પાકિસ્તાનનની પ્રથમ ટ્રાન્સજેન્ડર એંકર બની, બુલેટિન કવર કર્યું

એક ટ્રાન્સજેન્ડરને ન્યૂઝ એંકર તરીકે તક આપવા માટે ચેનલની પ્રશંસા પણ કરવામાં આવી રહી છે

Agency

Agency

Divyabhaskar.com | Updated - Mar 26, 2018, 04:44 AM
Pakistans first transgender became anchor, cover bulletin
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં પહેલી વાર એક ટ્રાન્સજેન્ડર ન્યૂઝ એંકર બની છે. પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ કોહિનૂર ન્યૂઝ પર શનિવારે ટ્રાન્સજેન્ડર માવિયા મલિકે ન્યૂઝ એંકર તરીકે બુલેટિન કવર કર્યું. પત્રકાર સિરાજ હસને માવિયાના ફોટા સાથે ટ્વિટ પણ કર્યું છે. એક ટ્રાન્સજેન્ડરને ન્યૂઝ એંકર તરીકે તક આપવા માટે ચેનલની પ્રશંસા પણ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં ચાલુ મહિને સંસદે થર્ડ જેન્ડર્સને અપાતા શારીરિક અને માનસિક ત્રાસ અટકાવવા માટે બિલ પણ પાસ કર્યું છે. આ બિલ મુજબ જો કોઇ ટ્રાન્સજેન્ડરને કોઇ પણ પ્રકારનો શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવશે તો ત્રાસ ગુજારનાર સામે ખટલો ચાલશે અને જેલ પણ થશે. જો આ બિલ કાયદો બને છે તો અહીં ટ્રાન્સજેન્ડર્સને પોતાની જાતિ નિર્ધારણ કરવા અને સરકારી કાર્યાલયોમાં આ આધારે રજીસ્ટ્રેશનનો અધિકાર મળી જશે.

Pakistans first transgender became anchor, cover bulletin
X
Pakistans first transgender became anchor, cover bulletin
Pakistans first transgender became anchor, cover bulletin
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App