જાપાનઃ ફ્યૂઅલ ભરવા દરમિયાન હવામાં બે અમેરિકન વિમાનોની ટક્કર, 6 નેવી ઓફિસરો ગુમ

divyabhaskar.com

Dec 06, 2018, 05:32 PM IST
જાપાનમાં અમેરિકાના 50 હજાર સૈનિકો છે. (ફાઇલ)
જાપાનમાં અમેરિકાના 50 હજાર સૈનિકો છે. (ફાઇલ)

- અમેરિકન નેવીએ તપાસ માટે જાપાનના પણ ચાર વિમાન અને 2 શિપ મોકલાવ્યા
- અમેરિકાએ દુર્ઘટનાને અસામાન્ય ગણાવી, તપાસ ચાલુ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ જાપાનમાં ગુરૂવારે ફ્યૂઅલ ભરવા દરમિયાન હવામાં બે અમેરિકન વિમાન F-18 ફાઇટર પ્લેન અને C-130 ટેન્કર ટકરાઇ ગયા હતા. આ ઘટના બાદ 6 નેવી ઓફિસરો ગુમ થયા છે. અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટના ઓફિસરના જણાવ્યા અનુસાર, આ ઘટના જાપાનથી અંદાજિત 300 કિમી દૂર થઇ. એક એરમેનને બચાવી લેવામાં આવ્યો છે. જો કે, નેવી ઓફિસરો અંગે કોઇ જાણકારી મળી નથી.

સર્ચ ઓપરેશન ચાલુ


- નેવી ઓફિસરોની શોધ કરવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. આ માટે ડોક્ટર પણ ક્રૂ મેમ્બર્સની મદદ કરી રહ્યા છે.
- પ્રાથમિક માહિતી અનુસાર, C-130માં 5 અને F-18માં બે સર્વિસમેન હતા. જાપાને પણ મરીન્સને શોધવા માટે 4 એરક્રાફ્ટ અને ત્રણ શિપ મોકલાવ્યા છે.
- જાપાન દ્વારા જહાજ મોકલવા બદલ અમેરિકાએ આભાર વ્યક્ત કર્યો છે. અમેરિકાની નેવીએ કહ્યું કે, બંને ફ્લાઇટ ઇલાકુનીમાં આવેલા મરીન કોર્પ્સ એર સ્ટેશનથી ટેક-ઓફ થયા હતા. જે એક નિયમિત ટ્રેનિંગનો ભાગ છે. પરંતુ ગુરૂવારે દુર્ઘટના બની ગઇ હતી.


જાપાનમાં અમેરિકાના 50 હજાર સૈનિકો


- અમેરિકા તરફથી એવું પણ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, જાપાનમાં અમેરિકાના 50 હજાર સૈનિકો છે અને આ દુર્ઘટનાને સામાન્ય ના ગણાવી શકાય.
- નવેમ્બરમાં જ અમેરિકન નેવી ફાઇટર પ્લેન જાપાનના સમુદ્રમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જો કે, તેમાં બે ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હતા.
- આ પહેલાં પણ અમેરિકાના ઓસ્પ્રે હેલિકોપ્ટરમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી. હેલિકોપ્ટરનું અનેકવાર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવા ઉપરાંત એકવાર ક્રેશ અને ચોપરનો હિસ્સો તૂટીને જાપાનની સ્કૂલમાં પડ્યો હતો.
- આ ઘટનાઓના કારણે અમેરિકા અને જાપાનની વચ્ચે તણાવ વધ્યો હતો. જાપાનના નાગરિકોએ અમેરિકાના બેઝ પર પ્રદર્શન પણ કર્યુ હતું.

X
જાપાનમાં અમેરિકાના 50 હજાર સૈનિકો છે. (ફાઇલ)જાપાનમાં અમેરિકાના 50 હજાર સૈનિકો છે. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી