અલ નીનોથી આ વર્ષે ચોમાસું નબળું રહેશે: અમેરિકી રિપોર્ટ

રેડિએન્ટ સોલ્યુસન્સનો દાવો પણ દેશની નજર હવામાન વિભાગ અને સ્કાયમેટની આગાહી પર

Agency

Agency

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 04:41 AM
Monsoon Will Be Weak This Year From El Nino: US report

સિંગાપોર: આગામી ચોમાસામાં અલ-નીનોની અસરના કારણે વરસાદ સામાન્ય કરતાં ઓછો નોંધાઈ શકે છે. જૂન પછી તેની અસર જોવા મળી તેવી શક્યતા છે. ભૌગોલિક આંકડાઓ પર કામ કરતી અમેરિકાની ખાનગી સંસ્થા રેડિએન્ટ સૉલ્યુસન્સે વ્યક્ત કરેલી આગાહી મુજબ ભારતમાં આગામી ચોમાસામાં અલ-નીનોની અસરના કારણે વરસાદ સામાન્ય કરતાં ઓછો થઈ શકે છે.

રેડિએન્ટના સિનિયર હવામાન વિજ્ઞાની કાઇલ તાપલેએ જણાવ્યું હતું કે અપૂરતા વરસાદને કારણે ભારતમાં સોયાબીન, મગફળી અને કપાસ સહિતના પાકને પ્રતિકૂળ અસર થઈ શકે છે. ગત વર્ષે પણ ચોમાસુ સામાન્ય કરતાં ઓછું રહ્યું હતું. લાંબા ગાળાની સરેરાશ (લૉંગ પિરિયડ એવરેજ)ની સરખામણીમાં 95 ટકા વરસાદ થયો હતો. જ્યારે હવામાન વિભાગનું અનુમાન 98 ટકાનું હતું. કાઇલે જણાવ્યું હતું કે લા-નીનાની અસર નબળી પડી રહી છે જ્યારે અલ-નીનોની આશંકા વધી રહી છે. હવામાન વિભાગની આગાહી કરતી અન્ય સંસ્થાઓએ પણ આગામી ચોમાસામાં અલ-નીનોની અસર જોવા મળી શકે છે એવી આગાહી કરી હતી.

સરકારી હવામાન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ આગાહી કરવામાં આવી નથી. અલ-નીનોની અસરના કારણે એશિયાના કેટલાક વિસ્તારમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે. જ્યારે દક્ષિણ અમેરિકામાં અતિવૃષ્ટિ સર્જાય છે. કાઇલે જણાવ્યું હતું કે ઑસ્ટ્રેલિયાના પૂર્વ વિસ્તારમાં સૂકું હવામાન રહેશે. તેના કારણે ઘઉંના પાકને નુકસાન પહોંચી શકે છે. દુષ્કાળગ્રસ્ત આર્જેન્ટીનામાં બે સપ્તાહમાં વરસાદ પડી શકે છે. ગરમ હવામાનને કારણે ગત વર્ષે ઑસ્ટ્રેલિયામાં ઘઉંની ઉપજમાં 30 ટકાનો ઘટાડો થયો હતો. ભારતીય હવામાન વિભાગ એપ્રિલ-મેમાં ચોમાસા અંગેના પ્રારંભિક વરતારા આપશે.

16 વર્ષમાં માત્ર એક વખત સાચી આગાહી

- ચોમાસા વિશે આઇએમડીની છેલ્લાં 16 વર્ષની આગાહીમાં માત્ર 2008માં આગાહીથી નજીકનો વરસાદ નોંધાયો હતો.

- સળંગ બે વર્ષ અપૂરતા વરસાદ બાદ 2016માં 97 ટકા સાથે સામાન્ય, 2017માં 94.8 ટકા સાથે અપૂરતો વરસાદ નોંધાયો હતો.

આગાહી અને નોંધાયેલો વરસાદ

વર્ષ IMD સ્કાયમેટ વરસાદ થયો
2017 98 95 94.8
2016 106 105 97
2015 93 102 86
2014 95 91 88

X
Monsoon Will Be Weak This Year From El Nino: US report
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App