ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Internatioanl survey says Indian richest 1% increased

  ભારતના 1% અમીરોની સંપત્તિ 21 લાખ Cr થઈ, જે ગત વર્ષના બજેટની બરોબર: રિપોર્ટ

  Divyabhaskar.com | Last Modified - Jan 22, 2018, 01:32 PM IST

  એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના 1% અમીરો પાસે દેશની 73% લોકોની બરાબર રૂપિયા છે.
  • ભારતના 1% અમીરોની સંપત્તિ 21 લાખ Cr થઈ, જે ગત વર્ષના બજેટની બરોબર: રિપોર્ટ
   ભારતના 1% અમીરોની સંપત્તિ 21 લાખ Cr થઈ, જે ગત વર્ષના બજેટની બરોબર: રિપોર્ટ

   દાવોસઃ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના 1% અમીરો પાસે દેશની 73% લોકોની બરાબર રૂપિયા છે. એવું પણ કહેવાયું છે કે ભારતના ધનિકોની સંપત્તિમાં એક ટકાનો વધારો થયો છે. અને તે 20.9 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. આ રકમ કેન્દ્ર સરકારના ગત વર્ષ (2017-18)માં રજૂ થયેલાં સામાન્ય બજેટ જેટલું છે.

   વર્લ્ડ ઈકોનોમિક ફોરમની પહેલાં આવ્યો રિપોર્ટ


   - ઈન્ટરનેશનલ રાઈટ્સ ગ્રુપ ઓક્સફેમે 'રિવોર્ડ વર્ક, નોટ વેલ્થ' ટાઈટલથી એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં દેશમાં વધતી આવકની અસમાનતાની સ્થિતિ દર્શાવે છે.
   - આ રિપોર્ટ ત્યારે જાહેર થયો છે જ્યારે દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોર (WEF) શરૂ થવાનું છે. આ સમિટમાં ભાગ લેવા માટે નરેન્દ્ર મોદી સ્વિટઝરલેન્ડ જવા નીકળી ગયા છે. ફોરમમાં આવક અને લિંગ અસમાનતાના મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે.
   - રિપોર્ટમાં 67% ભારતીયો દેશમાં સૌથી ગરબી હોવાનું જણાવાયું છે.
   - ગત વર્ષે ઓક્મફેમના રિપોર્ટમાં કહેવાયું હતું કે, "ભારતના 1% અમીર લોકોના હાથમાં દેશની 58% વેલ્થ છે."

   રિપોર્ટમાં વધુ શું કહેવામાં આવ્યું?


   - "2017માં જોવામાં આવ્યું કે અબજપતિઓની સંખ્યામાં વધારો થયો છે. 2010થી અબજપતિઓની સંપત્તિમાં એવરેજ 13%નો વધારો થયો છે. જે સામાન્ય વર્કર્સના પગારથી 6 ગણી વધારે છે."
   - સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, "ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં કામ કરી રહેલાં વર્કર્સને ટોપ એક્ઝિક્યૂટિવની સેલેરી સુધી પહોંચ્વા માટે 941 વર્ષ લાગશે."
   - "તો અમેરિકામાં એક CEO એક દિવસમાં જેટલું કમાય છે, એક સામાન્ય વર્કરને કમાવવામાં એક વર્ષ લાગે છે."

   કઈ રીતે કરવામાં આવ્યો સર્વે?


   - ઓક્સફેમના ગ્લોબલ સર્વેમાં 10 દેશોના 1 લાખ 20 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
   - ઓક્સફેમનું કહેવું છે કે સર્વેમાં ભાગ લેનારા લગભગ 2/3 લોકો વિચારે છે કે અમીર અને ગરીબ વચ્ચેની ખાઈને ત્વરીત અસરથી દૂર કરવી જોઈએ.

   આગળની સ્લાઈડમાં જુઓ ભારતમાં ધનીક-ગરીબ વચ્ચે કેટલો છે તફાવત અને વિશ્વના લોકો પાસે કેટલી છે સંપત્તિ?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Internatioanl survey says Indian richest 1% increased
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `