તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેનિસ મુકવેગે અને નાદિયા મુરાદને 2018નો શાંતિ નોબલ પુરસ્કાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેનિસ મુકવેગે અને નાદિયા મુરાદ - Divya Bhaskar
ડેનિસ મુકવેગે અને નાદિયા મુરાદ

ઓસ્લો: 2018નો નોબલ શાંતિ પુરસ્કાર ડેનિસ મુકવેગે અને નાદિયા મુરાદને આપવામાં આવ્યો છે. યુદ્ઘના એક હથિયાર તરીકે અને સશસ્ત્ર સંઘર્ષ માટે સેક્સ્યુઅલ વાયોલન્સનો ઉપયોગ ખતમ કરવા માટે તેમના પ્રયત્નો માટે નોબલ શાંતિ પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવ્યો છે. ડેનિસ મુકવેગેએ તેમની જિંદગી યુદ્ધ સમયના સેક્સ્યુઅલ વાયોલન્સના શિકાર બનેલા પીડિતોના બચાવ માટે ખર્ચી નાખી, જ્યારે નાદિયા મુરાદ સાક્ષી છે, જેણે પોતાની અને અન્યો સાથે થયેલા દુર્વ્યવહાર વિશે લોકોને જાણ કરી છે. પોતાની સાથે થયેલા અત્યાચારોનું વર્ણન કરવા અને અન્ય પીડિતો તરફથી બોલવા માટે તેણે અસાધારણ હિંમત દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે ઓસ્લોમાં ઘોષિત કરવામાં આવતા નોબેલ શાંતિ પુરસ્કાર માટે કુલ 331 લોકો અને સંગઠનોના નામ સ્પર્ધામાં હતા. નોબેલ કમિટી ઉમેદવારોનું લિસ્ટ ગુપ્ત રાખે છે, ફક્ત વિજેતાઓના નામની જ ઘોષણા કરવામાં આવે છે. 

 

મુકવેગેએ જાતીય હિંસાનો શિકાર બનેલા દર્દીઓની કરી સારવાર

 

- ડૉ. મુકવેગે અને તેમના સ્ટાફે જાતીય હિંસાનો શિકાર બનેલા હજારો દર્દીઓની સારવાર કરી છે. તેમણે પોતાની યુવાવસ્થાનો મોટાભાગનો સમય ડેમોક્રેટિક રિપબ્લિક કોંગોમાં જાતીય હિંસાનો શિકાર થયેલા પીડિતોને મદદ કરવામાં વીતાવ્યો છે. 

- ઓગસ્ટ 2014માં જ્યારે Isisના જેહાદીઓએ નોર્થ ઇરાકમાં આવેલા ગામ કોચો પર હુમલો કર્યો ત્યારે અન્ય યઝિદી સ્ત્રીઓની સાથે નાદિયા મુરાદનું અપહરણ થયું હતું. આઇસીસના જેહાદીઓએ તેના ગામના દરેક સ્ત્રીઓ અને પુરુષોને મારી નાખ્યા ત્યારે નાદિયા અને તેની બહેનને કિડનેપ કરવામાં આવી હતી. તેના છ ભાઈઓ અને માતા આ હુમલામાં માર્યા ગયા હતા. 

2018 Nobel Peace Prize laureate Denis Mukwege is the helper who has devoted his life to defending victims of war-time sexual violence. Fellow laureate Nadia Murad is the witness who tells of the abuses perpetrated against herself and others. #NobelPrize pic.twitter.com/MY6IdYWN1e

— The Nobel Prize (@NobelPrize) October 5, 2018

The physician Denis Mukwege, awarded the Nobel Peace Prize, has spent large parts of his adult life helping the victims of sexual violence in the Democratic Republic of Congo. Dr. Mukwege and his staff have treated thousands of patients who have fallen victim to such assaults. pic.twitter.com/9CrNWfj7zu

— The Nobel Prize (@NobelPrize) October 5, 2018

Watch the moment the 2018 Nobel Peace Prize is announced.

Presented by Berit Reiss-Andersen, Chair of the Norwegian Nobel Committee. pic.twitter.com/fIv2yWPxE6

— The Nobel Prize (@NobelPrize) October 5, 2018

 

 અન્ય સમાચારો પણ છે...