અહીં સર્જાયો 'સૌથી મોંઘો' અકસ્માત; લોકોએ જોયો તમાશો, ડ્રાઇવર્સને ના કરી મદદ

એક મહિના પહેલાં લંડનના સેન્ટ પેનક્રાસ સ્ટેશન પાસે એક સુપર કાર ટેક્સી સાથે અથડાઇ હતી

divyabhaskar.com | Updated - May 21, 2018, 05:35 PM
પોર્શ કેમેન 2.7 અને બ્લેક ફેરારી 458 સ્પીડર ટીન્સલે એરિયામાં સાંજે 7.55 વાગ્યે અથડાઇ હતી.
પોર્શ કેમેન 2.7 અને બ્લેક ફેરારી 458 સ્પીડર ટીન્સલે એરિયામાં સાંજે 7.55 વાગ્યે અથડાઇ હતી.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુકેમાં શેફિલ્ડના રહીશો રોડ પર સર્જાયેલા એક અકસ્માતને જોઇને આશ્ચર્યમાં પડી ગયા હતા. શેફિલ્ડના રોડ પર 2.28 કરોડની બે સુપર કાર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાઉથ યોર્કશાયર પોલીસના જણાવ્યા અનુસાર, ગત રવિવારે પોર્શ કેમેન 2.7 અને બ્લેક ફેરારી 458 સ્પીડર ટીન્સલે એરિયામાં સાંજે 7.55 વાગ્યે અથડાઇ હતી.

ડઝનથી વધુ લોકોએ નજરે જોયો અકસ્માત, કોઇએ ના કરી મદદ


- આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જો કે, યુકેના લોકો આ વીડિયો જોયા બાદ રોષે ભરાયા છે. એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે, આટલો ગંભીર અકસ્માત થવા છતાં ત્યાં લોકો માત્ર ટોળે વળીને જોઇ જ રહ્યા છે.
- યૂઝરે ટ્વીટર પર લખ્યું કે, કાર ક્રેશના ઘટનાસ્થળે મોટું ટોળું જોવા મળી રહ્યું છે. પરંતુ કોઇએ ડ્રાઇવર્સને મદદ સુદ્ધાં નથી કરી, લોકો એવું વિચારતા હતા કે આ નાના બાળકોના ટોય કાર રેસ છે?
- આ અકસ્માતને નજરે જોનારા લોકોએ પોલીસને જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ બંને કારના ડ્રાઇવર્સ કારની બહાર નિકળી ભાગી ગયા હતા. જેથી આ બંનેને કેટલી ગંભીર ઇજાઓ થઇ છે તે વિશે જાણી શકાયું નથી.


એક મહિના પહેલાં સુપરકાર અને ટેક્સીનો થયો હતો અકસ્માત


- એક મહિના પહેલાં લંડનના સેન્ટ પેનક્રાસ સ્ટેશન પાસે એક સુપર કાર ટેક્સી સાથે અથડાઇ હતી. અલ્ટ્રા-રેર એવેન્ટાડોર કાર એટલી સ્પીડમાં આવી રહી હતી કે, ટેક્સી 1 કિમી પાછળ ઢસડાઇ હતી.
- ગયા વર્ષે 9.14 કરોડની મેકલારેન પી1 કાર સ્લોગ એરિયા નજીક સળગી ગઇ હતી.

આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
યૂઝરે ટ્વીટર પર લખ્યું કે, કાર ક્રેશના ઘટનાસ્થળે મોટું ટોળું જોવા મળી રહ્યું છે. પરંતુ કોઇએ ડ્રાઇવર્સને મદદ સુદ્ધાં નથી કરી.
યૂઝરે ટ્વીટર પર લખ્યું કે, કાર ક્રેશના ઘટનાસ્થળે મોટું ટોળું જોવા મળી રહ્યું છે. પરંતુ કોઇએ ડ્રાઇવર્સને મદદ સુદ્ધાં નથી કરી.
X
પોર્શ કેમેન 2.7 અને બ્લેક ફેરારી 458 સ્પીડર ટીન્સલે એરિયામાં સાંજે 7.55 વાગ્યે અથડાઇ હતી.પોર્શ કેમેન 2.7 અને બ્લેક ફેરારી 458 સ્પીડર ટીન્સલે એરિયામાં સાંજે 7.55 વાગ્યે અથડાઇ હતી.
આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
યૂઝરે ટ્વીટર પર લખ્યું કે, કાર ક્રેશના ઘટનાસ્થળે મોટું ટોળું જોવા મળી રહ્યું છે. પરંતુ કોઇએ ડ્રાઇવર્સને મદદ સુદ્ધાં નથી કરી.યૂઝરે ટ્વીટર પર લખ્યું કે, કાર ક્રેશના ઘટનાસ્થળે મોટું ટોળું જોવા મળી રહ્યું છે. પરંતુ કોઇએ ડ્રાઇવર્સને મદદ સુદ્ધાં નથી કરી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App