650 કલાકની તૈયારીથી 30 મિનિટની મ્યુઝિકલ આતશબાજી કરે છે

12 દેશો વચ્ચે 14 કોમ્પિટિશન, ફિલિપાઈન્સમાં આગનો વર્લ્ડ ઓલિમ્પિક

Agency

Agency

Divyabhaskar.com | Updated - Mar 18, 2018, 04:18 AM
Musical fireworks make 30 minutes of preparation for 650 hours

મનીલા: તસવીર ફિલિપાઈન્સની રાજધાની મનીલાના સમુદ્ર કિનારે આયોજિત પાઈરોમ્યુઝિકલ ઈન્ટરનેશનલ ફેસ્ટિવલની છે. આ દુનિયાના સૌથી મોટા આતશબાજી ફેસ્ટિવલમાંથી એક છે. તેને વર્લ્ડ પાઈરો ઓલિમ્પિક એટલે કે અાગનો વર્લ્ડ ઓલિમ્પિક પણ કહેવાય છે. આ વખતે 12 દેશોની ટીમ ભાગ લઈ રહી છે. આ લોકો આતશબાજીનું પ્રદર્શન કરે છે. છ અઠવાડિયાં સુધી ચાલતા આ ફેસ્ટિવલને જોવા લગભગ 1 લાખ લોકો આવે છે. સમુદ્રકિનારે મ્યુઝિમ ફેસ્ટ પણ યોજાય છે. સાથે જ ડિનર અને શોપિંગની વ્યવસ્થા પણ હોય છે. ટિકિટ 125 રૂ.થી 2 હજાર રૂ. જેટલી હોય છે.

દર અઠવાડિયે 2 ટીમનું પ્રદર્શન, ઈનામ 2.5 લાખ

છ અઠવાડિયાં સુધી ચાલતા આ ફેસ્ટિવલની શરૂઆત 10 ફેબ્રુઆરીએ થઈ હતી. તે દર શનિવારે આયોજિત થાય છે. દર અઠવાડિયે બે ટીમ પરફોર્મ કરે છે. છેલ્લા અઠવાડિયે વિજેતાની પસંદગી કરાય છે. 24 માર્ચે ફાઈનલ છે. વિજેતા ટીમને ગોલ્ડ મેડલ અને ટ્રોફી અપાય છે. પ્રાઈઝ મની 2.5 લાખ રૂ. છે. બીજા અને ત્રીજા ક્રમની ટીમને ક્રમશ: લગભગ 2 લાખ અને 1.5 લાખ રૂ. ઈનામ અપાય છે.

5000થી વધુ ફાયર સર્કિટ લગાવાય છે

20 સભ્યની ટીમને ઈવેન્ટની તૈયારી કરવામાં બે દિવસથી વધારે સમય લાગે છે. 30 મિનિટની આતશબાજી માટે તે લગભગ 650 કલાક મહેનત કરે છે. તે માટે લગભગ 175 ફિલ્ડ મોડ્યુલ અને 5000થી વધુ ફાયરસર્કિટ બનાવે છે. તેમાં ફિલિપાઈન્સ, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, જર્મની, ઓસ્ટ્રિયા, કેનેડા, ફ્રાન્સ, ઈટાલી, તાઇવાન, બ્રિટન, ચીન, દ.કોરિયાની ટીમ ભાગ લઈ રહી છે.

Musical fireworks make 30 minutes of preparation for 650 hours
X
Musical fireworks make 30 minutes of preparation for 650 hours
Musical fireworks make 30 minutes of preparation for 650 hours
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App