Home » International News » Latest News » International » મોદી જિનપિંગે સવારે બોટિંગ કર્યું, હવે સાથે કરશે લંચ| Narendra Modi Xi Jinping China Visit Informal Summit

ચાની ચુસ્કીથી લંચ સુધી જિનપિંગ- મોદીનો સાથ; PMનો પ્રવાસ પૂર્ણ

Divyabhaskar.com | Updated - Apr 28, 2018, 01:58 PM

2014માં વડાપ્રધાન બન્યા પછીની મોદી ચોથી વખત ચીનની યાત્રાએ ગયા છે, હજી જૂનમાં પણ મોદી ચીન જશે

 • મોદી જિનપિંગે સવારે બોટિંગ કર્યું, હવે સાથે કરશે લંચ| Narendra Modi Xi Jinping China Visit Informal Summit
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  બેઈજિંગ: નરેન્દ્ર મોદીનો આજે ચીનમાં બીજો દિવસ હતો. આજે પણ મોદી અને ચીનના રાષ્ચ્રપતિ શી જિનપિંગ વચ્ચે 3 વખત મુલાકાત થઈ હતી. આજે સવારે બંને નેતાએ તળાવના કિનારે ફરતા ફરતા ચર્ચા કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ત્યાંની સ્પેશિયલ ચા પણ એક સાથે જ લીધી હતી. તે ઉપરાંત આજે બંને નેતાઓ ઈસ્ટ લેકમાં સાથે બોટિંગ પણ કર્યું અને બપોરે સાંથે લંચ પણ લીધું હતું. મોદી ભારતીય સમય પ્રમાણે બપોરે 12.30 વાગતા ભારત આવવા રવાના થઈ ગયા છે.

  પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચા દરમિયાન મોદીએ જિનપિંગને કહ્યું છે કે, દુનિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવવા માટે ભારત-ચીન મોટી ભૂમિકા નિભાવશે. બંને દેશોમાં દુનિયાની 40 ટકા વસ્તી રહે છે. આપણી પાસે આપણાં લોકોનું કામ કરવાની સાથે સાથે દુનિયા માટે પણ કામ કરવાનો અવસર છે. આપણે વિશ્વ શાંતિમાં મહત્વની ભૂમિકા નિભાવી શકીએ છીએ. અનઔપચારિક બેઠકની પરંપરા શરૂ કરતા મોદીએ આવતા વર્ષે જિનપિંગને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું છે.

  આજના દિવસની બંને નેતાઓની ત્રણ મુલાકાત

  1. સવારે બંને નેતાઓએ ઈસ્ટ લેકના કિનારે ફરતા ફરતાં ચર્ચા કરી.
  2. બંને નેતાઓએ આજે બોટિંગ પણ કર્યું.
  3. બંને નેતાઓ આજે લંચ પણ સાથે કર્યું.

  મોદીએ કહ્યું- પંચશિલના નવા સિદ્ધાંતથી આવશે વિશ્વમાં શાંતિ

  - શુક્રવારે ડેલિગેશન વાતચીત દરમિયાન મોદીએ ચીનની સામે 21મી સદીની પંચશીલની નવી વ્યાખ્યા રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો આપણે સમાન વિઝન, મજબૂત સંબંઘો, એક સરખો સંકલ્પ, સારો સંવાદ અને સમાન વિચાર વાળા પાંચ સિદ્ધાંતો વાળા પંચશીલના આ રસ્તા પર ચાલીશું તો તેનાશી વિશ્વશાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ આવશે.
  - આ વિશે શી જિનપિંગે કહ્યું કે તેમનો દેશ મોદીએ જણાવેલા પંચશીલના આ નવા સિદ્ધાંતોથી પ્રેરણા લઈને ભારત સાથે સહયોગથી કામ કરવા માટે તૈયાર છે.
  - નોંધનીય છે કે, આ પહેલાં ચીન અને ભારત વચ્ચે પંચશીલ સમજૂતી વિશે 31 ડિસેમ્બર 1953 અને 29 એપ્રિલ 1954માં બેઠક થઈ હતી. ત્યારપછી બેઈજિંગમાં આ વિશે સમજૂતી કરાર પણ થયા હતા. આ સિદ્ધાંત છે-
  1. એક બીજાની અંખડતા અને સંપ્રભુતાનું સન્માન કરવું.
  2. પરસ્પર આક્રમકતાથી બચવું.
  3. એક બીજાના આંતરિક મામલે હસ્તક્ષેપ ન કરવો.
  4. સમાન અને પરસ્પર લાભકારી સંબંધી
  5. શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ

  મોદીએ જિનપિંગનો માન્યો આભાર

  - મોદીએ કહ્યું કે, ભારતના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે કે, હું પહેલો એવો વડાપ્રધાન છું જેને મળવા માટે તમે બે વખત તમારી રાજધાનીમાંથી બહાર આવ્યા છો.
  - મને આનંદ છે કે આ સમિટને આટલું મહત્વ આપવામાં આવ્યું છે. આ અનઔપચારિક સમિટ આપણી રેગ્યુલર વ્યવસ્થાને વિકસીત કરશે. મને ખુશી થશે જો તમે પણ 2019માં આવી જ અનઔપચારિક સમિટ કરવા ભારત આવશો.

  આગળની સ્લાઈડમાં જુઓ મોદી અને જિનપિંગની આજની મુલાકાતની વિવિધ તસવીરો

 • મોદી જિનપિંગે સવારે બોટિંગ કર્યું, હવે સાથે કરશે લંચ| Narendra Modi Xi Jinping China Visit Informal Summit
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદી અને જિનપિંગે સાથે લીધી ચાની ચુસ્કી
 • મોદીએ જિનપિંગ સાથે ઈસ્ટ લેકની મુલાકાત કરી
 • મોદી જિનપિંગે સવારે બોટિંગ કર્યું, હવે સાથે કરશે લંચ| Narendra Modi Xi Jinping China Visit Informal Summit
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  આજે મોદીનો ચીનમાં બીજો દિવસ
 • મોદી જિનપિંગે સવારે બોટિંગ કર્યું, હવે સાથે કરશે લંચ| Narendra Modi Xi Jinping China Visit Informal Summit
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ઈસ્ટ લેકના કિનારે ટહેલતા મોદી અને જિનપિંગ
 • મોદી જિનપિંગે સવારે બોટિંગ કર્યું, હવે સાથે કરશે લંચ| Narendra Modi Xi Jinping China Visit Informal Summit
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ઈસ્ટ લેક કિનારે બંને નેતાઓએ કરી ચર્ચા
 • મોદી જિનપિંગે સવારે બોટિંગ કર્યું, હવે સાથે કરશે લંચ| Narendra Modi Xi Jinping China Visit Informal Summit
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદી અને જિનપિંગની આ એક અનઔપચારિક બેઠક છે
 • મોદી જિનપિંગે સવારે બોટિંગ કર્યું, હવે સાથે કરશે લંચ| Narendra Modi Xi Jinping China Visit Informal Summit
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ઈસ્ટલેકમાં મોદી અને જિનપિંગે બોટિંગ પણ કર્યપં
 • મોદી જિનપિંગે સવારે બોટિંગ કર્યું, હવે સાથે કરશે લંચ| Narendra Modi Xi Jinping China Visit Informal Summit
  મોજી-જિનપિંગે સાથે પીધી ચા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ