divyabhaskar.com
Jul 30, 2018, 07:07 PM ISTઇન્ટરનેશનલ ડેસ્કઃ 4 વર્ષ પહેલાં ગૂમ થયેલી મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ MH370 ગૂમ થવાની ઘટના અંગે ઇન્વેસ્ટિગેશન ટીમે લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બોઇંગ-777 વિમાનના કંટ્રોલ સાથે જાણીજોઇને ચેડાં કરવામાં આવ્યા હતા અને તેને નિશ્ચિત રૂટથી અલગ રૂટ પર લઇ જવામાં આવ્યું હતું. જો કે, રિપોર્ટમાં આ પ્રકારના ચેડાં પાછળ કોણ જવાબદાર છે તે અંગે ખુલાસો કરવામાં આવ્યો નથી.
જાણીજોઇને ટ્રાન્સપોન્ડર બંધ કરવામાં આવ્યું હતું
- મલેશિયા અને ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમ એ જાણવાની કોશિશ કરી રહી છે કે, આખરે બોઇંગ-777ની દિશા કેમ બદલવામાં આવી અને તેને નક્કી કરેલા રૂટથી હજારો માઇલ દૂર ખોટાં રસ્તે કેમ લઇ જવામાં આવ્યું.
- નિષ્ણાતોનું માનવું છે કે, કોઇએ MH370નો રૂટ બદલીને હિંદ મહાસાગર તરફ કરતાં પહેલાં જાણીજોઇને ટ્રાન્સપોન્ડર બંધ કરી દીધું હતું.
- MH370 સાથે અંતિમ સંપર્ક એ સમયે થયો હતો જ્યારે વિમાનના કેપ્ટન જહારી અહમદ શાહે મલેશિયા મલેશિયન એરસ્પેસ છોડતાં પહેલાં 'ગુડ નાઇટ, મલેશિયન 370 કહ્યું હતું.'
239 પેસેન્જર સાથે ગૂમ થયેલું પ્લેન પૂર્વનિયોજિત હત્યાકાંડઃ રિપોર્ટ
2014માં થયું હતું ગુમ, 239 પેસેન્જર્સ ગાયબ
- 8 માર્ચ 2014ના રોજ કુઆલાલંપુરથી પેઇચિંગ જઇ રહેલું આ વિમાન ગાયબ થઇ ગયું હતું. વિમાનમાં 239 લોકો સવાર હતા. આ વિશ્વમાં એવિએશનનો અત્યાર સુધીનો સૌથી મોટો કોયડો છે.
- તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિમાનની સાથે વાસ્તવમાં શું થયું છે તે હજુ સુધી નક્કી નથી થઇ શક્યું.
- ટીમના ચીફ કોક સૂ ચોને પત્રકારોને જણાવ્યું કે, દરેક વાતોનો જવાબ ત્યારે જ મળી શકે છે જ્યારે વિમાનનો કાટમાળ મળે.
ગૂગલ અર્થમાં મળી આવ્યું 239 પેસેન્જર સાથે ગૂમ થયેલું મલેશિયાનું પ્લેન?
3 મહિનાની તપાસ બાદ તપાસ બંધ
- ગૂમ થયેલા વિમાનની શોધખોળ માટે આતંરરાષ્ટ્રીય સ્તરે અનેક અભિયાન શરૂ કરવામાં આવ્યા હતા અને તેના ઉપર કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો.
- 29 મેના રોજ મલેશિયાએ અમેરિકાની ફર્મ ઓશન ઇનફિનિટીના 3 મહિના સુધી ચાલેલા ઇન્વેસ્ટિગેશનને બંધ કરી દીધું હતું.
- અમેરિકાની આ ફર્મે સાઉથ હિંદ મહાસાગરમાં 1,12,000 વર્ગ કિલોમીટર ક્ષેત્રની તપાસ કરી હતી, પરંતુ આ અભિયાનમાં કંઇ ખાસ જાણકારી મળી નહતી.
- ગત વર્ષે ઓસ્ટ્રેલિયા, ચીન અને મલેશિયા દ્વારા શરૂ કરવામાં આવેલા ઇન્વેસ્ટિગેશન બાદ આ બીજું સૌથી મોટું અભિયાન હતું.
- ગયા વર્ષે ત્રણ દેશોએ 1, 20, 000 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ઇન્વેસ્ટિગેશન અભિયાન શરૂ કર્યુ હતું. જેમાં 1400 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ રિપોર્ટમાં પણ કંઇ ખાસ જાણકારી મળી નહતી.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ રિપોર્ટની વધુ તસવીરો...