પેરિસમાં વ્યક્તિએ રાહદારીઓ પર ચાકૂ અને લોખંડના સળિયાથી હુમલો, 7 ઘાયલ

પોલીસે હુમલાખોર પર હત્યાની કોશિશનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
પોલીસે હુમલાખોર પર હત્યાની કોશિશનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

divyabhaskar.com

Sep 10, 2018, 12:14 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પેરિસમાં રવિવારે બે બ્રિટિશ પર્યટકો સહિત સાત લોકો એક હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ અને અન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લોકો પર એક વ્યક્તિએ ચાકૂથી હુમલો કર્યો છે. જેના કારણે તેઓ અત્યંત ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ વ્યક્તિ અફઘાનિસ્તાનનો રહેવાસી છે. હાલ આ ઘટનાને આતંકી હુમલાની નજરે નથી જોવામાં આવી રહી.

રસ્તા પર લોકો પર કર્યો હુમલો


- ઉલ્લેખનીય છે કે, હુમલાખોરોએ સડકો પર ચાલી રહેલા અજાણ્યા વ્યક્તિઓને લક્ષ્ય બનાવ્યા હતા. વળી, પોલીસનું કહેવુ છે કે, સાત ઘાયલ લોકોમાંથી ચારની હાલત ગંભીર છે.
- આ ઘટના રાજધાનીની પૂર્વોત્તરમાં એક કેનાલની નજીક અંદાજિત રવિવારે રાત્રે 10 વાગ્યે બની હતી. ત્યાં મોજૂદ એક સુરક્ષા ગાર્ડે આ ઘટના અંગે જણાવ્યું કે, તેણે એવા વ્યક્તિને જોયો જેણે લોકો પર હુમલો કર્યો હતો.
- કેટલાંક લોકોએ તેને અટકાવવાની કોશિશ કરી હતી. પહેલાં હુમલાખોરે લોકો પર લોખંડના સળિયાથી હુમલો કર્યો. એક વ્યક્તિએ તેને અટકાવવાની કોશિશ કરી તો આરોપીએ આ સળિયો તેને છૂટો માર્યો હતો.
- આરોપીએ પછી ચાકૂ કાઢ્યું હતું અને આડેધડ લોકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.
- હાલ પોલીસે હુમલાખોર પર હત્યાની કોશિશનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

X
પોલીસે હુમલાખોર પર હત્યાની કોશિશનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.પોલીસે હુમલાખોર પર હત્યાની કોશિશનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી