મસ્જિદમાં હત્યાકાંડ / ન્યૂઝીલેન્ડ કોર્ટમાં હાજર થયેલો આરોપી હસતો રહ્યો, જામીન અરજી ના કરી; 5 એપ્રિલ સુધી કસ્ટડીમાં

divyabhaskar.com

Mar 16, 2019, 05:35 PM IST
કોર્ટની સુનાવણી દરમિયાન તેણે હાથથી વ્હાઇટ સુપ્રીમસીની નિશાની બનાવી હતી
કોર્ટની સુનાવણી દરમિયાન તેણે હાથથી વ્હાઇટ સુપ્રીમસીની નિશાની બનાવી હતી
X
કોર્ટની સુનાવણી દરમિયાન તેણે હાથથી વ્હાઇટ સુપ્રીમસીની નિશાની બનાવી હતીકોર્ટની સુનાવણી દરમિયાન તેણે હાથથી વ્હાઇટ સુપ્રીમસીની નિશાની બનાવી હતી

  • વડાપ્રધાન આર્ડર્ન અનુસાર, બ્રેન્ટને નવેમ્બર 2017માં બંદૂકો માટે લાઇસન્સ આપ્યું હતું  
  • આ હુમલામાં 9 ભારતીય/ભારતીય મૂળના લોકો ગુમ થયાના સમાચાર છે.

વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડમાં ફાયરિંગના સંદિગ્ધ બ્રેન્ટન ટેરેન્ટ (28)ને શનિવારે કોર્ટમાં હાજર કર્યો હતો. તેને 5 એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. ટેરેન્ટ પર 49 લોકોની હત્યાનો આરોપ છે. ન્યૂઝીલેન્ડના ક્રિસ્ટચર્ચમાં અલ નૂર અને તેનાથી 6.5 કિમી દૂર લિનવૂડ મસ્જિદમાં બપોરની નમાજ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું. તેમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ માંડ-માંડ બચ્યા છે. આ હુમલામાં 9 ભારતીય/ભારતીય મૂળના લોકો ગુમ થયાના સમાચાર છે. 
ગેલેરીમાં મીડિયાકર્મીને જોતો રહ્યો
1.બ્રેન્ટન ટેરેન્ટ વ્હાઇટ કપડાં, ઉઘાડા પગ અને હાથમાં હાથકડી સાથે ક્રિસ્ટચર્ચ કોર્ટમાં હાજર થયો. બે પોલીસકર્મી જ્યારે તેને કોર્ટમાં લાવી રહ્યા હતા તે દરમિયાન તેણે મીડિયા અને ફોટોગ્રાફર્સની સામે જોઇ સ્માઇલ આપી હતી. કોર્ટની સુનાવણી દરમિયાન તેણે હાથથી વ્હાઇટ સુપ્રીમસીની નિશાની બનાવી હતી. 
2.બ્રેન્ટન ઓસ્ટ્રેલિયન મૂળનો ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર છે, કોર્ટમાં તેણે પોતાને ફાસિસ્ટ ગણાવ્યો અને જામીન માટે આગ્રહ પણ ના રાખ્યો. જજ જ્યારે બોલતા હતા ત્યારે તે શાંત ચિત્તે મીડિયાકર્મીઓને જ જોઇ રહ્યો હતો. 
ગન કાયદામાં ફેરફાર થશેઃ આર્ડર્ન
3.વડાપ્રધાન આર્ડર્ને કહ્યું કે, મને માહિતી આપવામાં આવી છે કે, મુખ્ય આરોપીએ 5 બંદૂકોનો ઉપયોગ કર્યો, તેની પાસે લાઇસન્સ હતું. આરોપીએ લાઇસન્સ નવેમ્બર 2017માં મેળવ્યું હતું. આ ગંભીર ઘટનાને જોતાં હું એમ કહી શકું છું કે, અમારો ગન કાયદો બદલાઇ જશે. 2005, 2012 અને 2017માં ન્યૂઝીલેન્ડમાં ગન કાયદો બદલવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. 
4.વડાપ્રધાને એમ પણ કહ્યું કે, બ્રેન્ટને આખા વિશ્વની યાત્રા કરી, ન્યૂઝીલેન્ડમાં સમય વિતાવ્યો. તે ક્રાઇસ્ટચર્ચનો રહેવાસી નથી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી