NZ હત્યાકાંડ / હુમલાખોરે 2 વર્ષ સુધી જગ્યા શોધી, 3 મહિના પહેલાં કાવતરું ઘડ્યું; PAKને ગણાવ્યું સૌથી સારું સ્થળ

divyabhaskar.com

Mar 17, 2019, 07:05 AM IST
છે. આરોપીએ પોતે વ્હાઇટ સુપ્રીમસીમાં માને છે, જે ઇમિગ્રન્ટ્સને અત્યંત નફરત કરે છે તેવું જણાવ્યું છે.
છે. આરોપીએ પોતે વ્હાઇટ સુપ્રીમસીમાં માને છે, જે ઇમિગ્રન્ટ્સને અત્યંત નફરત કરે છે તેવું જણાવ્યું છે.
આરોપી બ્રેન્ટન ટેરન્ટ
આરોપી બ્રેન્ટન ટેરન્ટ
X
છે. આરોપીએ પોતે વ્હાઇટ સુપ્રીમસીમાં માને છે, જે ઇમિગ્રન્ટ્સને અત્યંત નફરત કરે છે તેવું જણાવ્યું છે.છે. આરોપીએ પોતે વ્હાઇટ સુપ્રીમસીમાં માને છે, જે ઇમિગ્રન્ટ્સને અત્યંત નફરત કરે છે તેવું જણાવ્યું છે.
આરોપી બ્રેન્ટન ટેરન્ટઆરોપી બ્રેન્ટન ટેરન્ટ

  • બ્રેન્ટન આ ઘટનાને અંજામ આપીને પોતાની તરફ લોકોનું ધ્યાન ખેંચવા માગતો હતો
  • સોશિયલ મીડિયા પર પાકિસ્તાન મુલાકાત વિશે લખ્યું - આ એક અવિશ્વસનીય સ્થળ છે, જ્યાં વિશ્વના સારાં અને ઉદાર લોકો રહે છે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ન્યૂઝીલેન્ડના ક્રિસ્ટચર્ચ શહેરની બે મસ્જિદોમાં અંધાધૂંધ ફાયરિંગમાં 49 લોકોનાં મોત થયા છે. ફાયરિંગના આરોપી બ્રેન્ટન ટેરેન્ટ (28)ને શનિવારે કોર્ટમાં હાજર કર્યો હતો. તેને 5 એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. ન્યૂઝીલેન્ડમાં ભારતીય ડિપ્લોમેટે જણાવ્યું કે, આ હુમલા બાદથી 9 ભારતીયો પણ ગુમ છે. હુમલા પહેલા આરોપીએ ટ્વીટર પર 87 પેજનો ડ્રાફ્ટ પોસ્ટ કરી, હુમલાનો હેતુ સ્પષ્ટ કર્યો છે. જેમાં આશ્ચર્યમાં મુકી દે તેવી અનેક જાણકારીઓ સામે આવી રહી છે. હુમલાખોરની ઓળખ 28 વર્ષીય ઓસ્ટ્રેલિયન શ્વેત નાગરિક તરીકે થઇ છે.  ટેરેન્ટ પર 49 લોકોની હત્યાનો આરોપ છે. ન્યૂઝીલેન્ડના ક્રિસ્ટચર્ચમાં અલ નૂર અને તેનાથી 6.5 કિમી દૂર લિનવૂડ મસ્જિદમાં બપોરની નમાજ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું. તેમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ માંડ-માંડ બચ્યા છે. 
ટ્વીટર પર 87 પેજનો ડ્રાફ્ટ પોસ્ટ કર્યો
1.આરોપીએ સોશિયલ મીડિયા પર 87 પેજનો ડ્રાફ્ટ પણ પોસ્ટ કર્યો છે. જેમાં તેણે આ હુમલાને બદલાની ભાવનાથી અંજામ આપ્યો છે તેવું જણાવ્યું છે. આરોપીએ પોતે વ્હાઇટ સુપ્રીમસીમાં માને છે, જે ઇમિગ્રન્ટ્સને અત્યંત નફરત કરે છે તેવું જણાવ્યું છે. આ વ્યક્તિ યુરોપમાં ઇસ્લામિક આતંકીઓના હુમલાઓથી નારાજ હતો. જેના કારણે તે બદલો લેવા ઇચ્છતો હતો અને ભય પેદા કરવા માગતો હતો. 
2.આ ઘટનાને અંજામ આપીને પોતાની તરફ લોકોનું ધ્યાન પણ ખેંચવા માગતો હતો. હુમલાખોરને આ ઘટના બાદ આબાદ બચીને નિકળી જવાની આશા હતી, જેથી તે સોશિયલ મીડિયા પર પોતાની વાતને વધુ સારી રીતે વ્યક્ત કરી શકે. 
પૈસા કમાવવા વર્લ્ડ ટૂર પર નિકળ્યો
3.ન્યૂઝીલેન્ડ મસ્જિદના હત્યાકાંડનો આરોપી ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સનો રહેવાસી છે. તેનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. આઠ મહિના પહેલાં જ ગંભીર બીમારીના કારણે તેના પિતાનું નિધન થયું હતું. તેણે વધુ અભ્યાસ નથી કર્યો અને પૈસા કમાવવા માટે દુનિયાના ભ્રમણ પર નિકળી ગયો. 
4.પોતાના વિશ્વ ભ્રમણ દરમિયાન તે પાકિસ્તાન અને નોર્થ કોરિયા પણ ગયો હતો. તેણે સોશિયલ મીડિયા પર પોતાની પાકિસ્તાન મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે પાકિસ્તાન વિશે લખ્યું હતું, આ એક અવિશ્વસનીય સ્થળ છે, જ્યાં વિશ્વના સારાં અને ઉદાર લોકો રહે છે. હુમલાખોરે કહ્યું કે, તેણે હુમલાનું કાવતરું તો લગભગ બે વર્ષ પહેલાં જ ઘડી નાખ્યું હતું, પરંતુ તે સમયે સ્થળની પસંદગી ના કરી શક્યો. ત્રણ મહિના પહેલાં તેણે જગ્યા પસંદ કરી કે હુમલો ક્યાં કરવાનો છે. 
અન્ય મસ્જિદોને પણ નિશાન બનાવી હતી
5.બ્રેન્ટનની યોજના અન્ય મસ્જિદોને પણ નિશાન બનાવવાની હતી, પરંતુ બાદમાં તેણે અલ નૂર મસ્જિદ અને લિનવુડ મસ્જિદને હુમલા માટે પસંદ કરી. તેને એવું લાગ્યું કે, આ બંને મસ્જિદોમાં ભીડ સૌથી વધુ હોય છે. ન્યૂઝીલેન્ડ પોલીસે આ ઘટના બાદ ચાર લોકોની ધરપકડ કરી હતી. તેમાંથી એકને છોડી દીધો હતો. બે લોકો હજુ પણ કસ્ટડી છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી