Home » International News » Latest News » International » India, Australia, Japan and US planning alternative project to OBOR

ચીનના OBOR સામે ભારત-US-જાપાન-ઓસ્ટ્રેલિયા શરૂ કરી શકે છે પ્રોજેક્ટ

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 04:33 PM

OBOR ચીનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. અબજો ડોલરના આ પ્લાનને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2013થી પ્રમોટ કરી રહ્યાં છે.

  • India, Australia, Japan and US planning alternative project to OBOR
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    અમેરિકાના એક અધિકારીના જણાવ્યા મુજબ આ પ્લાન હજુ પ્રાથમિક તબક્કામાં છે (ફાઈલ)

    સિડનીઃ ચીનના વન બેલ્ટ વન રોડ (OBOR) પ્રોજેક્ટના જવાબમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા અને ભારત મળીને પોતાનો એક ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ શરૂ કરી શકે છે. ઓસ્ટ્રેલિયાના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, "અમેરિકાની મુલાકાત દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેલ્કમ ટર્નબુલ, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આ મુદ્દે વાતચીત કરી શકે છે." OBOR ચીનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. અબજો ડોલરના આ પ્લાનને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2013થી પ્રમોટ કરી રહ્યાં છે.

    ટર્નબુલના એજન્ડામાં આ છે નવો પ્રોજેક્ટ


    - ઓસ્ટ્રેલિયાના ન્યૂઝપેપર ફાયનાન્સિયલ રિવ્યૂએ અમેરિકાના એક અધિકારીના અહેવાલથી જણાવ્યું કે, નવો પ્રોજેક્ટ ટર્નબુલના એજન્ડામાં સામેલ છે. આગામી સપ્તાહે પોતાની અમેરિકાની યાત્રા દરમિયાન તેઓ આ મુદ્દે ગંભીરતાથી વાત કરી શકે છે.
    - જો કે અધિકારીએ જણાવ્યું કે આ પ્લાન હજુ પ્રાથમિક તબક્કામાં છે અને મીટિંગ પછી તે અંગેની જાહેરાત થાય તેવી શક્યતા પણ છે.
    - ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી જૂલી બિશપ અને વેપાર મંત્રી સ્ટીવન સિયોબોએ આ મામલે તાત્કાલિક કોઈ જ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો છે.

    જાપાન પણ કરી ચુક્યું છે પ્રોજેક્ટનું સમર્થન


    - જાપાનના કેબિનેટ સેક્રેટરી યોશીહિદા સુગેએ જણાવ્યું કે, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત હંમેશાથી જ કૂટનીતિક સમજૂતીઓમાં સામેલ રહ્યાં છે. જો કે આ પ્રોજેક્ટ ચીનના OBORનો જવાબ નથી.

    આગળની સ્લાઈડમાં વાંચો શા કારણે ઈન્ડો-પેસિફિક દેશોમાં જોવા મળી રહી છે ચિંતા?

  • India, Australia, Japan and US planning alternative project to OBOR
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મનીલામાં થયેલી ASEAN સમિટમાં ચારેય દેશોના નેતાઓએ મીટિંગ કરી હતી (ફાઈલ)

    ચીનનું પ્રભુત્વ વધતાં ઈન્ડો-પેસિફિક દેશોમાં ચિંતા


    - OBOR આ પ્રોજેક્ટ અંતર્ગત ચીન, ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)થી ચીન POK અને શ્રીલંકામાં બંદરગાહ બનાવીને ભારતને હિંદ મહાસાગરમાં ઘેરી રહ્યું છે. 
    - ચીન સાઉથ ચાઈના સીને પણ પોતાનો વિસ્તાર ગણાવે છે, જેને પગલે તેમના જાપાન સહિત 4 દેશો સાથે વિવાદ જોવા મળી રહ્યો છે. અહીં સુધી કે ચીન અમેરિકા પર પણ ગેરકાયદેસર રીતે આ ક્ષેત્રમાં ઘૂસવાનો આરોપ લગાવતું રહ્યું છે. 
    - જેના જવાબમાં અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયા ઘણાં સમયથી ઈન્ડો-પેસિફિક રીઝનમાં સિક્યોરિટી અને ઈન્ફ્રાસ્ટ્રકચર વધારવા પર જોર આપી રહ્યું છે. હાલમાં જ મનીલામાં થયેલી ASEAN સમિટમાં ચારેય દેશોના નેતાઓએ મીટિંગ કરી હતી. 

     

    આગળની સ્લાઈડમાં વાંચો શું છે OBOR?

  • India, Australia, Japan and US planning alternative project to OBOR
    અમેરિકાની મુલાકાત દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેલ્કમ ટર્નબુલ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આ મુદ્દે વાતચીત કરી શકે છે (ફાઈલ)

    શું છે ચીનનો વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ ?


    - OBOR, પ્રેસિડન્ટ શી જિનપિંગનો ડ્રિમ પ્લાન છે. જે અંતર્ગત ચીન પડોશી દેશો ઉપરાંત યુરોપને સડક માર્ગે જોડશે. આ પ્રોજેક્ટ થકી ચીન વિશ્વના અનેક પોટર્સ સાથે પણ જોડાશે. 
    - બીજો રૂટ સાઉથ ચાઈન સીની મદદથી ઈન્ડોનેશિયા, બંગાળની ખાડી, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, ઓમાનના રસ્તે ઈરાક સુધી જશે. પાકિસ્તાન સાથે બની રહેલાં ચીન-પાક ઈકોનોમિક કોરિડોર (CPEC)ને આ પ્રોજેક્ટનો જ ભાગ માનવામાં આવે છે. હાલ 46 બિલિયન ડોલરના ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પર કામ ચાલી રહ્યું છે. બાંગ્લાદેશ, ચીન, ભારત અને મ્યાનમારની સાથે કોરિડોર (BCIM)નો પણ પ્લાન છે.
    - CPEC અંતર્ગત પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને ચીનના શિનજિયાંગ સાથે જોડવામાં આવી રહ્યો છે. જેમાં રોડ, રેલવે, પાવર પ્લાન્ટ્સ સહિત અનેક ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કરવામાં આવશે. 
    - CPECને લઈને ભારત વિરોધ કરતું રહ્યું છે. ભારતનો દાવો છે કે કોરિડોર પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (POK)માંથી પસાર થશે, જેને કારણે સુરક્ષા સહિતના મામલે અસર પડશે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ