Home » International News » Latest News » International » Series of events will include mass games, where thousands of people dance

નોર્થ કોરિયાએ ફરી એકવાર વિશ્વને દર્શાવી પોતાની તાકાત, US સુધી પ્રહાર કરતી મિસાઇલ્સ છૂપાવી

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 03:48 PM

સૌથી પહેલાં સૈનિકોની પ્રથમ ટૂકડી કિમ બીજા સુંગ સ્ક્વેરથી થઇને માર્ચ કરશે અને સાથે જ ટેંકો અને વિમાનોનું પ્રદર્શન કરવામા

 • Series of events will include mass games, where thousands of people dance
  +11બીજી સ્લાઈડ્સ જુઓ
  નોર્થ કોરિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ્સનું પ્રદર્શન ના કર્યુ.

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ પરમાણુ સંપન્ન નોર્થ કોરિયા આજે રવિવારે સૈન્ય તાકાત દર્શાવવાની સાથે પોતાની વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. રવિવારે વહેલી સવારે હજારો સૌનિકોને લઇને સેંકડો ટ્રક પ્યોંગયાંગ નદીના કિનારે પહોંચી. જનવાદી લોકતાંત્રિક કોરિયા ગણરાજ્યની સ્થાપના 1948માં થઇ અને રવિવારે તેઓએ પોતાની 70મી વર્ષગાંઠ ઉજવી. તેને હવે સત્તાવાર રીતે નોર્થ કોરિયા કહેવામાં આવે છે.


  કિમે ના આપ્યું ભાષણ
  - કિમે સવારે પરેડમાં ભાગ લીધો, પરંતુ આ પ્રસંગે જમા થયેલા લોકોને સંબોધન કર્યુ નહતું. પરેડ દરમિયાન ચીનની સંસદના પ્રમુખ અને નોર્થ કોરિયાના મિત્ર દેશોના સભ્યો મોજૂદ હતા.
  - કિમના નજીક કિમ યોંગ નેમે આ પ્રસંગે લોકોને સંબોધિત કર્યા હતા. જો કે, તેઓના ભાષણમાં પણ દેશની પરમાણુ શક્તિને દર્શાવવા પર ફોક્સ નહતું. તેઓએ અર્થવ્યવસ્થાને વધારવા અને નવા આર્થિક લક્ષ્યોને હાસલ કરવા પર ભાષણ આપ્યું.
  - પરેડની શરૂઆતમાં કેટલાંક ટેંક જોવા મળ્યા. જો કે, આ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવેલી મિસાઇલોની સંખ્યા પણ ગત પરેડની સરખામણીએ ઓછી હતી.
  - કેટલીંક સૈન્ય ટુકડીઓ પણ જોવા મળી, પરંતુ સ્કૂલના છાત્રોની સાથે! ત્યારબાદ મોટાંભાગના નાગરિકો જ હતા જેઓ આ પરેડમાં જોવા મળ્યા. તેમાં નર્સ અને કન્સ્ટ્રક્શન વર્કર્સ પણ સામેલ હતા.

  ટેંકો અને વિમાનોનું પ્રદર્શન કર્યુ


  - નોર્થ કોરિયાએ પોતાની સ્થાપનાની 70મી વર્ષગાંઠ પર રવિવારે સૈન્ય પરેડનું આયોજન કર્યુ, પરંતુ તેણે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ્સનું પ્રદર્શન ના કર્યુ.
  - આ મિસાઇલો અમેરિકાના મુખ્ય ભૂ-ભાગ સુધી પ્રહાર કરવામાં સક્ષમ છે.
  - પ્યોંગયાંગના મધ્યમાં કિમ જોંગ ઉનની સમક્ષ જવાનો, તોપો અને ટેંકોનું પ્રદર્શન કરવામાં આવ્યું. પરેડમાં દર્શાવવામાં આવેલી સૌથી મોટી મિસાઇલો નાના અંતરની બેટલફિલ્ડ ડિવાઇસ હતી.


  ટ્રમ્પ અને કિમની સમિટને સફળ બનાવવા માટે આ 2 ભારતીયનો છે હાથ

  ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ્સને દર્શાવવામાં ના આવી


  - વોશિંગ્ટનમાં થિંક ટેન્ક બ્રૂકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનના ઇવાન્સ રિવેરેએ કહ્યું કે, નોર્થ કોરિયામાં વર્ષગાંઠ મહત્વપૂર્ણ હોય છે અને આ વર્ષની વર્ષગાંઠ અત્યંત મહત્વની છે. આ પ્રસંગ નેતાઓ માટે ઉપલબ્ધિઓ તેમજ રાષ્ટ્રીય શક્તિને પ્રદર્શિત કરવા તથા તેઓને શ્રેય આપવાનો અવસર ગણાય છે.
  - સૌથી પહેલાં સૈનિકોના પ્રથમ દળે કિમ દ્વિતિય સુંગ સ્ક્વેરથી થઇને માર્ચ કરી અને સાથે જ ટેંકો અને વિમાનોનું પ્રદર્શન કર્યુ.
  - જો કે, એક અંદાજ એવો હતો કે નોર્થ કોરિયા આ દરમિયાન પોતાની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ્સને પણ દર્શાવશે, પરંતુ તેઓએ આવું નથી કર્યુ.


  આ વર્ષે કદાચ રોકેટનું પ્રદર્શન નહીં કરવામાં આવે


  - નિષ્ણાતોએ પહેલાં કહ્યું હતું કે, આ વર્ષે કદાચ રોકેટ્સનું પ્રદર્શન નહીં કરવામાં આવે. કોરિય રિસ્ક ગ્રુપના એન્ડ્રી લંકોવે કહ્યું કે, જો તેઓ આઇસીબીએમનું પ્રદર્શન કરશે તો તે ઉશ્કેરણીજનક લાગશે અને તે અમેરિકાના ચહેરા પર થપ્પડ હશે.
  - જો કે, તેઓને આવું થવાની આશા નથી, ખાસ કરીને આનાથી અહીં આમંત્રિત ચીનના પ્રતિનિધિમંડળ માટે મુસીબત ઉભી થશે.


  US હટાવશે NKorea પરના પ્રતિબંધ; કિમ લેશે વ્હાઇટ હાઉસની મુલાકાત

  કિમનું નિવેદન 'ખૂબ જ સકારાત્મક' હતું: ટ્રમ્પ


  - પોમ્પિયો શુક્રવારે ભારતથી પરત ફર્યા હતા, ટ્રમ્પે શુક્રવારે મોન્ટેના અને ડકોટામાં હતા અને મોડી રાત્રે વ્હાઇટ હાઉસ પરત ફર્યા હતા.
  - ટ્રમ્પે કહ્યું કે, કિમનું આ હાલનું નિવેદન 'ખૂબ જ સકારાત્મક' હતું.
  - આ નિવેદનમાં કિમ ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન નોર્થ કોરિયાને પરમાણુ હથિયારોથી મુક્ત કરવા ઇચ્છે છે.

  આગળની સ્લાઇડ્સમાં જુઓ, નોર્થ કોરિયાની 70મી વર્ષગાંઠની વધુ તસવીરો...


  સિંગાપોરમાં રનિંગ બોડીગાર્ડ્સ અને પોર્ટેબલ ટોઇલેટ લઇને પહોંચ્યા તાનાશાહ કિમ

 • Series of events will include mass games, where thousands of people dance
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
  ચીનના ત્રીજા હાઇએસ્ટ રેન્કિંગ ઓફિશિયલ લી ઝાન્સુ સાથે હાથ મિલાવતા નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન
 • Series of events will include mass games, where thousands of people dance
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્યોંગયાંગમાં નોર્થ કોરિયાના સ્થાપના દિવસ દરમિયાન હજારો સૈનિકોએ પરેડ કરી હતી.
 • Series of events will include mass games, where thousands of people dance
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  અડધા ઉપરાંતની પરેડ સિવિલિયન્સ પ્રયાસો પર નિર્ભર હતી.
 • Series of events will include mass games, where thousands of people dance
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્યોંગયાંગના મધ્યમાં કિમ જોંગ ઉનની સમક્ષ જવાનો, તોપો અને ટેંકોનું પ્રદર્શન કરવામાં આવ્યું.
 • Series of events will include mass games, where thousands of people dance
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  પરેડમાં દર્શાવવામાં આવેલી સૌથી મોટી મિસાઇલો નાના અંતરની બેટલફિલ્ડ ડિવાઇસ હતી.
 • Series of events will include mass games, where thousands of people dance
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  નોર્થ કોરિયા સૈન્ય તાકાત દર્શાવવાની સાથે પોતાની વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે.
 • Series of events will include mass games, where thousands of people dance
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  જનવાદી લોકતાંત્રિક કોરિયા ગણરાજ્યની સ્થાપના 1948માં થઇ અને રવિવારે તેઓએ પોતાની 70મી વર્ષગાંઠ ઉજવી.
 • Series of events will include mass games, where thousands of people dance
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  વોશિંગ્ટનમાં થિંક ટેન્ક બ્રૂકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનના ઇવાન્સ રિવેરેએ કહ્યું કે, નોર્થ કોરિયામાં વર્ષગાંઠ મહત્વપૂર્ણ હોય છે
 • Series of events will include mass games, where thousands of people dance
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ટ્રમ્પે કહ્યું કે, કિમનું હાલનું નિવેદન 'ખૂબ જ સકારાત્મક' હતું.
 • Series of events will include mass games, where thousands of people dance
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  નોર્થ કોરિયાએ પોતાની સ્થાપનાની 70મી વર્ષગાંઠ પર રવિવારે સૈન્ય પરેડનું આયોજન કર્યુ
 • Series of events will include mass games, where thousands of people dance
  કિમે ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન નોર્થ કોરિયાને પરમાણુ હથિયારોથી મુક્ત કરવા ઇચ્છે છે, તેવું નિવેદન આપ્યું હતું.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ