Divya Bhaskar

Home » International News » Latest News » International » Afghanistan Kabul Marshal Fahim Military University gunfire and explosions

કાબુલમાં સૈન્ય એકેડમી પર હુમલો, સિક્યોરિટી ફોર્સની અથડામણમાં એક ઝડપાયો

Divyabhaskar.com | Updated - Jan 29, 2018, 10:21 AM

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે સવારે કેટલાંક હથિયારધારીઓએ એક સૈન્ય એકેડમી પર હુમલો કર્યો.

  • Afghanistan Kabul Marshal Fahim Military University gunfire and explosions
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    આતંકીઓએ આ વખતે કાબુલની મિલિટ્રી યુનિવર્સિટીને નિશાન બનાવી

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે એક મોટો આતંકી હુમલો થયો છે. આતંકીઓએ આ વખતે કાબુલની મિલિટ્રી યુનિવર્સિટીને નિશાન બનાવી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ કાબુલના માર્શલ ફહીમ મિલિટ્રી યુનિવર્સિટીમાં કેટલાંક બંદુકધારીઓએ હુમલો કર્યો છે. સિક્યોરિટી ગાર્ડે આ હુમલાનો વળતો જવાબ આપતાં ત્રણ હુમલાખોરોને ઢાળી દીધાં છે, જ્યારે એકને જીવતો પકડવામાં આવ્યો છે. જો કે હજુ એક હુમલાખોર બચ્યો છે જે સતત ફાયરિંગ કરી રહ્યો છે. તો આ હુમલામાં આર્મીના 5 જવાનો પણ માર્યાં ગયા છે. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. અહિં જાણ કરવાની કે હજુ શનિવારે જ કાબુલમાં એક વિસ્ફોટ થયો હતો જેમાં 100 લોકોનાં મોત જ્યારે 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં હતા.

    મિલિટ્રી યુનિવર્સિટી નિશાને


    - અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝ મુજબ અધિકારીઓએ આ હુમલાની પુષ્ટી કરી છે.
    - અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના પ્રવક્તા શાહ હુસૈનના જણાવ્યા મુજબ, "કાબુલની ફહીમ મિલિટ્રીમાં આતંકી હુમલો થયો છે."

    - પોલીસ ચીફના પ્રવકતા બશીર મુજાહિદ્દે જણાવ્યું કે, "યુનિવર્સિટીમાં થયેલા હુમલામાં સૈનિક 5 જવાનો પણ માર્યાં ગયા છે જ્યારે 10 ઈજાગ્રસ્ત થયાં છે."

    અફઘાનિસ્તાનમાં ગૃહ યુદ્ધની સ્થિતિ


    - ગૃહયુદ્ધનો સામનો કરી રહેલાં અફઘાનિસ્તાનમાં શનિવારે પણ આતંકી હુમલો થયો હતો. અને આતંકીઓએ વિસ્ફોટકથી ભરેલી એક એમ્બ્યુલન્સને ગૃહ મંત્રાલયની જૂની બિલ્ડિંગ પાસે ઉડાવી દીધી હતી. આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી હતી.
    - શનિવારે થયેલાં હુમલામાં લગભગ 100 લોકોનાં મોત નિપજ્યાં હતા, જ્યારે 150થી વધુ ઈજાગ્રસ્ત થયાં હતા.
    - આ પહેલાં 20 જાન્યુઆરીએ પણ તાલિબાનના આતંકીઓએ કાબુલ સ્થિત કાબુલ્સ ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટલમાં હુમલો કર્યો હતો, જેમાં 43 લોકો માર્યા ગયા હતા.
    - જો કે બાદમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યાં હતા. સાથે 41 વિદેશી નાગરિકો સહિત 126 લોકોને બચાવ્યાં હતા.

    વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • Afghanistan Kabul Marshal Fahim Military University gunfire and explosions
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સિક્યોરિટી ગાર્ડે આ હુમલાનો વળતો જવાબ આપતાં ત્રણ હુમલાખોરોને ઢાળી દીધાં, જ્યારે એકને જીવતો પકડ્યો
  • Afghanistan Kabul Marshal Fahim Military University gunfire and explosions
    શનિવારે થયેલાં હુમલામાં લગભગ 100 લોકોનાં મોત નિપજ્યાં હતા, જ્યારે 150થી વધુ ઈજાગ્રસ્ત થયાં હતા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending