મોરેશિયસના પ્રેસિડન્ટનું રાજીનામુ, NGOના ક્રેડિટ કાર્ડથી શોપિંગથી થયો હતો વિવાદ

મોરેશિયસની અમીના ગરીબ ફકીમ દેશની પ્રથમ મહિલા પ્રેસિડન્ટ છે અને તે એક વૈજ્ઞાનિક પણ છે

divyabhaskar.com | Updated - Mar 18, 2018, 01:41 PM
મોરેશિયસની અમીના ગરીબ ફકીમ દેશની પ્રથમ મહિલા પ્રેસિડન્ટ છે અને તે એક વૈજ્ઞાનિક પણ છે (ફાઇલ)
મોરેશિયસની અમીના ગરીબ ફકીમ દેશની પ્રથમ મહિલા પ્રેસિડન્ટ છે અને તે એક વૈજ્ઞાનિક પણ છે (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ મોરેશિયસની પ્રેસિડન્ટ અમીના ગુરીબ ફકીમે શનિવારે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. એક ઇન્ટરનેશનલ એનજીઓના ક્રેડિટ કાર્ડથી ઇટલી અને દુબઇમાં શોપિંગ કરવાના કારણે તેઓ વિવાદમાં આવ્યા હતા. આ પહેલાં તેઓએ રાજીનામું આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે, વડાપ્રધાન પ્રવિંદ જુગનાથે કહ્યું હતું કે, ફકીમ આગામી અઠવાડિયે પદ છોડી દેશે. આફ્રિકન દેશોમાં એકમાત્ર મહિલા પ્રેસિડન્ટ અમીના ગુરીબે કહ્યું કે, તે દેશહિતમાં પદ પરથી રાજીનામુ આપી રહ્યા છે, તેઓનું રાજીનામુ 23 માર્ચથી લાગુ થશે.

પર્સનલ શોપિંગ માટે કર્યો હતો ક્રેડિટ કાર્ડને ઉપયોગ


- ગુરીબ ફકીમ પર આરોપ છે કે, તેઓએ એક ઇન્ટરનેશનલ એનજીઓ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પોતાની પર્સનલ શોપિંગ માટે કર્યો હતો.
- એક રિપોર્ટ અનુસાર, પ્રેસિડન્ટે ઇટલી અને દુબઇમાં શોપિંગ માટે પ્લેનેટ અર્થ ઇન્સ્ટિટ્યૂટના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદથી જ વિપક્ષ તેમના રાજીનામાની માંગણી કરી રહ્યું છે.

દેશી પ્રથમ મહિલા પ્રેસિડન્ટ અને વૈજ્ઞાનિક પણ છે ફકીમ


- ઉલ્લેખનીય છે કે, કેમેસ્ટ્રીના પ્રોફેસર રહી ચૂકેલા અમીના ગુરીબ ફકીમ 2015માં મોરેશિયસના પ્રથમ મહિલા પ્રેસિડન્ટ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- મોરેશિયસના અમીના ગુરીબ ફકીમ દેશની પ્રથમ મહિલા પ્રેસિડન્ટ છે અને તેઓ એક વૈજ્ઞાનિક પણ છે. વડાપ્રધાન અનિરૂદ્ધ જગન્નાથે અમીનાના નામનો પ્રસ્તાવ પાર્લામેન્ટમાં રજૂ કર્યો હતો, જેને ભારે સમર્થન મળ્યું હતું.
- અમીના ફકીમ મોરેશિયસ સ્થિત ફાઇટોથેરાપી રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર છે. આ સેન્ટર બ્યુટી પ્રોડક્ટ્સ, પોષક તત્વો તથા થેરાપી માટે ઉપયોગ કરવામાં આવતા છોડ ઉપર રિસર્ચ કરે છે.

અમીના ગુરીબ ફકીમને 2015માં મોરેશિયસના પ્રથમ મહિલા પ્રેસિડન્ટ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
અમીના ગુરીબ ફકીમને 2015માં મોરેશિયસના પ્રથમ મહિલા પ્રેસિડન્ટ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
X
મોરેશિયસની અમીના ગરીબ ફકીમ દેશની પ્રથમ મહિલા પ્રેસિડન્ટ છે અને તે એક વૈજ્ઞાનિક પણ છે (ફાઇલ)મોરેશિયસની અમીના ગરીબ ફકીમ દેશની પ્રથમ મહિલા પ્રેસિડન્ટ છે અને તે એક વૈજ્ઞાનિક પણ છે (ફાઇલ)
અમીના ગુરીબ ફકીમને 2015માં મોરેશિયસના પ્રથમ મહિલા પ્રેસિડન્ટ નિયુક્ત કરવામાં આવ્યા હતા.અમીના ગુરીબ ફકીમને 2015માં મોરેશિયસના પ્રથમ મહિલા પ્રેસિડન્ટ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App