ફ્રાન્સ / પેરિસના પ્રખ્યાત કેથેડ્રલમાં ભીષણ આગ, ટ્રમ્પની આગ પર કાબૂ મેળવવાની ટ્વીટથી વિવાદ

જર્મનીની ચાન્સેલર એન્જેલા માર્કલે નોટ્રે ડેમ કેથેડ્રલને યુરોપિયન સંસ્કૃતિનું પ્રતિક ગણાવ્યું છે.
જર્મનીની ચાન્સેલર એન્જેલા માર્કલે નોટ્રે ડેમ કેથેડ્રલને યુરોપિયન સંસ્કૃતિનું પ્રતિક ગણાવ્યું છે.
X
જર્મનીની ચાન્સેલર એન્જેલા માર્કલે નોટ્રે ડેમ કેથેડ્રલને યુરોપિયન સંસ્કૃતિનું પ્રતિક ગણાવ્યું છે.જર્મનીની ચાન્સેલર એન્જેલા માર્કલે નોટ્રે ડેમ કેથેડ્રલને યુરોપિયન સંસ્કૃતિનું પ્રતિક ગણાવ્યું છે.

  • એફિલ ટાવરને ટક્કર આપતી ઇમારતમાં ભીષણ આગ, પોતાના ટ્વીટથી ઘેરાયા ડોનાલ્ડ ટ્રમ્પ 

divyabhaskar.com

Apr 16, 2019, 03:15 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્કઃ પેરિસના સૌથી જૂના અને આખા વિશ્વમાં પ્રસિદ્ધ નોટ્રે ડેમ કેથેડ્રલમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. જેનાથી કેથલિક ચર્ચના શિખર અને છત તૂટી ગઇ છે. ચર્ચમાં આગ લાગવાથી પેરિસ જ નહીં આખું વિશ્વ દુઃખી છે. આ દુર્ઘટના બાદ વૈશ્વિક નેતાઓએ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે. ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોંએ ચર્ચને ફરીથી બનાવવાની વાત કરી છે. 12મી સદીના આ કેથેડ્રલમાં આગ લાગ્યા બાદ મેક્રોએ ઘટનાસ્થળ તરફ રવાના થતાં કહ્યું, મારી સંવેદનાઓ કેથલિક લોકો અને આખા ફ્રાન્સની સાથે છે જેઓ આ દુર્ઘટનાથી દુઃખી થયા છે. 
1. 400 ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે
મેક્રોએ કહ્યું કે, મારાં દેશવાસીઓની માફક હું આજે અત્યંત દુઃખી છું. મને એ જોઇને તકલીફ થઇ રહી છે કે, અમારાં દેશનો એક હિસ્સો સળગી રહ્યો છે. 850 વર્ષ જૂનું આ ચર્ચ યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં સામેલ છે. આગને કાબૂમાં લાવવા માટે અંદાજિત 400 ફાયર ફાઇટર્સ લગાવવામાં આવ્યા. મંગળવારે સવારે કહેવામાં આવ્યું કે, આગ નિયંત્રણમાં છે. આગ અંદાજિત 9 કલાબ બાદ કાબૂમાં આવી. પેરિસ ફાયર બ્રિગેડના ચીફ જીન ક્લાઉડી ગેલેટનું કહેવું છે કે, અમે એ માની શકીએ છીએ કે, નોટ્રે ડેમ કેથેડ્રલનો મુખ્ય ઢાંચો સુરક્ષિત અને સંરક્ષિત છે, સાથે જ બે અન્ય ટાવર પણ સુરક્ષિત છે. 
2. ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને ભયાનક ગણાવી, પરંતુ આગને કાબૂ કરવાની વાતને લઇને એક ટ્વીટના કારણે તેઓ વિવાદોમાં આવી ગયા છે. ટ્રમ્પે સલાહ આપી કે, હેલિકોપ્ટરોથી પાણીની વર્ષા કરીને આગને રોકવાના પ્રયત્નો કરવા જોઇએ. તેઓએ આ ઉપાયને ઝડપથી કરવાની સલાહ આપી. 
ટ્રમ્પના આ નિવેદન બાદ ફ્રાન્સની સિવિલ સિક્યોરિટી સર્વિસે કહ્યું કે, હેલિકોપ્ટરથી પાણીના ફૂવારા ના કરી શકાય, જો આવું થશે તો કેથેડ્રલનો આખો ઢાંચો જ પડી જશે. 
4. એન્જેલા માર્કેલ
જર્મનીની ચાન્સેલર એન્જેલા માર્કલે નોટ્રે ડેમ કેથેડ્રલને યુરોપિયન સંસ્કૃતિનું પ્રતિક ગણાવ્યું છે. વળી, વેટિકને પણ ચર્ચમાં થયેલી દુર્ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ છે. ચર્ચના પુનઃનિર્માણ માટે ફ્રાન્સના અબજોપતિ ફ્રેંકોઇસ હેનરી પિનોલ્ટે સોમવારે એક સમાચાર એજન્સીને કહ્યું કે, નોટ્રે ડેમના સંપુર્ણ રીતે નવિનીકરણનું કામ ચાલી રહ્યું હતું અને અધિકારીઓનું માનવું છે કે, એવું શક્ય છે કે, આગ લાગવાનું આ હોઇ શકે છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી