નાઇજીરીયાના લાફિયામાં ગેસ ડેપોમાં વિસ્ફોટથી 18 લોકોના મોત, 40 લોકો ઘાયલ

વિસ્ફોટના સમયે હાજર એક ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું હતું કે મૃત્યુંનો આંકડો હજુ વધી શકે છે

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 04:31 AM
many people dead after explosion at gas depot in Nigeria

નાઇજીરીયા: નાઈજીરિયાના નાસારાવા રાજ્યની રાજધાની લાફિયામાં ગેસ ડેપોમાં વિસ્ફોટ થયો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યાં પ્રમાણે વિસ્ફોટમાં લગભગ 40 લોકો ઘાયલ થયા છે અને 18 લોકોના મોત થયા છે. વિસ્ફોટ સોમવારની મોડી રાત્રે થયો છે.

વિસ્ફોટના સમયે હાજર એક ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું હતું કે મૃત્યુંનો આંકડો હજુ વધી શકે છે. ઘાયલ થયેલા લોકોને સ્થાનીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી. વિસ્ફોટમાં મૃત્યું થયેલા લોકોની ઓળખ કરવાની કામગીરી ચાલું છે.

X
many people dead after explosion at gas depot in Nigeria
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App