હજ દરમિયાન મહિલાઓ સાથે થાય છે યૌન શોષણ, #MosqueMeTooમાં સામે આવી હકીકત

એક અનુમાન અનુસાર, અંદાજિત 20 લાખ મુસ્લિમ દર વર્ષે હજ માટે જાય છે.

divyabhaskar.com | Updated - Feb 16, 2018, 05:28 PM
લેખિકા અને પત્રકાર મોના ટ્હાવીએ  #MosqueMeToo કેમ્પેઇનની શરૂઆત કરી હતી. (ફાઇલ)
લેખિકા અને પત્રકાર મોના ટ્હાવીએ #MosqueMeToo કેમ્પેઇનની શરૂઆત કરી હતી. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ હાલમાં જ સોશિયલ મીડિયા પર ચાલેલા #MeToo કેમ્પેઇનથી વિશ્વભરની મહિલાઓએ યૌન શોષણ વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. સેંકડો પીડિત મહિલાઓએ સોશિયલ મીડિયા પર પોતાની આપવીતિ શૅર કરી. હવે આવું જ એક કેમ્પેઇન ફરીથી શરૂ થયું છે. #MosqueMeToo નામથી ચલાવવામાં આવતા આ અભિયાનમાં હજ અને અન્ય ધાર્મિક સ્થાનો પર જતી મહિલાઓ પોતાની આપવીતિ જણાવી રહી છે, જેઓ ધાર્મિક સ્થાનો પર યૌન શોષણનો શિકાર થઇ ગઇ છે.

મોના ટ્હાવીએ કરી આ કેમ્પેઇનની શરૂઆત

- લેખિકા અને પત્રકાર મોના ટ્હાવીએ #MosqueMeToo કેમ્પેઇનની શરૂઆત કરી હતી. તેઓએ વર્ષ 2013માં હજ દરમિયાન તેમની સાથે થયેલા યૌન શોષણની ઘટના ટ્વીટર પર શૅર કરી હતી.
- બાદમાં મોનાએ એક ટ્વીટમાં લખ્યું, એક મુસ્લિમ મહિલાએ મારી ઘટના વિશે જાણ્યા બાદ તેમની માતા સાથે થયેલા યૌન શોષણના અનુભવ વિશે મને જણાવ્યું. તેઓએ મને કવિતા પણ મોકલી. જેનો જવાબ આપતી વખતે હું રડી રહી હતી.


આ ફારસી ટ્વીટર પર ટોપ 10 ટ્રેન્ડમાં આવી ગયું


- ટ્વીટર પર પોતાનો અનુભવ શૅર કરતી મહિલાઓએ જણાવ્યું કે, તેઓને ભીડમાં કોઇ ખોટી રીતે અડકીને ગયું અને ખરાબ રીતે પકડવાની કોશિશ કરવામાં આવી.
- એક યૂઝરે ટ્વીટ કરીને લખ્યું, મેં #MosqueMeToo વિશે વાંચ્યુ. આનાથી હજ 2010 દરમિયાનની ભયાનક યાદો ફરીથી મારાં દિમાગમાં તાજી થઇ ગઇ. યૂઝરે કહ્યું કે, લોકો વિચારે છે કે, મક્કા મુસ્લિમો માટે એક પવિત્ર સ્થળ છે, તેથી અહીં કંઇ જ ખોટું નહીં થાય. આ વાત સંપુર્ણપણે ખોટી છે.
- એક અનુમાન અનુસાર, અંદાજિત 20 લાખ મુસ્લિમ દર વર્ષે હજ માટે જાય છે. જેથી પવિત્ર ગણાતા મક્કા શહેરમાં લોકોની ભારે ભીડ એકઠી થઇ જાય છે.
- #MosqueMeToo કેમ્પેઇનના સમર્થકોનું કહેવું છે કે, આવા પવિત્ર સ્થળો ઉપર પણ જ્યાં મહિલાઓ સંપુર્ણ રીતે ઢંકાયેલી હોય છે, તેમ છતાં તેમની સાથે દુર્વ્યવહાર થઇ શકે છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, #MosqueMeToo કેમ્પેઇનમાં શૅર થયેલા અન્ય અનુભવો વિશે...

યૂઝર હનને ટ્વીટ કર્યુ, મારી બહેનોએ આવા માહોલમાં યૌન શોષણ સહન કર્યુ છે. (ફાઇલ)
યૂઝર હનને ટ્વીટ કર્યુ, મારી બહેનોએ આવા માહોલમાં યૌન શોષણ સહન કર્યુ છે. (ફાઇલ)

ઇરાની અને ફારસી બોલનારા ટ્વીટર યૂઝર્સે શૅર કર્યા અનુભવો

 
- અનેક ઇરાની અને ફારસી બોલતા ટ્વીટર યૂઝર્સે પોતાની સાથે થયેલા યૌન શોષણના અનુભવો જણાવ્યા. ઉપરાંત એવી માન્યતાઓને પડકાર પણ ફેંક્યો કે, હિજાબ મહિલાઓને યૌન શોષણ અને દુર્વ્યવહારથી બચાવે છે. 
- એક યૂઝરે લખ્યું, તવાફ દરમિયાન માતાં પિતા, મારી માતાને સુરક્ષા આપવા પાછળ ચાલતા હતા. પુરૂષોએ આશ્ચર્યથી જોવાની જરૂર નથી. 
- યૂઝર હનને ટ્વીટ કર્યુ, મારી બહેનોએ આવા માહોલમાં યૌન શોષણ સહન કર્યુ છે, જેઓ પોતાના માટે સુરક્ષિત ગણતી હતી. ભયાનક લોકો પવિત્ર સ્થાનો ઉપર પણ હોય છે. 
- એક મુસ્લિમ તરીકે આપણે અન્યાય સહન કરી રહેલી પોતાની બહેનોને સાથ આપવો જોઇએ. 

એક અનુમાન અનુસાર, અંદાજિત 20 લાખ મુસ્લિમ દર વર્ષે હજ માટે જાય છે. (ફાઇલ)
એક અનુમાન અનુસાર, અંદાજિત 20 લાખ મુસ્લિમ દર વર્ષે હજ માટે જાય છે. (ફાઇલ)

- થોડાં મહિનાઓ પહેલાં હોલિવૂડમાં શરૂ થયેલા #MeToo કેમ્પેઇન હેઠળ યૌન શોષણના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. 

- ત્યારબાદ મહિલાઓ પોતાની સાથે થયેલા અન્યાય અને અત્યાચારો વિશે ખુલીને જણાવી રહી છે. 

X
લેખિકા અને પત્રકાર મોના ટ્હાવીએ  #MosqueMeToo કેમ્પેઇનની શરૂઆત કરી હતી. (ફાઇલ)લેખિકા અને પત્રકાર મોના ટ્હાવીએ #MosqueMeToo કેમ્પેઇનની શરૂઆત કરી હતી. (ફાઇલ)
યૂઝર હનને ટ્વીટ કર્યુ, મારી બહેનોએ આવા માહોલમાં યૌન શોષણ સહન કર્યુ છે. (ફાઇલ)યૂઝર હનને ટ્વીટ કર્યુ, મારી બહેનોએ આવા માહોલમાં યૌન શોષણ સહન કર્યુ છે. (ફાઇલ)
એક અનુમાન અનુસાર, અંદાજિત 20 લાખ મુસ્લિમ દર વર્ષે હજ માટે જાય છે. (ફાઇલ)એક અનુમાન અનુસાર, અંદાજિત 20 લાખ મુસ્લિમ દર વર્ષે હજ માટે જાય છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App