ગૂગલ અર્થમાં મળી આવ્યું 239 પેસેન્જર સાથે ગૂમ થયેલું મલેશિયાનું પ્લેન?

એક્સપર્ટ્સ અનુસાર, આ ઇમેજીસ મલેશિયા એરલાઇન્સ ફ્લાઇટ એમએચ370ના કાટમાળની છે અને તેમાં બૂલેટ હોલ્સ જોવા મળે છે.

divyabhaskar.com | Updated - Mar 19, 2018, 04:33 PM
એન્જિનિયર મેકમોહનના દાવા અનુસાર, અહીં પ્લેનના ફ્રન્ટ કેબિનનો હિસ્સો છે. (ગૂગલ અર્થ ઇમેજ)
એન્જિનિયર મેકમોહનના દાવા અનુસાર, અહીં પ્લેનના ફ્રન્ટ કેબિનનો હિસ્સો છે. (ગૂગલ અર્થ ઇમેજ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ વર્ષ 2014માં 239 પેસેન્જર્સ સાથે ગુમ થયેલું મલેશિયા એરલાઇન્સનું પ્લેનના કાટમાળની ઇમેજીસ મળી આવી છે. ઓસ્ટ્રેલિયાના મિકેનિકલ એન્જિનિયરે આ દાવો કર્યો છે કે, તેણે મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ MH370ને ગૂગલ અર્થની મદદથી શોધી કાઢ્યું છે. પીટર મેકમોહન નામના આ એન્જિનિયરે ક્રેશ ઇન્વેસ્ટિગેશનના આધારે ગૂગલ અર્થની મદદથી ફ્લાઇટ્સના કાટમાળ શોધી કાઢ્યા હોવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મલેશિયા એરલાઇન્સની ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટે 8 માર્ચ, 2014ના રોજ કુઆલા લમ્પુરથી ઉડાણ ભરી હતી અને તે ચીનના બીજિંગ કેપિટલ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઇ રહ્યું હતું. ટેકઓફના એક કલાક બાદ આ ફ્લાઇટનું લોકેશન છેલ્લીવાર સાઉથ ચાઇના સી પર જોવા મળ્યું હતું. ત્યારબાદ તે ગુમ થઇ ગયું હતું. આ ફ્લાઇટમાં 12 મલેશિયન ક્રૂ મેમ્બર્સ સહિત 15 દેશોના 227 પેસેન્જર્સ હતા.

રાઉન્ડ આઇલેન્ડ પર જોવા મળ્યો પ્લેનનો કાટમાળ


- મેકમોહનના દાવા અનુસાર, આ ફ્લાઇટનો કાટમાળ રાઉન્ડ આઇલેન્ડની દક્ષિણ તરફ 16 કિમીના અંતરે મળી આવ્યો છે. આ આઇલેન્ડ મોરેશિયસથી 22.5 કિમી નોર્થ તરફ આવેલો છે. આ દરિયાનો એક એવો વિસ્તાર છે જેના વિશે હજુ સુધી કોઇ શોધ થઇ નથી.
- એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ ઇમેજીસ મલેશિયા એરલાઇન્સ ફ્લાઇટ એમએચ370ના કાટમાળની છે અને તેમાં બૂલેટ હોલ્સ જોવા મળે છે.
- ગૂગલ અર્થના આ ફોટોગ્રાફ્સમાં પ્લેનનું આઉટલાઇન દેખાય છે, જે મોરેશિયસના નોર્થ તરફ આવેલા પાણીની સપાટીની નીચે જોવા મળે છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, ઓસ્ટ્રેલિયન બ્યુરોએ સ્વીકાર્યુ હોઇ શકે છે પ્લેનનો કાટમાળ...

આ અમેરિકન ઓફિસર્સને પ્લેનની તમામ વિગતો પ્રજા તેમજ ગવર્મેન્ટથી છૂપાવવાની તાકીદ કરવામાં આવી છે
આ અમેરિકન ઓફિસર્સને પ્લેનની તમામ વિગતો પ્રજા તેમજ ગવર્મેન્ટથી છૂપાવવાની તાકીદ કરવામાં આવી છે

ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટે કહ્યું, હોઇ શકે છે મિસિંગ પ્લેન 


- મેકમોહનના જણાવ્યા અનુસાર, તેણે આ ઇમેજીસને ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ એન્ડ સેફ્ટી બ્યુરોને પણ મોકલી આપી છે. તેઓએ પણ કન્ફર્મેશન આપ્યું છે કે, આ ગૂમ થયેલા એરક્રાફ્ટની હોઇ શકે છે. 
- મેકમોહને કહ્યું કે, ઓસ્ટ્રેલિયન બ્યુરોના કન્ફર્મેશન બાદ પણ યુએસ ઓફિશિયલે બ્યુરોને પ્લેનનો એરિયા ઇન્ડિયન ઓશિયન હોવાના દાવા પર વળગ્યા રહેવાની ચેતવણી આપી છે. 
- શું એમએચ370ના ફ્રન્ટ કેબિનનો હિસ્સો સાઉથ રોડ્રિગ આઇલેન્ડ પર છે? તેના જવાબમાં મેકમોહને કહ્યું કે, ચાર અમેરિકન્સને ઓસ્ટ્રેલિયા મોકલી આપવામાં આવ્યા છે. તેઓ આ ઇમેજીસની ચકાસણી કરશે. 
- જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, આ અમેરિકન ઓફિસર્સને પ્લેનની તમામ વિગતો પ્રજા તેમજ ગવર્મેન્ટથી છૂપાવવાની તાકીદ કરવામાં આવી છે. આવું શા માટે કરવામાં આવ્યું છે? તેના જવાબમાં મેકમોહને કહ્યું કે, ઓથોરિટી ઇચ્છતી નથી કે, તેના ઉપર બૂલેટ હોલ્સની વાત બહાર આવે, કારણ કે તેનાથી અન્ય ઇન્ક્વાયરી ખૂલવાનો પણ ભય રહેલો છે.  

 

આગળની સ્લાઇડમાં જાણો, કોણ છે પીટર મેકમોહન... 

ક્રેશ ઇન્વેસ્ટીગેટર અને મિકેનિકલ એન્જીનિયર પીટર મેકમોહન
ક્રેશ ઇન્વેસ્ટીગેટર અને મિકેનિકલ એન્જીનિયર પીટર મેકમોહન

કોણ છે પીટર મેકમોહન?

 
- રિપોર્ટ્સ અનુસાર, મેકમોહને એવો દાવો કર્યો છે કે, તેઓએ મોરેશિયસ નજીક આવેલા રોડ્રિગ આઇલેન્ડની પાણીની સપાટી પર પ્લેનના ફ્રન્ટ કેબિનનો ભાગ શોધી કાઢ્યો છે. 
- 64 વર્ષીય પીટર મેકમોહન એક મેકેનિકલ એન્જીનિયર છે, જેઓ છેલ્લાં 25 વર્ષથી ક્રેશ ઇન્વેસ્ટિગેશન કરે છે. 
- હજુ સુધી પ્લેનની સર્ચ ટીમ આ પ્લેનમાં બેઠેલાં 239 પેસેન્જર્સના મૃતદેહોને શોધવમાં નિષ્ફળ રહી છે. 
- આ વર્ષની શરૂઆતમાં મલેશિયાની ગવર્મેન્ટે યુએસ-કંપની ઓશિયનમાં એક જહાજ રવાના કર્યુ હતું. જે 9.000 સ્ક્વેર મીટર ઓસ્ટ્રેલિયન વોટરમાં ગૂમ થયેલા બોઇંગ 777ને શોધી શકે. આ ફ્લાઇટનું લોકેશન પણ હજુ સુધી જાણવા મળ્યું નથી. 
- આ ફ્લાઇટનો કાટમાળ 2015માં સેન્ટ એન્ડ્રે બીચની સાફ સફાઇ દરમિયાન રિયુનિયનના વોલેન્ટિયર્સને મળી આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2017માં ક્રેશ સાઇટની નજીક 12 ઓબ્જેક્ટ પાણીની સપાટી પર તરત જોવા મળે છે તેવી ઇમેજીસ જાહેર કરી હતી. 

 

 

મેકમોહનના જણાવ્યા અનુસાર, તેઓએ ઇમેજીસને ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ એન્ડ સેફ્ટી બ્યુરોને મોકલી આપી છે, જેઓએ કન્ફર્મેશન આપ્યું છે કે, આ ઇમેજ ગૂમ થયેલા પ્લેનની હોઇ શકે છે. (P.C. Sun/Google Earth)
મેકમોહનના જણાવ્યા અનુસાર, તેઓએ ઇમેજીસને ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ એન્ડ સેફ્ટી બ્યુરોને મોકલી આપી છે, જેઓએ કન્ફર્મેશન આપ્યું છે કે, આ ઇમેજ ગૂમ થયેલા પ્લેનની હોઇ શકે છે. (P.C. Sun/Google Earth)
ચાર વર્ષ અગાઉ બોઇંગ 777, 239 પેસેન્જર્સ સાથે ઇન્ડિયન ઓશિયન પર ગૂમ થયું હતું. (P.C. Sun/Google Earth)
ચાર વર્ષ અગાઉ બોઇંગ 777, 239 પેસેન્જર્સ સાથે ઇન્ડિયન ઓશિયન પર ગૂમ થયું હતું. (P.C. Sun/Google Earth)
X
એન્જિનિયર મેકમોહનના દાવા અનુસાર, અહીં પ્લેનના ફ્રન્ટ કેબિનનો હિસ્સો છે. (ગૂગલ અર્થ ઇમેજ)એન્જિનિયર મેકમોહનના દાવા અનુસાર, અહીં પ્લેનના ફ્રન્ટ કેબિનનો હિસ્સો છે. (ગૂગલ અર્થ ઇમેજ)
આ અમેરિકન ઓફિસર્સને પ્લેનની તમામ વિગતો પ્રજા તેમજ ગવર્મેન્ટથી છૂપાવવાની તાકીદ કરવામાં આવી છેઆ અમેરિકન ઓફિસર્સને પ્લેનની તમામ વિગતો પ્રજા તેમજ ગવર્મેન્ટથી છૂપાવવાની તાકીદ કરવામાં આવી છે
ક્રેશ ઇન્વેસ્ટીગેટર અને મિકેનિકલ એન્જીનિયર પીટર મેકમોહનક્રેશ ઇન્વેસ્ટીગેટર અને મિકેનિકલ એન્જીનિયર પીટર મેકમોહન
મેકમોહનના જણાવ્યા અનુસાર, તેઓએ ઇમેજીસને ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ એન્ડ સેફ્ટી બ્યુરોને મોકલી આપી છે, જેઓએ કન્ફર્મેશન આપ્યું છે કે, આ ઇમેજ ગૂમ થયેલા પ્લેનની હોઇ શકે છે. (P.C. Sun/Google Earth)મેકમોહનના જણાવ્યા અનુસાર, તેઓએ ઇમેજીસને ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ એન્ડ સેફ્ટી બ્યુરોને મોકલી આપી છે, જેઓએ કન્ફર્મેશન આપ્યું છે કે, આ ઇમેજ ગૂમ થયેલા પ્લેનની હોઇ શકે છે. (P.C. Sun/Google Earth)
ચાર વર્ષ અગાઉ બોઇંગ 777, 239 પેસેન્જર્સ સાથે ઇન્ડિયન ઓશિયન પર ગૂમ થયું હતું. (P.C. Sun/Google Earth)ચાર વર્ષ અગાઉ બોઇંગ 777, 239 પેસેન્જર્સ સાથે ઇન્ડિયન ઓશિયન પર ગૂમ થયું હતું. (P.C. Sun/Google Earth)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App