પૂર્વ જાસૂસ મુદ્દે બ્રિટન-રશિયામાં કોલ્ડ વોર, 23 ડિપ્લોમેટ્સને દેશ છોડવાના આદેશ

જર્મની, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલથી બોયકોટ માટે અપીલ કરશે ઇંગ્લેન્ડના સાંસદ

divyabhaskar.com | Updated - Mar 15, 2018, 10:42 AM
થેરેસા મેએ બુધવારે મોસ્કોમાં રશિયા સામે તેમના ભૂતપૂર્વ જાસૂસને ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો
થેરેસા મેએ બુધવારે મોસ્કોમાં રશિયા સામે તેમના ભૂતપૂર્વ જાસૂસને ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો

ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાના પૂર્વ જાસૂસને ઇંગ્લેન્ડમાં ઝેર આપવાની અસર જૂનમાં થવા જઇ રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં પણ જોવા મળી શકે છે. રશિયા, વર્લ્ડ કપનું યજમાન છે અને ઇંગ્લેન્ડ તેને બોયકોટ પણ કરી શકે છે. ઇંગ્લેન્ડના કોમન ફોરેન અફેર્સ કમિટીના ચેરમેન ટોમ ટૂજેનઘટે કહ્યું, રશિયાની પુતિન સરકાર પોતાના વિરોધીઓને આ પ્રકારે ખતમ કરી રહી છે. આપણે તેનો વિરોધ કરવો જોઇએ. ઇંગ્લેન્ડે વર્લ્ડ કપ બોયકોટ કરીને રશિયા પર દબાણ વધારવું જોઇએ. અનેક મીડિયા ગ્રુપે પણ વર્લ્ડ કપ બોયકોટ કરવાની અપીલ કરી છે. આ સિવાય બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ રશિયાના 23 ડિપ્લોમેટ્સને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ રશિયાની સાથે પણ હાઇ લેવલ ડિપ્લોમેટ રિલેશન ખતમ કરવાનું કહ્યું છે. બ્રિટનના વડાપ્રધાને રશિયન સંપત્તિઓને પણ જપ્ત કરવાની વાત કહી છે. વળી, રશિયાએ પણ સ્પષ્ટતા કરી છે કે, તે પોતાના વિરૂદ્ધ થતી કોઇ પણ કાર્યવાહીનો જવાબ આપશે.


બ્રિટનમાં ચાલી રહેલી રશિયન ઇન્ટેલિજન્સમાં આવશે ઉણપ

- થેરેસા મેએ બુધવારે મોસ્કોમાં રશિયા સામે તેમના ભૂતપૂર્વ જાસૂસને ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો. થેરેસાએ કહ્યું કે, 30 વર્ષોમાં કરવામાં આવેલી પદભ્રષ્ટ કરવાની આ સૌથી મોટી કાર્યવાહીથી બ્રિટનમાં ચાલી રહેલી રશિયન ઇન્ટેલિજન્સમાં ઉણપ આવશે. આ સાથે મેએ ઇન્ટરનેશનલ કોમ્યુનિટીઝને પણ રશિયા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
- થેરેસાએ કહ્યું કે, જે 23 ડિપ્લોમેટ્સની ઓળખ રશિયાના ઇન્ટેલિજન્સ અધિકારીઓ તરીકે થઇ છે, તેઓએ એક અઠવાડિયાની અંદર દેશ છોડવો પડશે. તેઓએ રશિયાના વિદેશ મંત્રીનું એક આમંત્રણ પણ રદ્દ કરી દીધું છે. સાથે જ કહ્યું કે, આ વર્ષે રશિયામાં યોજાનારા ફીફા વર્લડ્ કપમાં બ્રિટનનો શાહી પરિવાર સામેલ નહીં થાય.


શું છે મામલો?


- હકીકતમાં, રશિયાના ભૂતપૂર્વ જાસૂસ સર્ગેઇ સ્ક્રિપલ અને તેમની દીકરી યૂલિયા 2010 સાથે ઇંગ્લેન્ડમાં રહેતા હતા.
- આ બંને 4 માર્ચના રોજ વિલ્ટશરના સેલ્સબરી સિટી સેન્ટરની બહાર બેભાન અવસ્થામાં મળ્યા હતા. આ બંનેની હાલત હજુ પણ ગંભીર છે.
- બ્રિટિશ મીડિયા અનુસાર, જાસૂસ અને તેની દીકરીને બેભાન અવસ્થામાં ઉઠાવવા ગયેલા ડેપ્યુટી સાર્જન્ટ નિક બેલી પણ ઝેરની અસર છે અને તે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે.


વિરોધીઓને મારનારાઓ સાથે વર્લ્ડ કપ નહીં


- ઇંગ્લેન્ડના અનેક મંત્રીઓ અને સાંસદોનું કહેવું છે કે, રશિયાએ સર્ગેઇ અને તેની દીકરીને મારવાની કોશિશ કરી છે.
- ટોમ ટુજેને કહ્યું કે, હું સામાન્ય રીતે રાજનીતિને ભેગા નથી કરતો પરંતુ આ પૂર્વનિયોજિત કાવતરું છે. આપણે એવા દેશમાં વર્લ્ડ કપ ના રમવો જોઇએ, જે પોતાના વિરોધીઓને મારતો હોય.
- એવું માનવામાં આવે છે કે, ઇંગ્લેન્ડના સાંસદ જર્મની, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલના અધિકારીઓને મળીને બોયકોટના પક્ષમાં સમર્થન એકઠાં કરશે.

આગળની સ્લાઇડમાં જાણો, વર્લ્ડ કપમાંથી બહાર થશે રશિયા...

થેરેસા મેએ કહ્યું કે, આ વર્ષે રશિયામાં યોજાનારા ફીફા વર્લ્ડ કપમાં શાહી પરિવાર ભાગ નહીં લે (ફાઇલઃ બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે)
થેરેસા મેએ કહ્યું કે, આ વર્ષે રશિયામાં યોજાનારા ફીફા વર્લ્ડ કપમાં શાહી પરિવાર ભાગ નહીં લે (ફાઇલઃ બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે)

બોયકોટ કરવાથી 2022 વર્લ્ડ કપથી પણ થશે બહાર 


- ફીફાએ વર્લ્ડ કપના બોયકોટની યોજના સામે કોઇ પ્રતિક્રિયા આપી નથી. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, ફીફાએ ચેતવણી આપી છે કે, જો કોઇ દેશે હાલમાં વર્લ્ડ કપનો બોયકોટ કર્યો તો તેને 2022માં યોજાનારા વર્લ્ડ કપમાંથી પણ બહાર થવું પડશે. 

X
થેરેસા મેએ બુધવારે મોસ્કોમાં રશિયા સામે તેમના ભૂતપૂર્વ જાસૂસને ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતોથેરેસા મેએ બુધવારે મોસ્કોમાં રશિયા સામે તેમના ભૂતપૂર્વ જાસૂસને ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો
થેરેસા મેએ કહ્યું કે, આ વર્ષે રશિયામાં યોજાનારા ફીફા વર્લ્ડ કપમાં શાહી પરિવાર ભાગ નહીં લે (ફાઇલઃ બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે)થેરેસા મેએ કહ્યું કે, આ વર્ષે રશિયામાં યોજાનારા ફીફા વર્લ્ડ કપમાં શાહી પરિવાર ભાગ નહીં લે (ફાઇલઃ બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App