ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Man adopted from Karnataka becomes first Indian-origin MP in Switzerland

  જન્મ બાદ તરછોડ્યો માતાએ, આજે સ્વિત્ઝર્લેન્ડમાં ભારતીય મૂળના પહેલા સાંસદ

  divyabhaskar.com | Last Modified - Jan 19, 2018, 05:55 PM IST

  માતાએ છોડી દીધાના એક અઠવાડિયા બાદ જ સ્વિત્ઝર્લેન્ડના એક દંપત્તિએ તેને દત્તક લીધો હતો
  • નિકોલસ-સેમ્યુઅલ ગગર સ્વિત્ઝર્લેન્ડમાં ભારતીય મૂળના પહેલાં સાંસદ છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નિકોલસ-સેમ્યુઅલ ગગર સ્વિત્ઝર્લેન્ડમાં ભારતીય મૂળના પહેલાં સાંસદ છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ તેની માતા અનસુયા 48 વર્ષ પહેલાં એક હોસ્પિટલમાં છોડીને જતી રહી. માતાએ કદાચ તે સમયે કલ્પના પણ નહીં કરી હોય, પરંતુ આજે આ બાળક નિકોલસ-સેમ્યુઅલ ગગર સ્વિત્ઝર્લેન્ડમાં ભારતીય મૂળના પહેલાં સાંસદ છે. કર્ણાટકના ઉડુપીમાં આવેલી સીએસઆઇ લોમ્બાર્ડ મેમોરિયલ હોસ્પિટલમાં 1 મે, 1970ના રોજ જન્મેલા નિકોલસને તેની માતાએ છોડી દીધાના એક અઠવાડિયા બાદ જ સ્વિત્ઝર્લેન્ડના એક દંપત્તિએ તેને દત્તક લીધો હતો.

   ટ્રક ડ્રાઇવર, ગાર્ડનર જેવા કામ કરવા પડ્યા

   - નિકોલસના નવા માતા-પિતા ફ્રિટ્સ અને એલિઝાબેથ તેને કેરળ લઇને જતા રહ્યા.
   - કેરળમાં અંદાજિત 4 વર્ષ રહ્યા બાદ દંપત્તિ આ બાળકને લઇને સ્વિત્ઝર્લેન્ડ જતા રહ્યા. જો કે, આ દંપતિ વધુ પૈસાદાર નહીં હોવાના કારણે નિકોલસે ટ્રક ડ્રાઇવર, ગાર્ડનર જેવા કામ કરવા પડ્યા.

   PIO સાંસદ સમારંભમાં લીધો ભાગ

   - ભારતમાં PIO સાંસદોના સમારંભમાં ભાગ લેવા આવેલા નિકોલસે સમાચાર એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, મારી માતા અનસુયાએ મને મારાં જન્મના તત્કાળ બાદ ડો. ઇ.ડી. પીફ્લગફેલ્ડરને સોંપી દીધો.
   - મારી માતાએ અનુરોધ કર્યો હતો કે, તે મને કોઇ એવા દંપત્તિને સોંપી દે જેઓ મારી યોગ્ય રીતે દેખભાળ કરે અને મારું સારું કરિયર બનાવી શકે. ડોક્ટરોએ તેને ગગર દંપત્તિને સોંપી દીધો.
   - આ સમારંભમાં 24 દેશોના ભારતીય મૂળના સાસંદ પણ સામેલ થયા હતા. નિકોલસ સ્વિત્ઝર્લેન્ડમાં નિક નામથી ઓળખાય છે.

   શરૂઆતના 4 વર્ષ કેરળમાં વિતાવ્યા

   - નિકોલસ માટે ભારત આવવું ખૂબ જ ભાવુક ક્ષણ હતી. નિકોલસે જણાવ્યું કે, મેં મારાં જીવનની શરૂઆતના ચાર વર્ષ કેરળમાં વિતાવ્યા જ્યાં મારી નવી મા એલિઝાબેથ જર્મન અને ઇંગ્લિશ ટીચર હતી, તથા પિતા નટ્ટર ટેક્નિકલ ટ્રેનિંગ ફાઉન્ડેશન (NTTF)માં ટૂલ મેકર હતા.
   - બાદમાં મારાં નવા માતા-પિતા મને સ્વિત્ઝર્લેન્ડ લઇને આવ્યા. સમય જતાં મારે અહીં ટ્રક ડ્રાઇવરથી લઇને, માળી અને મિકેનિક જેવા કામ કરવા પડ્યા. જેથી મારાં શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકું. મારે આ બધું એટલા માટે કરવું પડ્યું, કારણ કે મારાં પેરેન્ટ્સ ધનવાન નહતા અને મારાં અભ્યાસનો ખર્ચ વહન કરી શકે તેમ નહતા.
   - અભ્યાસ પૂરો કર્યા બાદ હું સોશિયલ કામમાં લાગી ગયો અને પૈસા કમાવા માટે અલગ અલગ પ્રકારના કામ કરવા લાગ્યો હતો.
   - વર્ષ 2002માં નિકોલસ જર્મની સીમાની પાસે આવેલા વિન્ટર થર સિટીમાં ટાઉન કાઉન્સિલર તરીકે પસંદગી પામ્યા.
   - ગયા વર્ષના અંતમાં તેઓને એવેન્જેલિકલ પીપલ્સ પાર્ટીથી સ્વિત્ઝર્લેન્ડ સાંસદ તરીકે ચૂંટવામાં આવ્યા.

   અન્ય તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  • નિકોલસ સ્વિત્ઝર્લેન્ડમાં નિક નામથી ઓળખાય છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નિકોલસ સ્વિત્ઝર્લેન્ડમાં નિક નામથી ઓળખાય છે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Man adopted from Karnataka becomes first Indian-origin MP in Switzerland
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `