Divya Bhaskar

Home » International News » Latest News » International » Forbes Richest Billionaires 2018 Jeff Bezos richest in the world

ફોર્બ્સ લિસ્ટઃ અમેઝનના જેફ બેઝોસ સૌથી અમીર, મુકેશ અંબાણી 19માં નંબરે

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 10:30 AM

વિશ્વના અબજોપતિની ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી 19માં નંબરે તો પતંજલિના આચાર્ય બાલકૃષ્ણન ટોપ-100માં છે

  • Forbes Richest Billionaires 2018 Jeff Bezos richest in the world
    આ લિસ્ટમાં મુકેશ અંબાણી એક સ્ટેપ ઉપર ચડ્યાં છે ગત વર્ષે તેઓ 20માં નંબરે હતા (ફાઈલ)

    વોશિંગ્ટનઃ ફોર્બ્સ દ્વારા દર વર્ષે વિશ્વના અબજોપતિઓની એક યાદી બહાર પાડવામાં આવે છે. ત્યારે આ વર્ષે આ યાદીમાં અેમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ પહેલાં નંબરે પહોંચી ગયા છે. તેમની સંપત્તિ 112 અબજ ડોલર (લગભગ 7.5 લાખ કરોડ રૂપિયા) છે. આ સાથે જ તેઓ 100 અબજ ડોલરથી વધુ સંપત્તિવાળા પહેલાં અબજપતિ પણ બની ગયાં છે. તેઓએ માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સને પાછળ છોડી દીધાં છે. આ લિસ્ટમાં મુકેશ અંબાણી 40.1 અબજ ડોલર (લગભગ 2.61 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિની સાથે 19માં નંબર પર છે. તો પતંજલિના આચાર્ય બાલકૃષ્ણન ટોપ-100માં છે.

    અંબાણી એક સ્ટેપ ઉપર ચડ્યાં


    - મુકેશ અંબાણીની સંપત્તિમાં લગભગ 8 અબજ ડોલર (લગભગ 52 હજાર કરોડ રૂપિયા)નો વધારો થયો છે.
    - આ લિસ્ટમાં મુકેશ અંબાણી એક સ્ટેપ ઉપર ચડ્યાં છે. ગત વર્ષે તેઓ 20માં નંબરે હતા.
    - આ લિસ્ટમાં વિશ્વભરના 2 હજાર 208 અબજપતિ ઉદ્યોગપતિઓને સામેલ કરવામાં આવ્યાં છે. જેમાં 102 ભારતીયો છે.

    આ છે ટોપ-5 અબજોપતિ


    1) જેફ બેઝોસ- 112 અબજ ડોલર
    2) બિલ ગેટ્સ- 91.2 અબજ ડોલર
    3) વોરન બફેટ- 87.7 અબજ ડોલર
    4) બર્નાર્ડ અર્નોલ્ટ- 75 અબજ ડોલર
    5) માર્ક ઝુકરબર્ગ- 72 અબજ ડોલર

    ટોપ-5 ભારતીય અબજપતિ


    1) મુકેશ અંબાણી- 40.1 અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ 19મો નંબર)
    2) અઝીમ પ્રેમજી- 18.8 અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ 58મો નંબર)
    3) લક્ષ્મીનિવાસ મિત્તલ- 18.5 અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ 62મો નંબર)
    4) શિવ નડાર- 14.6 અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ 98મો નંબર)
    5) દિલીપ સંઘવી- 12.8 અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ 115મો નંબર)
    - આ લિસ્ટમાં ટોપ-10માં કોઈપણ મહિલા સામેલ નથી. અમેરિકી રિટેલ ચેન વોલમાર્ટના ઉત્તરાધિકારી એલિસ વોલ્ટન 16માં સ્થાનની સાથે પહેલી મહિલા છે.

    ડોનાલ્ડ ટ્રમ્પ 200 નંબર નીચે આવ્યાં


    - આ લિસ્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉદ્યોગપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 200 નંબર નીચે આવી ગયાં છે. તેમની સપંત્તિ 3.1 અબજ ડોલર છે. તેઓ લિસ્ટમાં 766માં નંબર પર છે. ગત વર્ષે તેમની સંપત્તિમાં 40 કરોડનો ઘટાડો નોંધાયો છે.

    સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending