રાજ્યો માટે ચિંતાનો વિષય છે જે રૂલ બેઝ્ડ ઓર્ડર ઇચ્છે છે. ચીન જિબૂટી, ગ્વાદરમાં પોર્ટ, શ્રીલંકામાં હમ્બનટોટા પોર્ટ અને હવે માલદીવમાં ગતિવિધિ વધારી રહ્યું છે. તે આખા ક્ષેત્રમાં આવું કરી રહ્યું છે તેથી અમે ચિંતિત છીએ.'
  - `અમે માનીએ છીએ કે દરેક નાના-મોટા રાજ્યોના અધિકારો ત્યારે પૂરા કરી શકાય કે જ્યારે અમે એક સ્વતંત્ર અને ખુલ્લા ઇન્ડિયા-પેસિફિક નિયમને અનુસરીએ અને નિયમ આધારીત આદેશ બનાવીએ. જોકે, અમને શંકા છે કે ભારત આ ચિંતાઓને દૂર કરે છે કે નહિ.'

  માલદીવના પૂર્વ વિદેશ પ્રધાને આપી હતી ચેતવણી


  - અમેરિકાની મુલાકાત પર માલદીવના પૂર્વ વિદેશ પ્રધાને આરોપ લગાવ્યો હતો કે, `ચીન માલદીવની આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યું છે. ઉપરાંત જમીન કબજે કરવાની કોશિષ કરી રહ્યું છે. જો તેના પર નજર નહિ રાખવામાં આવે તો અમેરિકા અને ભારત બંને માટે ખતરો પેદા થઇ શકે છે. ચીન માલદીવમાં બેઝ બનાવવા ઇચ્છે છે, જે પછીથી લશ્કરી શસ્ત્રો અને સબમરિન માટે ઉપયોગમાં લઇ શકે છે.'

  માલદીવમાં ચીનનો બેઝ ભારત માટે ખતરો બની શકે


  - ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં આગામી દિવસોમાં તણાવ આવી શકે છે. માલદીવમાં જો ચીન બેઝ બનાવે તો ચીનની સબમરીનો ભારતની એકદમ નજીક પહોંચી જાય. આ ભારત માટે સુરક્ષાની રીતે મોટો ખતરો બની શકે છે.

  ચીન સાથે નજદીકી અને ભારતથી અળગાપણું

  - ગયા મહિને માલદીવમાં ઇમર્જન્સી લાગવાથી ભારતના વિરોધ સામે પાડોશી દેશે વાંધો દર્શાવ્યો હતો. તેનું એક કારણ ચીન સાથે તેની વધતી નજદીકીને માનવામાં આવી છે.
  - ઉલ્લેખનીય છે કે માલદીવ ભારત માટે વ્યુહાત્મક રીતે ઘણું મહત્ત્વનું છે. માલદીવના દરિયાઇ માર્ગથી ચીન, જાપાન અને ભારતને એનર્જી સપ્લાય થાય છે.

  આગળ વાંચો...નાના દેશોને પોતાની જાળમાં ફસાવે છે ચીન

 • માલદીવમાં ચીનની દખલગીરી યુએસ અને ભારત માટે ચિંતાજનકઃ પેન્ટાગોન | Pentagon expresses concern on activities by China as dangerous for US and India
  માલદીવે ગયા ડિસેમ્બરમાં ચીન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો હતો. ભારત માટે તે ચિંતાજનક છે. ફાઇલ ફોટો

  નાના દેશોને પોતાની જાળમાં ફસાવે છે ચીન


  - ચીનનો રેકોર્ડ નાના દેશો માટે ખતરનાક રહ્યો છે. તે નાના દેશોને નાણાકીય મદદ કરીને તેની ભરપાઇ માટે પોતાની શરતો રાખે છે. ઘણીવાર ઇચ્છતા ન હોવા છતાં પણ દેશો પોતાની આર્થિક નીતિ બદલવાની સાથે ચીનને પોતાને ત્યાં ટકવાની જમીન આપવા પણ મજબૂર બની જાય છે. શ્રીલંકા તેનું ઉદાહરણ છે. તે કમ્બોડિયા, નાઇજિરીયા સાથે પણ એવું કરી ચૂક્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ