Home » International News » Latest News » International » PM ચોથી વખત ચીનની મુલાકાતે, 11મી વાર મળ્યા જિનપિંગને| PM China Visit Meet Xi Jinping Wuhan Summit

2019માં ભારત આવવા જિનપિંગને મોદીનું આમંત્રણ, કહ્યું- મને ખુશી થશે

Divyabhaskar.com | Updated - Apr 27, 2018, 05:45 PM

મોદી આ વર્ષે જૂનમાં ફરી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં સામેલ થવા ચીન જશે

 • PM ચોથી વખત ચીનની મુલાકાતે, 11મી વાર મળ્યા જિનપિંગને| PM China Visit Meet Xi Jinping Wuhan Summit
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદી અને જિનપિંગે હુબેઈ મ્યુઝિયમની સાથે મુલાકાત લીધી.

  બેઈજિંગ: બે દિવસીય પ્રવાસ પર ચીન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વુહાનમાં છે. મોદીએ અહીં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન હુબેઈ મ્યુઝિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતીની સાથે મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. પ્રતિનિધિમંડળની સાથે બીજી વારની મુલાકાતમાં મોદીએ જિનપિંગને 2019માં અનૌપચારિક વાતચીત માટે ભારત આવવા આમંત્રણ આપ્યું. મોદીનો ચાર વર્ષમાં આ ચોથો ચીન પ્રવાસ છે. બંને નેતાઓની વચ્ચે 6 મુલાકાત થશે. શનિવાર સવારે બંને નેતા લેક કિનારે પગપાળા ફરશે, પછી બોટમાં બેસી ચર્ચા કરશે. આ મુલાકાતોને 'અનૌપચારિક શિખર વાર્તા' નામ આપવામાં આવ્યું છે.

  મોદીએ જિનપિંગનો માન્યો આભાર


  - મોદીએ કહ્યું કે ભારતના લોકો હકીકતમાં ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યા છે કે હું પહેલો એવો ભારતીય વડાપ્રધાન છું જેની આગેવાની માટે આપ (શી જિનપિંગ) બે વાર રાજધાનીથી બહાર આવ્યા.
  - મોદીએ વધુમાં કહ્યું, "મને ખુશી છે કે આ સમિટને આપે ઘણું મહત્વ આપ્યું. આ ઇન્ફોર્મલ સમિટ આપણી નિયમિત વ્યવસ્થાને વિકસિત કરશે. મને ખુશી થઈ રહી છે કે 2019માં આવી જ એક અનૌપચારિક સમિટ કરવાની અમને તક મળે."
  - "વિશ્વની 40% જનસંખ્યા માટે કામ કરનાર ચીન અને ભારતની જવાબદારી છે. તેનો અર્થ છે કે આપણે વિશ્વની તમામ સમસ્યોઓને છૂટકારો મેળવી લઈશું. આપણે સાથે મળીને આપણા માટે મોટી સંભાવનાઓ માટે કામ કરીશું."
  - "અનૌપચારિક સમિટ દ્વારા ખૂબ જ સકારાત્મક માહોલ બનાવવામાં આવ્યો અને આપે (જિનપિંગે) વ્યક્તિગત રીતે તેમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ભારત અને ચીન છેલ્લા 2000 વર્ષમાંથી 1600 વર્ષથી વૈશ્વિક આર્થિક વિકાસના બે એન્જિનની જેમ કામ કરી રહ્યું છે."

  PM મોદીએ યાદ કર્યા જૂના દિવસો


  - શી જિનપિંગ સાથે મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ પોતાના જૂના દિવસો પણ યાદ કર્યા.
  - તેઓએ કહ્યું કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મને વુહાન આવવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું.
  - મેં અહીંના ડેમ વિશે ઘણું સાંભળ્યું હતું. હું એક સ્ટડી ટુર પર આવ્યો અને ડેમ પર એક દિવસ રોકાયો.
  - પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ચીન અને ભારતની સંસ્કૃતિ નદી કિનારા પર આધારિત રહી છે. જો આપણે મોહનજોદડો અને હડપ્પા સંસ્કૃતિની વાત કરીએ, તો તમામ વિકાસ નદી કિનારે જ થયો છે.

  મોદી સૌથી વધુ વખત ચીનની મુલાકાત લેનાર ભારતના પીએમ

  - મોદીની આ ચાર વર્ષમાં ચોથી વખત ચીન મુલાકાત છે. આમ, મોદી હવે સૌથી વધારે વખત ચીન ગયેલા વડાપ્રધાન બની ગયા છે.

  - આ પહેલાંના પૂર્વ પીએમ મનમોહન સિંહ ત્રણ વખત ચીનની મુલાકાતે ગયા હતા.

  - મોદી અને શી જિનપિંગ વચ્ચેની આ મુલાકાતને અનઔપચારિક શિખર વાર્તાનું નામ આપવામાં આવ્યું છે.

  - પહેલીવાર એવું થશે કે, જ્યારે ભારત અને ચીનના કોઈ નેતાની બેઠક પછી કોઈ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કે મીડિયા બ્રીફિંગ કરવામાં આવશે નહીં. તેમ છતા આ મુલાકાતમાં બંને વચ્ચે ઘણાં મહત્વના મુદ્દા વિશે ચર્ચા થવાની શક્યતા છે.

  મોદી માટે પ્રોટોકોલ તોડશે જિનપિંગ


  - ચીનમાં ભારતના રક્ષા સલાહકાર રહી ચૂકેલા લેફ્ટિનેન્ટ જનરલ એસએલ નરસિમ્હને કહ્યું છે કે, મોદી એવા પહેલાં વડાપ્રધાન છે જેમના માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અનૌપચારિક શિખર બેઠક રાખી છે. પ્રોટોકોલ પર ખૂબ ધ્યાન આપનાર ચીન રાજકારણમાં આ બહુ મોટો અપવાદ છે.

  - ચીનના રાષ્ટ્રપતિ અન્ય કોઈ દેશના વડાપ્રધાન સથે શિખર બેઠક કરે તે ખરેખર ઘણી મોટી રાજકીય ઘટના માનવામાં આવે છે. આ મોદી અને જિનપિંગના અંગત સંબંધોના કારણે શક્ય થઈ શક્યું છે.
  - અત્યાર સુધી મોદી જ્યારે પણ ચીન યાત્રા ઉપર આવ્યા છે ત્યારે તેમની ઔપચારિક મુલાકાત વડાપ્રધાન લિ કેકિયાંગ સાથે થતી રહી છે. ત્યારપછી તેઓ રાષ્ટ્રપતિ જિનપિંગને મળતા હતા. પરંતુ આ શિખર બેઠકમાં તેઓ સીધા રાષ્ટ્રપતિ જિનપિંગને જ મળશે. તે માટે જ આ બેઠક વુહાનમાં રાખવામાં આવી છે. કારણકે બેઈજિંગમાં આ બેઠક રાખવામાં આવતી તો પ્રોટોકોલ નડી રહ્યા હતા.
  - સેન્ટર ફોર જોઈન્ટ વોરફેર સ્ટડીઝના નિર્દેશક લેફ્ટીનેંટ જનરલ વિનોદ ભાટિયાએ કહ્યું છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ પછી ચીને મોદી માટે પ્રોટોકોલ તોડ્યો છે. આ બેઠકમાં વડાપ્રધાનની જગ્યાએ સીધા રાષ્ટ્રપતિ મોદી સાથે મુલાકાત કરવાના છે. અમેરિકામાં વડાપ્રધાનનું પદ છે જ નહીં. આ દુનિયાના સૌથી પાવરફુલ નેતાઓમાંથી બેની મુલાકાત છે.

  જૂનમાં મોદી ફરી જશે ચીન
  - મોદી આ વર્ષે જૂનમાં ફરી એક વખત ચીનની મુલાકાત લેશે. આ મુલાકાતમાં મોદી શંઘાઈ કો- ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં સામેલ થવા માટે ચીન જશે. મોદીની આ બીજી સ્ટેટ વિઝિટ છે.
  - તે સિવાય અહીં જી-20 અને બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે પણ જઈ ચૂક્યા છે. જ્યારે ચાર વર્ષમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ માત્ર એક વખત ભારતની મુલાકાતે આવ્યા છે.
  - મોદી પીએમ બન્યા પછી 47 મહિનામાં આ 55મી વિદેશ યાત્રા છે.
  - મોદી વડાપ્રધાન બન્યા તે પહેલાં 67 વર્ષમાં માત્ર પાંચ વડાપ્રધાને ચીનની મુલાકાત લીધી હતી. તેમાં જવાહરલાલ નહેરુ, રાજીવ ગાંધી, નરસિમ્હા રાવ, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ સામેલ છે.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

 • PM ચોથી વખત ચીનની મુલાકાતે, 11મી વાર મળ્યા જિનપિંગને| PM China Visit Meet Xi Jinping Wuhan Summit
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વુહાન મુલાકાતની જૂની વાતો જિનપિંગને જણાવી.
 • PM ચોથી વખત ચીનની મુલાકાતે, 11મી વાર મળ્યા જિનપિંગને| PM China Visit Meet Xi Jinping Wuhan Summit
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હુબઈ મ્યુઝિયમમાં મળ્યા
 • PM ચોથી વખત ચીનની મુલાકાતે, 11મી વાર મળ્યા જિનપિંગને| PM China Visit Meet Xi Jinping Wuhan Summit
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  અહીં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
 • PM ચોથી વખત ચીનની મુલાકાતે, 11મી વાર મળ્યા જિનપિંગને| PM China Visit Meet Xi Jinping Wuhan Summit
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદી અને જિનપિંગે સાથે જોયુ હુબઈ મ્યૂઝિયમ
 • PM ચોથી વખત ચીનની મુલાકાતે, 11મી વાર મળ્યા જિનપિંગને| PM China Visit Meet Xi Jinping Wuhan Summit
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • PM ચોથી વખત ચીનની મુલાકાતે, 11મી વાર મળ્યા જિનપિંગને| PM China Visit Meet Xi Jinping Wuhan Summit
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ગુરુવારે મોડી રાતે પીએમ મોદી ચીન પહોંચ્યા
 • PM ચોથી વખત ચીનની મુલાકાતે, 11મી વાર મળ્યા જિનપિંગને| PM China Visit Meet Xi Jinping Wuhan Summit
  આ અનઔપચારિક બેઠક પછી પહેલી વખત કોઈ જોઈન્ટ સ્ટેટમેન્ટ કે મીડિયા કોન્ફરન્સ કરવામાં આવશે નહીં
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ