Home » International News » Latest News » International » પાઇલટ કેપ્ટન ઝહારી અહમદ શાહે જાણીજોઇને હત્યાકાંડને અંજામ આપ્યો | Mystery surrounds the cause of MH370s disappearance

239 પેસેન્જર સાથે ગૂમ થયેલું પ્લેન પૂર્વનિયોજિત હત્યાકાંડઃ રિપોર્ટ

Divyabhaskar.com | Updated - May 15, 2018, 10:55 AM

4 વર્ષ પહેલાં 239 પેસેન્જર્સ લઇને જઇ રહેલું મલેશિયાનું બોઇંગ 777 પ્લેન રૂટમાંથી અચાનક ગાયબ થઇ ગયું હતું

 • પાઇલટ કેપ્ટન ઝહારી અહમદ શાહે જાણીજોઇને હત્યાકાંડને અંજામ આપ્યો | Mystery surrounds the cause of MH370s disappearance
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  પુરાવાઓ એ તરફ ઇશારો કરી રહ્યા છે કે, પ્લેનમાં બેઠેલા કોઇ એરક્રૂ મેમ્બર જ પ્લેનને ઉડાવી દેવા કે ગાયબ કરી દેવા પાછળ જવાબદાર છે.

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ એવિએશન એક્સપર્ટ્સે તૈયાર કરેલા એક રિપોર્ટમાં અંતે મલેશિયાના MH370 પ્લેન ગૂમ થવા પાછળના કારણો વિશે જાણકારી મળી છે. 60 મિનિટના આ ઇન્વેસ્ટિગનેશનમાં એવિએશન એક્સપર્ટ પેનલે એ શોધી કાઢ્યું છે કે, કેવી રીતે આ પ્લેન અચાનક જ રડારમાંથી ગૂમ થઇ ગયું. ઉલ્લેખનીય છે કે, 4 વર્ષ પહેલાં 239 પેસેન્જર્સ લઇને જઇ રહેલું મલેશિયાનું બોઇંગ 777 પ્લેન બીજિંગથી કુઆલા લામ્પુર વચ્ચેના રૂટમાંથી અચાનક ગાયબ થઇ ગયું હતું. આ પ્લેનના ગૂમ થવા પાછળ અત્યાર સુધી અનેક થિયરીઓ સામે આવી છે.

  જાણી જોઇને પાઇલટે કર્યો હત્યાકાંડ?


  - આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્લેનના પાઇલટ કેપ્ટન ઝહારી અહમદ શાહે જાણીજોઇને હત્યાકાંડને અંજામ આપ્યો છે.
  - એવિએશન એક્સપર્ટ પેનલમાં ભૂતપૂર્વ સીનિયર ઇન્વેસ્ટિગેટર લેરી વેન્સે ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ ઓફ કેનેડા સાથે મળીને ઓસ્ટ્રેલિયન કરન્ટ અફેર્સ પ્રોગ્રામમાં 60 મિનિટનો રિપોર્ટ રજૂ કર્યો હતો. લેરી વેન્સે કહ્યું કે, પ્લેન સાથે શું થયું તે વિશે તેઓને પોતાની જાણકારી વિશે વિશ્વાસ છે.
  - લેરી વેન્સે કહ્યું કે, 'પ્લેનની અંતિમ ક્ષણો વિશએ સામાન્ય પ્રજામાં મતમતાંતર જોવા મળી શકે છે.'
  - આ પેનલમાં એવિએશન સેફ્ટી એક્સપર્ટ કેપ્ટન જ્હોન કોક્સ અને માર્ટીન ડોલાનનો પણ સમાવેશ થાય છે. આ બંને એક્સપર્ટ એમએચ370 ગૂમ થયું તે સમય દરમિયાન ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ સેફ્ટી બ્યુરોમાં ચીફ કમિશનર રહી ચૂક્યા છે.
  - કેપ્ટન જ્હોન અને માર્ટિન ડોલાન વધુ એક વખત આ પુરાવાઓની ચકાસણી કરશે.


  પ્લેન ગાયબ થવા પાછળ કેપ્ટન જવાબદાર


  - એક્સપર્ટ પેનલના રિપોર્ટ અનુસાર, પ્લેન અચાનક જ રડારમાંથી ગાયબ થઇ જવા પાછળ કેપ્ટર ઝહારીનો જ હાથ છે. એક્સપર્ટ્સે જણાવ્યું કે, પાઇલટ પોતાની જાતને મારી નાખવા ઇચ્છતો હતો. તેથી જ તે પ્લેનને એવા રિમોટ એરિયામાં લઇ ગયો જ્યાંથી તેને રડારમાં શોધવું મુશ્કેલ બની જાય.
  - બોઇંગ 777 પાઇલટ અને ઇન્સ્ટ્રક્ટર સિમોન હાર્ડએ જણાવ્યું કે, કેપ્ટન ઝહારીએ પ્લેનને મલેશિયા અથવા થાઇ મિલિટરી રડારમાં શોધી ના શકાય તે હેતુથી બંને દેશોના એરસ્પેસની વિરૂદ્ધ દિશામાં પ્લેન ઉડાવ્યું.
  - હાર્ડીએ પ્રોગ્રામમાં જણાવ્યું કે, એરક્રાફ્ટ જેવું થાઇલેન્ડ અને મલેશિયાને ક્રોસ કર્યું તે નીચે ઝોલા ખાવા લાગ્યું. જેનો અર્થ એ થયો કે, તે બંને દેશોના બોર્ડર રડારની વચ્ચે વારંવાર આવતું-જતું રહ્યું.
  - રડારમાં વારંવાર પ્લેન દેખાવા અને ગાયબ થવાના કારણે બંને દેશોના કંટ્રોલરે એરક્રાફ્ટ સામે ખાસ ધ્યાન આપ્યું નહીં. અંતે આ પ્લેન કાયમ માટે ગાયબ જ થઇ ગયું.
  - હાર્ડીએ કહ્યું કે, જો મને કોઇએ આ પ્રકારે પ્લેનને ગાયબ કરી દેવાની જવાબદારી સોંપી હોય તો હું પણ આ જ પ્રકારે વર્ત્યો હોત.
  - 'જ્યાં સુધી મારું ઇન્વેસ્ટિગેશન ઇશારો કરે છે પાઇલટે ખૂબ જ ચીવટપૂર્વક અને યોગ્ય મિશન હેઠળ 276 પેસેન્જર્સ સાથેનું પ્લેન ગાયબ કર્યુ છે. કારણ કે સામાન્ય સંજોગોમાં મિલિટરી કોઇ પણ એરક્રાફ્ટને રડારમાં પકડવા માટે દરકાર કરતી નથી.'


  પ્રિ-પ્લાનિંગ હેઠળ કરવામાં આવ્યું ઓપરેશન


  - MH370 અને MH17 બોઇંગ પેસેન્જર્સના 9 ફેમિલીના વકીલ જ્હોન ડોનસને હાલમાં જ ન્યૂઝ કોર્પ ઓસ્ટ્રેલિયાને ઇન્ટરવ્યુ આપ્યું હતું. જ્હોને કેટલાંક પુરાવાઓ રજૂ કર્યા હતા. જેમાં એરક્રૂ મેમ્બર્સની જવાબદારી સામે આંગળી ચિંધવામાં આવી હતી.
  - વકીલે કહ્યું કે, એમએચ370માં પાઇલટે મલેશિયા અને બીજિંગ વચ્ચે પ્લેનને વારંવાર ઉડાડ્યું. જે તેના નિશ્ચિત એરપોર્ટ પર ઉતર્યું જ નહીં. પુરાવાઓ એ તરફ ઇશારો કરી રહ્યા છે કે, પ્લેનમાં બેઠેલા કોઇ એરક્રૂ મેમ્બર જ પ્લેનને ઉડાવી દેવા કે ગાયબ કરી દેવા પાછળ જવાબદાર છે.
  - 'આ એરક્રાફ્ટ નિશ્ચિત સમય કરતાં વધુ સમય સુધી હવામાં રહેવાના કારણે લોકો પ્લેનમાં જ ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હોય તેવી શક્યતાઓ છે. આ પૂર્વનિયોજિત હત્યાકાંડ હતો. આ હત્યાકાંડ એટલી ચોકસાઇપૂર્વક કરવામાં આવ્યો હતો કે, મૃતકોના શરીર પણ મળ્યા નહીં'

  મલેશિયા ગવર્મેન્ટ આજે પણ છે મૌન


  - એક્સપર્ટ રિપોર્ટ બાદ પણ મલેશિયા ગવર્મેન્ટે આ મુદ્દે કોઇ પણ પ્રકારના નિવેદન આપવાનું ટાળ્યું હતું. મલેશિયા સરકારે ટેક્સાસ બેઝ્ડ કંપની ઓશિયન ઇન્ફિનિટી સાથે 'નો ક્યોર નો ફી' ડીલ સાઇન કરી છે. જેથી આ કંપની ગાયબ થયેલા પ્લેનને શોધી શકે.
  - મલેશિયા ગવર્મેન્ટે પ્લેન ગાયબ થવા પાછળ પાઇલટ ઝહારીનો હાથ હોવાના મુદ્દે કોઇ જવાબો આપવાનું ટાળ્યું હતું.

 • પાઇલટ કેપ્ટન ઝહારી અહમદ શાહે જાણીજોઇને હત્યાકાંડને અંજામ આપ્યો | Mystery surrounds the cause of MH370s disappearance
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્લેનના પાઇલટ કેપ્ટન ઝહારી અહમદ શાહે જાણીજોઇને હત્યાકાંડને અંજામ આપ્યો છે.
 • પાઇલટ કેપ્ટન ઝહારી અહમદ શાહે જાણીજોઇને હત્યાકાંડને અંજામ આપ્યો | Mystery surrounds the cause of MH370s disappearance
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  રડારમાં વારંવાર પ્લેન દેખાવા અને ગાયબ થવાના કારણે બંને દેશોના કંટ્રોલરે એરક્રાફ્ટ સામે ખાસ ધ્યાન આપ્યું નહીં.
 • પાઇલટ કેપ્ટન ઝહારી અહમદ શાહે જાણીજોઇને હત્યાકાંડને અંજામ આપ્યો | Mystery surrounds the cause of MH370s disappearance
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  એવિએશન એક્સપર્ટ પેનલે એ શોધી કાઢ્યું છે કે, કેવી રીતે આ પ્લેન અચાનક જ રડારમાંથી ગૂમ થઇ ગયું.
 • પાઇલટ કેપ્ટન ઝહારી અહમદ શાહે જાણીજોઇને હત્યાકાંડને અંજામ આપ્યો | Mystery surrounds the cause of MH370s disappearance
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  4 વર્ષ પહેલાં 239 પેસેન્જર્સ લઇને જઇ રહેલું મલેશિયાનું બોઇંગ 777 પ્લેન બીજિંગથી કુઆલા લામ્પુર વચ્ચેના રૂટમાંથી અચાનક ગાયબ થઇ ગયું હતું.
 • પાઇલટ કેપ્ટન ઝહારી અહમદ શાહે જાણીજોઇને હત્યાકાંડને અંજામ આપ્યો | Mystery surrounds the cause of MH370s disappearance
  પ્લેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જર્સ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ