Home » International News » Latest News » International » Man in New Zealand alleged of making videos of women through camera in Sampoo bottle

ન્યુઝીલેન્ડ: હોસ્ટેલ માલિક શેમ્પૂની બોટલોમાં કેમેરો છુપાવીને બનાવતો મહિલાઓના વીડિયો, થઇ શકે 14 વર્ષની જેલ

Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 11:52 AM

પોલીસે 34 મહિલાઓની 219 ક્લિપિંગ જપ્ત કરી છે

  • Man in New Zealand alleged of making videos of women through camera in Sampoo bottle
    મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે 34 મહિલાઓની તસવીર વિશ્વભરમાં ફેલાવવામાં આવી છે.

    વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડમાં એક હોસ્ટેલ માલિક પર બાથરૂમમાં રાખેલી શેમ્પૂની બોટલમાં કેમેરો છૂપાવીને મહિલાઓનો વીડિયો બનાવવાનો આરોપ છે. પોલીસે તેની પાસેથી 34 મહિલાઓની 219 ક્લિપિંગ જપ્ત કરી છે. જણાવવામાં આવે છે કે આરોપી વીડિયો પોર્ન વેબસાઈટ પર અપલોડ કરતો હતો. ગુનો સાબિત થશે તો આરોપીને 14 વર્ષની જેલની સજા થઈ શકે છે.

    નવી મહિલા રહેવા આવે તો તેના બાથરૂમમાં રાખી દેતો શેમ્પૂની બોટલ

    પોલીસના જણાવ્યા મુજબ કોઈ નવી મહિલા હોસ્ટેલમાં રહેવા આવતી તો આરોપી તેના બાથરૂમમાં શાવરની પાસે પહેલાં જ શેમ્પૂની બોટલ રાખી દેતો હતો. મહિલા ગયા પછી આરોપી કેમેરામાંથી ફુટેજને હાર્ડ ડ્રાઈવમાં લઈ લેતો હતો. વીડિયોને ઓનલાઈન પોસ્ટ કર્યા પછી તે યુઝર્સને કોમેન્ટ કરવાનું કહેતો હતો.

    આરોપીની ઓળખ છુપાવવામાં આવી

    - મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે 34 મહિલાઓની તસવીર વિશ્વભરમાં ફેલાવવામાં આવી છે. ત્યારે આવાં આરોપીની ઓળખ છુપાવવી જરૂરી છે. આરોપીના વકીલે પણ દલીલ કરી કે ઓળખ જાહેર કરવાથી આરોપીની પત્નીને પરિણામ ભોગવવા પડી શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ