ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Museum Gifted Trump To Golden Toilet

  વોશિંગ્ટન: મ્યુઝિયમે ટ્રમ્પને ગોલ્ડન ટોઈલેટ ભેટ આપ્યું

  Agency, Washington | Last Modified - Jan 28, 2018, 05:05 AM IST

  ગુગેનહાઇમ મ્યુઝિયમના અધ્યક્ષ નેન્સી સ્પેક્ટરે વ્હાઈટ હાઉસને કરેલા ઈ-મેલમાં લખ્યું છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   વોશિંગ્ટન: ન્યુયોર્કના ગુગેનહાઇમ મ્યુઝિયમે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગોલ્ડન ટોઈલેટ ભેટ આપ્યું છે. જોકે હાલ સ્પષ્ટ નથી કે ટ્રમ્પે આ અનોખી ભેટ સ્વીકારી છે કે નહીં. ખરેખર ટ્રમ્પે ગત વર્ષે સપ્ટેમ્બરમાં મ્યુઝિયમને પત્ર લખીને પેઈન્ટર વેન ગોગએ બનાવેલાં પ્રસિદ્ધ પેઈન્ટિંગ ‘લેન્ડસ્કેપ વિથ સ્નો’ની માગણી કરી હતી. આ મ્યુઝિયમનું સૌથી પ્રસિદ્ધ પેઈન્ટિંગ પૈકી એક છે. હવે મ્યુઝિમયને ટ્રમ્પના એ પત્રનો જવાબ આપતાં પેઈન્ટિંગ આપવાનો ઈનકાર કરી દીધો અને તેના બદલામાં સોનાનું ટોઈલેટ આપ્યું. આ ગોલ્ડન ટોઈલેટ 18 કેરેટ સોનાનું બનેલું છે.

   વ્હાઈટ હાઉસે અત્યાર સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. ગુગેનહાઇમ મ્યુઝિયમના અધ્યક્ષ નેન્સી સ્પેક્ટરે વ્હાઈટ હાઉસને કરેલા ઈ-મેલમાં લખ્યું છે કે અમને દુ:ખ છે કે અમે તમને લેન્ડસ્કેપ વિથ સ્નો પેઈન્ટિંગ તો નથી આપી શકતા. અમે આ પેઈન્ટિંગને કંઇક ખાસ પ્રસંગ સિવાય ક્યારેય મ્યુઝિયમથી બહાર નથી કાઢતા. તેના બદલામાં અમે વ્હાઈટ હાઉસને ગોલ્ડન ટોઈલેટ ઓફર કરીએ છીએ. ઈટાલીના કલાકાર મોરિટિજ્યો કેટેલોને બનાવેલું આ ગોલ્ડન ટોઈલેટ અમે વ્હાઈટ હાઉસને લાંબા સમય માટે આપી શકીએ છીએ.

   જો વ્હાઈટ હાઉસ ઈચ્છે તો અમે તેના ફીટિંગ અને તેની જાળવણી વિશેની જાણકારી પણ આપી શકીએ છીએ. વેન ગોગની પેઈન્ટિંગ 1888માં બનાવ્યું હતું. તેને મ્યુઝિયમના સહયોગી સંસ્થાનોમાં ગેગનહાઈમના માલિકોની મંજૂરીથી જ પ્રદર્શિત કરવામાં આવે છે. જ્યારે ગોલ્ડન ટોઈલેટને અમેરિકામાં ધનિકોના તમામ મોંઘા અને બિનજરૂરી શોખ પર વ્યંગ્ય તરીકે જોવામાં આવી રહ્યું છે. મ્યુઝિયમમાં આ ટોઈલેટનું નામ પણ વ્યંગ્યાત્મક અંદાજમાં ‘અમેરિકા’ રાખવામાં આવ્યું છે. મ્યુઝિયમમાં આ ગોલ્ડન ટોઈલેટને ચાલુ હાલતમાં રખાયું છે. અત્યાર સુધી અમેરિકાના એક લાખથી વધુ ધનિક લોકો આ ગોલ્ડન ટોઈલેટનો ઉપયોગ કરી ચૂક્યા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Museum Gifted Trump To Golden Toilet
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `